SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા ૧૧૯ વલ્લભાચાર્યનો એ સમકાલીન ન હોય એટલે કે સોળમાં સૈકાના આરંભમાં એ વિદ્યમાન ન હોય એ સંભવિત છે. નરસિંહના સમય વિશે મુનશીની પૂર્વે આનંદશંકર ધ્રુવે ઊહાપોહ કર્યો હતો. આનંદશંકરે નરસિંહના ‘સુરતસંગ્રામ’માં રાધાની સખીઓ ચંદ્રાવલી, વિશાખા અને લલિતાનાં નામ આવે છે તે જયદેવના ગીતગોવિંદ'માં નથી તો નરસિંહમાં ક્યાંથી આવ્યાં એ પ્રશ્ન ઊભો કર્યો અને ચૈતન્યના શિષ્ય રૂપ ગોસ્વામીના સંસ્કૃત ગ્રંથ ‘ઉજ્વલનીલમણિ’માંથી એ નામો મળ્યાં હોય એમ સૂચવ્યું. રૂપ ગોસ્વામી ઈ. ૧૪૮૮ પછી થયા, રાધાની સખીઓનાં નામ ભવિષ્યોત્તર આદિ પુરાણમાંથી મળી શક્યાં હોય, પણ આનંદશંકર કહે છે, નરસિંહ મહેતાની આજ સુધી મનાતી તારીખમાં થોડાંક વર્ષનો ફેરફાર કરવો ઉચિત છે, કારણ કે ભવિષ્યોત્તરપુરાણના એક ખૂણામાંથી નરસિંહ મહેતાને એ નામ મળ્યાં હોય – જે નામ તે વખત સુધીના બીજા કોઈપણ પ્રસિદ્ધ સાહિત્યગ્રંથમાં ઊતરેલાં નથી એમ માનવા કરતાં એમના સમયમાં ચૈતન્યસંપ્રદાયે એ નામ પ્રસિદ્ધિમાં આણ્યાં હતાં અને ત્યાંથી એમને એ મળ્યાં એમ માનવું વધારે યોગ્ય છે.’૨૮ ‘સુરતસંગ્રામ’ તેમ જ ‘ગોવિંદગમન’ ‘પ્રાચીન કાવ્યમાળામાં નકલની નકલ ઉપરથી છપાયાં છે, હસ્તપ્રત કોઈને જોવા મળી નથી. ‘સુરતસંગ્રામ’ના ભાષાપ્રયોગો પ્રેમાનંદની શંકાસ્પદ કૃતિઓના પ્રયોગોની યાદ આપે છે. એ બે કૃતિઓ નરસિંહની હોવા વિશે શંકા છે. નરસિંહની ‘ચાતુરીઓ'માં રાધાની સખી તરીકે માત્ર ‘લલિતા’નું નામ છે. ગુજરાતમાં ચૈતન્ય (ઈં.૧૪૮૫-૧૫૩૩)ના સંપ્રદાયની અસર પૂર્વે ગોપાંગનાઓનાં નામ પ્રચારમાં છે. ઈ.૧૫૨૦માં ‘ભ્રમરગીતા’નો કવિ ચતુર્ભુજ ‘ચન્દ્રાઊલી’ નામ આપે છે. પુરાણોની જાણકારી ગુજરાતીમાં જૈન લેખકોમાં પણ જોવા મળે છે. ભવિષ્યોત્તરપુરાણ આદિની અસર નીચે ગોપીઓનાં નામ ગુજરાતમાં પ્રચારમાં હોય એમ માનવામાં હરકત નથી, એવો કેશવરામ શાસ્ત્રીનો અભિપ્રાય યોગ્ય લાગે છે.૨૯ આનંદશંકર પણ કહે જ છે કે આજ સુધી મનાતી આવેલી તારીખ અચળ માલુમ પડે તો ચૈતન્યને બદલે ભવિષ્યોત્તર પુરાણની કલ્પના કરીને નિર્વાહ કરવામાં બાધ નથી. ૩૦ નરસિંહરાવે વધુમાં નરસિંહમાં આવતા ‘વિઠ્ઠલ' શબ્દ તરફ અને મરાઠી હૈં, ચી વગેરે પ્રત્યય તરફ ધ્યાન ખેંચ્યું છે.૩૧ ‘વિઠ્ઠલ' શબ્દ ભીમ, માંડણ, ભાલણ, કેશવદાસ એ બધા કવિઓમાં મળે છે. અને વા. ી પ્રત્યય છેક ઈ. ૧૩૦૪ આસપાસના પેથડરાસ’માં (‘તમ્હચી પાય એ કમલ ભર...') જોવા મળે છે, ‘વિઠ્ઠલ’ શબ્દ કે વા. ની પ્રત્યયોને કારણે નરસિંહનો સમય ખસેડવાનો કોઈ પ્રશ્ન જ નથી.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy