SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૨, ખંડ - ૧ કવિતા ભલે જયદેવ-રંગી હોય. એને પ્રેમભક્તિની ઉચ્ચતર શુચિતર ભૂમિકા સુસાધ્ય છે. ‘હરિ દીઠડે, હરિ સરખા થઈએ અને જે દિન દેખું, તે દિન લેખું – એવો પ્રિયતમદર્શનનો એ મહિમા કરે છે. “જેણે, હરિ, તમ-શું ધરિયો નેહ, વિશરી ગયા તેને સકલ સનેહ જેવામાં પ્રેમભક્તિ એ વૈરાગ્યની પરિસીમાએ પહોંચાડનારી છે એમ એ કહે છે. નારસિયાચા સ્વામી એ રસ ઊંડો, ભરી લેવો ઘટ કાચે રે – એમ કહી પ્રેમભક્તિ એ અશારીર દિવ્ય રસ હોવાનું એ સૂચવે છે. પોતે પ્રેમભક્તિના રંગોમાં કેવો ચકચૂર છે અને દેહદશા ભૂલવામાં કેવો ધન્ય ધન્ય થઈ ગયો છે એ એના આનંદઉન્માદના “નરસૈયે રંગની રેલમાં દીધી, હરિ તાલી લીધી હાથ' એ ઉદ્ગારમાં પ્રતીત થાય છે. પ્રેમભક્તિનું શુદ્ધ અલૌકિક રૂપ નરસિંહમાં પ્રગટ થતું જોઈ શકાય છે, એ સાથે જ નરસિંહમાં પ્રેમભક્તિ કવિતા બનતી અનુભવાય છે. મધ્યકાળમાં આ દય વારંવાર જોવા મળતું નથી, નરસિંહની પહેલાં તો એ વિરલ છે. અદ્વૈતાનુભવની અષ્ટપદી કારકિર્દીના અંતભાગમાં નરસિંહ અદ્વૈતાનુભવના ગાન તરફ વળે છે તેમાં પરોક્ષ રીતે નામદેવનો પ્રભાવ હોય અને સંભવ છે કે જ્યેષ્ઠ સમકાલીન કબીરની–જેમણે પણ લીલાગાન કર્યું નથી તેમની પણ અસર હોય. - નરસિંહની ભક્તિચર્યાના – ભક્તિગાનના પ્રાસાદના કળશરૂપે “અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ થી જાગીને જોઉં તો જગત દીસે નહીં એ સહેજે આગળ તરી આવે એવા આઠેક પદોની અષ્ટપદી આવે છે. એના વગર કાંઈક અધૂરું લાગત. એ અષ્ટપદીમાં અવાજ પેલો શૃંગાપ્રીતિનો જ છે, એટલો જ આર્ટ્સ, એટલો જ આર્ત, પણ એ પ્રગલ્મ અને પ્રૌઢ બન્યો છે. રા' મંડલિકની સભામાં પોતાને “કામી લંપટ તરીકે ખડો કરવાનો પ્રસંગ બન્યો એમાં પોતે નિર્દોષ છૂટ્યો, બલકે પ્રભુના લાડીલા તરીકે બહાર આવ્યો. પણ શૃંગારભક્તિને નામે કામુકતાને છૂટો દોર મળ્યાના દાખલા એના અનુભવમાં નહીં જ આવ્યા હોય એવું ન બને. કબીર જેવાની વાણી તેને જે કાંઈ પહોંચી હશે તે નિર્ગુણ અંગેની જોવા મળી હશે - અને છતાં પરમ આકર્ષક અને તૃપ્તિકર લાગી હશે. રા' મંડલિકનું મૃત્યુ, ધર્માન્તર પહેલાં અથવા પછી, થયા બાદ નરસિંહ જૂનાગઢથી માંગરોળ જઈને રહ્યો એવી જનશ્રુતિ છે. ઇસ્લામી સંતોનો સંપર્ક પણ જીવનની સંધ્યાએ થયો હોય. ઉત્તરાવસ્થાનો બધો સંદર્ભ વિચારતાં નરસિંહની પ્રેમભક્તિની ચર્યાનું પરિણમન અદ્વૈતાનુભવમાં થાય છે એ ક્રમ સહજ અને સંગત બની રહે છે,
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy