SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા ૧૧૫ માદ્રિત્યર્ચ થતું મ: સૈવ સાથ નૈનં ૨:BUT[ – એવો છાંદોગ્ય ઉપનિષદમાં સૂર્યના શુભ્ર તેજ સાથે નીલ અને કૃષ્ણ પ્રકાશનો જે ઉલ્લેખ છે, તેની વાત નિવૃત્તિનાથે કૃષ્ણ-નળ શોભા વિકાસલી' આદિમાં કરી છે અને યોગી ડોળા પાહતી'—યોગીઓ આંખ વડે જુએ છે, એટલે ઉન્મની અવસ્થામાં હૃદયાકાશમાં આનંદમય નીલકૃષ્ણ તેજની-સગુણ સાક્ષાત્કારની અનુભૂતિ કરે છે એમ એ કહે છે. “હા પુરુષ કી નારી નચ્છે તો રૂપસયા ગોપિકા ભોગિતી કામરૂપે. નિવૃત્તીચે બ્રહ્મ કૃષ્ણનામ મેળે'-આદિ બાળક્રીડા પરના પોતાના ૨૯ અભંગોમાં નિવૃત્તિનાથ કહે છે કે જે પુરુષ અથવા સ્ત્રી નથી, તેને ગોપીઓ કામરૂપે ભોગવે છે, નિવૃત્તિનાથનો પરબ્રહ્મ જ કૃષ્ણરૂપે ખેલી રહ્યો છે. ગોપીઓ તે બાહ્ય વિષય તરફ દોડતી વૃત્તિઓ લેખાઈ છે, અને વિષયને છોડી જ્યારે તે અંતર્મુખ થાય છે અને અનાહત નાદરૂપી મુરલીરવથી ખેંચાઈ પરમાત્મા તરફ વળે છે ત્યારે તે પોતાના વિષયરૂપી પતિને છોડી પર પુરુષ તરફ વળી એવું રૂપક ભાગવતે રજૂ કર્યું છે. રાસક્રીડા એ પરબ્રહ્મરૂપી કૃષ્ણ અને તેમની આસપાસ ફરતી ઇંદ્રિયવૃત્તિઓનું રૂપક લેખાય છે. જ્ઞાનેશ્વર પણ ભાગવતના એ રૂપકને સ્વીકારે છે અને વ્રજાંગનાના કૃષ્ણવિષયક “વાલ્લભ'નોપ્રેમનો ઉલ્લેખ કરે છે, પણ કહે છે કે ઇન્દ્રિયવૃત્તિ (રૂપી ગોપીઓ) વિષયોને છોડીને પરબ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે (જ્ઞાનેશ્વરી ૯,૪૬૩-૪૬૫). શ્રી મો માટેએ દર્શાવ્યું છે કે ભાગવતકારે દશમસ્કંધ (અધ્યાય ૨૯-૩૨)માં રાસકીડાના વર્ણનમાં કૃષ્ણ હસ્તસ્પર્શ આલિંગન આદિ કામચેષ્ટાઓથી ગોપીઓનો મદનાગ્નિ પ્રજ્વલિત કરીને તેમને રમાડી એવું કહ્યું અને એને અનુસરીને ભક્તિમાર્ગના અનેક સંપ્રદાયોએ એ અવિવેક કર્યો અને તેનું ભારે દુષ્પરિણામ આવ્યું, પણ જ્ઞાનેશ્વરે એ અવિવેક કર્યો નહિ, કારણ કે મૂળ રૂપક એ વીસર્યા ન હતા. કૃષ્ણ-ગોપીનું કામવર્જિત દશાનું રૂપક નિવૃત્તિનાથ પાસેથી જ્ઞાનેશ્વરને, જ્ઞાનેશ્વર પાસેથી વિનોબા ખેચરને અને ખેચર પાસેથી નામદેવને મળ્યું હતું. નામદેવથી – નામદેવની રચનાઓથી નરસિંહ પરિચિત હોવા છતાં પ્રેમભક્તિશૃંગારભક્તિની મુખ્ય બાબતમાં નામદેવથી એ તદ્દન જુદો પડે છે, બીજા શબ્દોમાં, નામદેવની અસરનો મુખ્ય બાબતમાં જ અભાવ છે. નરસિંહનું દર્શન જુદું છે. પણ જયદેવ જેવાઓની અસર નીચે લેવાઈને સુરતસાધનાનાં-સુરતસંગ્રામનાં સ્થૂળ વર્ણનો એ આપે છે તેમાં લગામરૂપે પણ જો નામદેવ જેવાની (એમની દ્વારા નિવૃત્તિજ્ઞાનદેવની), ભાગવત કરતાં પણ વધુ પરિષ્કૃત એવી, દૃષ્ટિ અને વરી હોત તો એની શૃંગારભક્તિની કેટલીક કવિતા વાચ્યાર્થની વિરૂપતાઓમાંથી બચવા પામત. પ્રેમભક્તિનો માર્ગ નરસિંહે ખેડી જાણ્યો છે. એની, ખાસ કરીને આરંભની,
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy