SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ ક્રમ સાચવતી પણ ૬૬મા પદે તૂટતી, તનસુખરામ મહેતાવાળી હસ્તપ્રતની નકલ ઉતાર્યાનો સમય સં. ૧૭૩૧-૩૩ વચ્ચેનો છે.૨૧ એટલે કે લગભગ સં. ૧૭૩૧ સુધીમાં ‘હારમાળા ૭૮ પદની અને સં.૧૭૬૨ સુધીમાં ૯૦ પદની થઈ ચૂકી હતી. પદ ૧૦– જય્યર્નિં જિહવા વિમલ નામ રાઘવ તણું’–રચનાર તરીકે ‘ભીમ’ના ઉલ્લેખ સાથેનું છે તે થોડાક પાઠભેદથી પણ કર્તા તરીકે ભીમ'નો ઉલ્લેખ કરતું ભીમના ‘પ્રબોધપ્રકાશ’ની સં. ૧૫૭૫ જેટલી જૂની પ્રતમાં છૂટક મળે છે. ‘હારમાળા'નાં સંવર્ધિત સંકલન લગભગ ઈ. સોળમા સૈકાના પ્રથમ ચરણમાં થવા માંડ્યાં હોય. ૨૩ કનૈયાલાલ મુનશીએ ‘હારમાળા'ની સં. ૧૭૯૭ની હસ્તપ્રતમાંથી સંવત ૧૫૭૨ વર્ષે મહા સુદ ૭ સોમવાર’ એ ઉતારો આપી બારોતરો'ને બદલે ‘બાહોતરો’ પાઠ સૂચવી, બીજી જ એક પ્રતનાં તિથિવાર (‘બાહોતરો માગશર સુદિ-૭ સોમવાર’) સ્વીકારી ગણિતદૃષ્ટિએ એ સાચાં છે, એમ કહ્યું છે, પણ સં. ૧૫૭૨ના માગશર સુદિ ૭મે ગણિતદૃષ્ટિએ મંગળવાર હોવો જોઈએ. આમ, સં. ૧૫૭૨ની સંભાવનાને પુષ્ટિ મળતી નથી. સં.૧૫૧૨ આપનારી પ્રતોમાંથી ત્રણ પ્રતો માગશર સુદ૭ રવિવાર' આપે છે તે પણ ગણિતદૃષ્ટિએ મેળમાં છે.૪ આ રીતે હારનો પ્રસંગ ગણિતદૃષ્ટિએ સં. ૧૫૧૨ ના માગશર સુદિ-૭ રવિવાર (તા.૧૬-૧૧-૧૪૫૫) અથવા તો વૈશાખ સુદ -૭ સોમવાર (૧૨-૪-૧૪૫૬) એ બેમાંથી ગમે તે એક દિવસે બનવો શક્ય છે. અગાઉની તિથિને હારમાળામાંના એક પદની ‘અરૂણ ઉદયો ને હરણલી આથમી તોહે સુંન કરુણા ન આવે રે' એ પંકિતમાંના મૃગશીર્ષનક્ષત્રના આથમવાની સ્થિતિના ઉલ્લેખનો ટેકો છે.૫ તિથિના ઉલ્લેખવાળા પદના કર્તૃત્વ વિશે ખાતરી ન હોવા છતાં અને તિથિઓ જુદી જુદી અપાઈ હોવા છતાં ગણિતદૃષ્ટિએ સં. ૧૫૧૨માં મેળમાં આવતી બે તિથિઓ ધ્યાનપાત્ર ઠરે છે, ખાસ કરીને માગશરમાસની તિથિ. નરસિંહને પોતાને હાથે અથવા જાણકાર એવા બીજા કોઈને હાથે હાપ્રસંગની તિથિ સચવાઈ હોય. સં.૧૫૧૨ના વર્ષના પક્ષમાં એક વધુ હકીકત પણ નોંધવા જેવી છે. સં.૧૬૭૫ની હસ્તપ્રતમાં ‘મંડલિક’ રાજાના નામોલ્લેખવાળાં પદો છે. મંડલિક પાંચમાનો સમય સં. ૧૪૮૮-૧૫૨૦ છે. આમ નરસિંહ સં. ૧૫૧૨ (ઈ.૧૪૫૫-૫૬)માં હયાત હોવાની સંભાવના વિચારવા જેવી ઠરે છે. નરસિંહનો આયુષ્યકાળ ઈસ્વીસન પંદરમા સૈકાના અંત પહેલાં પૂરો થયો હોય. નકારાત્મક પુરાવાઓનો બહુ અર્થ નહીં તેમ છતાં નરસિંહ જેવા પરમ વૈષ્ણવના કવનમાં પુષ્ટિમાર્ગના પ્રણેતા શ્રીમદ્ વલ્લભાચાર્ય (ઈ.૧૪૭૮-૧૫૩૦) ના પ્રભાવનાં ચિહ્નો જોવા મળે નહીં તો એ વસ્તુ નોંધપાત્ર જરૂ૨ બને છે. શ્રીમદ્
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy