SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૨, ખંડ - ૧ કરી છે. આ બધી કૃતિઓ એમણે તારંગાજી તીર્થની પાસે આવેલા ચાડા નામના ગામમાં કરી છે એવો તે દરેક કૃતિમાં નિર્દેશ છે. શ્રીસાર ચોપાઈની રચના કર્યા પછી બીજી પાંચે રાસ-કૃતિઓની રચના એમણે એક જ વર્ષમાં ઈ.સ. ૧૫૮૮માં કરી છે. એટલે આ કવિએ આ પછી પણ બીજી ઘણી કૃતિઓની રચના કરી હોવાનો સંભવ છે, જે કાં તો લુપ્ત થઈ હોય અથવા વણનોંધાયેલી ક્યાંક રહી હોય. ગુણવિનય ખરતરગચ્છના ક્ષેત્રશાખાના જયસોમ ઉપાધ્યાયના શિષ્ય કવિ ગુણવિનય સંસ્કૃતના વિદ્વાન પંડિત અને સમર્થ ટીકાકાર હતા. એમણે ગુજરાતીમાં પણ સંખ્યાબંધ કૃતિઓની રચના કરી છે. એ કૃતિઓની પદાવલીમાં એમની સંસ્કૃત ભાષાની સજ્જનતાનો પ્રભાવ પડેલો છે. કર્મચંદ્ર વંશાવલી પ્રબંધ', “અંજનાસુંદરી પ્રબંધ, જંબૂરાસ', “કલાવતી ચોપાઈ', ‘જીવસ્વરૂપ ચોપાઈ', ‘નળ-દમયંતી પ્રબંધ', પ્રશ્નોત્તર માલિકા', ધન્નાશાલિભદ્ર ચોપાઈ', મૂલદેવ-કુમાર ચોપાઈ', ‘અગડદત રાસ', અલ્પકમત-તમોદિનકર ચોપાઈ', તપા-એકાવન બોલ ચોપાઈ', “રંગ જિનસ્તવન', દુમુહ પ્રત્યેક બુદ્ધ ચોપાઈ', ગુરુપટ્ટાવલી’, ‘બારવ્રત જોડી,” શત્રુજ્ય ચૈત્યપરિપાટી સ્તવન', “અંચલમત સ્વરૂપ વર્ણન' ઇત્યાદિ એમની કૃતિઓ ઉપલબ્ધ છે. કવિએ ઘણીખરી કૃતિઓમાં પોતાની ગુરુપરંપરા સુપ્રસિદ્ધ યુગપ્રધાન આચાર્ય જિનચંદ્રસૂરિથી જણાવી છે, અને ઘણીખરી કૃતિઓમાં એની રચના સાલનો નિર્દેશ પણ કર્યો છે. ઈ.સ. ૧૬ ૨૧માં લુપક મતતમો-દિનકર ચોપાઈની રચના કરી તેટલા ગાળામાં એકવીસ જેટલી ગુજરાતી અને બારેક જેટલી સંસ્કૃતમાં એમણે રચના કરી છે. ઈ.સ.ના સોળમા સૈકાના ઉત્તરાર્ધમાં આ ઉપરાંત બીજા સંખ્યાબંધ જૈન કવિઓએ રાસ, ફાગુ, પ્રબંધ, સ્તવન, સઝાય, પૂજા ઈત્યાદિ કૃતિઓની રચના કરી છે, જેમાંની ઘણીખરી હજુ અપ્રસિદ્ધ રહી છે. એવી કૃતિઓમાંની કેટલીક મહત્ત્વની નીચે પ્રમાણે છે : (૧) સુમતિ મુનિકૃત અગડદર રાસ, (૨) દર્શન કવિકૃત ચંદ્રાયણો રાસ, (૩) જગાઋષિકૃત ‘વિચારમંજરી” (૪) પુયસાગરકૃત સુબાહુ સંધિ, (૫) વિમલચરિત્ર કૃત રાજસિંહ રાસ, (૬) રાજપાળકૃત જંબૂકુમાર રાસ, (૭) હર્ષવિમલકત બાવ્રત સજઝાય (૮) પ્રમોદશીલત શ્રી સીમંધર જિનસ્ત્રોત્ર વીરસેના સજઝાયઃ ખંધસૂરિ સજઝાય (૯) સહજરત્નકૃત વૈરાગ્યવિનતિ, વિહરમાન સ્તવન (૧૦) દેવગુપ્તસૂરિ શિષ્યકૃત અમર મિત્રાનંદ રાસ (૧૧) હેમરાજકૃત ધનારાણ (૧) પ્રીતિવિજય કૃત બાવ્રત રાસ (૧) હર્ષરાજકૃત સુરસેન રાસ (૧૪) લાવણ્યકીર્તિકૃત રામકૃષ્ણ ચોપાઈ : ગજસુકમાલ રાસ (૧૫) વિનયસાગરકૃત સોમચંદ રાજાની ચોપાઈ : ચિત્રસેન પદ્માવતી
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy