SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય -૧ (ઈ.સ. ૧૪૫૦ -૧૬૦0) પ્રકારની કૃતિઓની રચના કરી છે. માલદેવ અને એમના ગુરુનો વિહાર સિંધ, પંજાબ અને રાજસ્થાનમાં વિશેષ રહેલો જણાય છે. માલદેવની કૃતિઓમાં અત્યારે ઉપલબ્ધ છે : (૧) પુરંદરકુમાર ચોપાઈ, (૨) ભોજપ્રબંધ, (૩) વિક્રમચરિત્ર પંચદંડકથા, (૪) દેવદત્તચોપાઈ, (૫) અગ્નિરથ ચોપાઈ, (૬) સુરસુંદરી ચોપાઈ, (૭) વીરાંગદ ચોપાઈ, (૮) માલદેવ શિક્ષા ચોપાઈ, (૯) સ્થૂલિભદ્ર ફાગ, (૧૦) રાજુલ-નેમિનાથ ધમાલ અને (૧૧) શીલબત્રીસી. આમાંની ઘણીખરી કૃતિઓ હજુ અપ્રસિદ્ધ રહી છે. માલદેવની કૃતિઓ કદમાં મોટી છે. એની ભોજપ્રબંધ’ અને ‘વિક્રમચરિત્ર પંચદંડકથા' નામની કૃતિઓ તો લગભગ પંદરસો કરતાંયે વધુ કડીમાં લખાયેલી છે અને દેવદત્ત ચોપાઈ”, ‘વીરાંગદ ચોપાઈ’ ઇત્યાદિ કૃતિઓ પાંચસો કરતાં પણ વધુ કડીમાં લખાયેલી છે. માલદેવ પાસે કથા-નિરૂપણની સારી શક્તિ જણાય છે. વળી ઉપમા અને દૃષ્ટાન્ત તેઓ વારંવાર પ્રયોજે છે એટલે એમની વાણી પણ અલંકૃત બને છે. દુહા સોરઠામાં પ્રયોજેલી એમની કેટલીક પંક્તિઓ તો સુભાષિત જેવી બની ગઈ છે. જયરંગ કવિએ સં. ૧૭૨૧માં પોતાના ‘યવન્ના રાસ'માં માલદેવની પંકિતઓ ટાંકી છે, જે માલદેવની પંક્તિઓની લોકપ્રિયતા દર્શાવે છે. માલદેવની એ પ્રકારની પંક્તિઓનાં થોડાં ઉદાહરણો જુઓ : પ્રીતિ નહિ જોબન વિના, ધન બિનુ નાહીં ઘાટ, માલ ધર્મ બિનુ સુખુ નહીં, ગુરુ બિનુ નાહીં વાટ. (ભોજપ્રબંધ) મુઓ સુત ખિણ ઈક દહે, વિનુ જાયો કૃતિ તેઉ, દહે જન્મ લગુ મુઢ સુત, સૌ દુઃખ સહીઈ તેઉ. પુરંદરકુમાર ચોપાઈ) ગુણસમુદ્ર સદ્ગુરુ વિના, શિષ્ય ન જાણઇ મર્મ, બિનુ દીપકિ અંધાર માંહિ, કરિ સક્રિય કિઉં કર્મ.(વિક્રમચરિત પંચદંડકથા) વરત ભલી જઈ આપણી, ગ્રાહક તઉ જગુ હોઉ, ખોટઉ નાણઉ આપઉ, તઉ તસ લેઈ ન કોઈ. ૧૦૧ (દેવદત્તચોપાઈ) પદ્મસુંદર લિવંદણિકગચ્છના માણિકયસુંદરના શિષ્ય પદ્મસુંદર ઉપાધ્યાય ઈ.સ. સોળમા શતકના ઉત્તરાર્ધમાં વિદ્યમાન હતા. એમણે કેટલીક રાસકૃતિઓની રચના કરેલી મળે છે. એમનો રચનાકાળ, ઉપલબ્ધ કૃતિઓને આધારે, ઈ.સ. ૧૫૮૬થી ઈ.સ. ૧૫૯૧ સુધીનો મનાય છે. એમણે શ્રીસાર ચોપાઈ’ (ઈ.સ. ૧૫૮૬), ‘શ્રીપાલ ચોપાઈ' (ઈ.સ. ૧૫૮૮), ‘રત્નમાલા રાસ’(ઈ.સ. ૧૫૮૮), ‘કથાચૂડ ચોપાઈ' (ઈ.સ. ૧૫૮૮), ‘ઈશાનચંદ્ર વિજ્યા ચોપાઈ' (ઈ.સ. ૧૫૮૮) અને ‘શ્રીદત ચોપાઈ' (ઈ.સ. ૧૫૮૮) ની રચના
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy