SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા ૧૧૭ નરસિંહ મધ્યકાલીન ભારતમાં સોળે કળાએ ખીલેલા ભક્તિયુગનો પ્રતિનિધિ ઉદ્ગાતા બની રહે છે. ૨. નરસિંહનો સમય નરસિંહની કૃતિઓની જૂનામાં જૂની હસ્તપ્રતો ઈ.સ.૧૭મા સૈકાના આરંભની મળે છે. કેશવરામ શાસ્ત્રીએ “નરસૈ મહેતાનાં પદમાં આરંભમાં ૧૫ પદો ગુજરાત વિદ્યાસભાની સં. ૧૬૬ ૮ (ઈ.૧૬ ૧૨) જેટલી જૂની હસ્તપ્રતમાંથી આપ્યાં છે તે જૂનામાં જૂની છે. ‘હારસમેનાં સાત પદો ગુજરાત વિદ્યાસભાની સં. ૧૬ ૭૫ (ઈ. ૧૬ ૧૯) જેટલી જૂની હસ્તપ્રતમાંથી મળે છે. નરસિંહ ઉપર અન્ય કવિઓએ કાવ્યરચના કરી છે. વિષ્ણુદાસ (કવનકાળ ઈ. ૧૫૬ ૮ થી ૧૬ ૧૨): કુંવરબાઈનું મોસાળું' લખે છે. મીરાંબાઈએ “નરસિંહકા માહ્યરા” લખ્યાનું કહેવાય છે. મીરાં વ્રજમાં જીવ ગોસ્વામીને મળી હતી. જીવ ગોસ્વામી ઈ. ૧૫૩૩માં ગુજરી ગયા,' તે પહેલાં મીરાં હયાત હોવી જોઈએ. એટલે કે નરસિંહ ઈ. ૧૫૩૩ પૂર્વે હયાત હોય. નરસિંહના સમયની આ ઉત્તરમર્યાદા. ઉપરની સં. ૧૬૬૮ની પ્રતમાંથી મળેલા બારમા પદમાં કે રસ જાણે વ્રજની રે નારી કે જેદેવે પીધો રે' એ પંક્તિમાં જયદેવનો ઉલ્લેખ આવે છે, અને ઉપર જોઈ ગયા તેમ પદ ૧૫મા માં વમસિ ગૃાર મમ હાર ઉર ભૂષણા, ત્વમસિ મમ મગ્ન ચિત સંગ ડોલે એ પંક્તિમાં જયદેવકૃત ગીતગોવિંદ (૧૧-૩) ના શબ્દો મળે છે. જયદેવનો સમય બારમી સદીનો લેખાય છે. બારથી સોળ વચ્ચેના સૈકાઓમાં નરસિંહનો નિશ્ચિત સમય કયો? એક જ આધાર મળે છે. “હારમાળામાં નરસિંહને કંઠે કૃષ્ણ ભગવાને પોતાનો હાર પહેરાવ્યાના પ્રસંગની તિથિનો ઉલ્લેખ છે : “સંવત પનર બારોતર સપતમી અને સોમવાર રે, વૈશાખ અજુઆલિ-પખે નરસિનિ આપ્યો હાર રે..૧૭ એટલે કે એ પ્રસંગ સં. ૧૫૧રના વૈશાખ સુદિ ૭ને સોમવાર (તા.૧૨-૭-૧૪૫૬) ના દિવસે બન્યો. ગણિતની દૃષ્ટિએ તિથિ અને વાર તે વર્ષમાં તે દિવસે મેળમાં છે. ‘હારમાળા'ના કર્તુત્વ અંગે વિચારવાનું રહે છે. ઉપર તિથિનો ઉલ્લેખ જેમાંથી ઉતાર્યો છે તે પ્રત પચાશ પદ નિર્મલ” 1ની માલા) આપે છે, તો બીજી કેટલીક પાંસઠ પદની માલા', તો કોઈક ‘પદ અઠોતરની માલા” આપે છે. ૧૯ સં. ૧૭૬ ૨માં નકલ થયેલી ૯૦ પદવાળી હસ્તપ્રત પણ મળે છે.૨૦ ૭૮ પદ આપતી હસ્તપ્રતનો
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy