SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૨,ખંડ - ૧ નંદનકું તિસલા હુલાવંઈ પૂતાં મોહ્યા ઇદારે, તુઝ ગુણ લાડકડાના ગાવતિ, સુરનરનારિના વૃંદા રે. સકલચંદ્ર ઉપાધ્યાય સંસ્કૃતના વિદ્વાન પંડિત હતા. એમણે સંસ્કૃતમાં પ્રતિષ્ઠાકલ્પ' નામની કૃતિની રચના કરી છે. એમની ગુજરાતી કૃતિઓમાં પણ ક્યાંક ક્યાંક એમણે સંસ્કૃતમાં શ્લોક રચીને મૂકેલા છે. સાધ્વી શ્રી હેમશ્રી જૈન સાધુકવિઓએ ગુજરાતી ભાષામાં બારમાથી અઢારમા સૈકા સુધીમાં એટલું બધું સાહિત્ય લખેલું છે કે એ બધું મુદ્રિત થઈ પ્રકાશમાં આવતાં પણ ઘણાં વર્ષો લાગશે. જૈન સાધુઓના પ્રમાણમાં સાધ્વીઓની કૃતિઓ ખાસ જોવા મળતી નથી. ઈ.સ.ના સોળમા સૈકાના અંતભાગમાં રચાયેલી એક કૃતિ જોવા મળે છે અને તે છે સાધ્વીશ્રી હેમશ્રીકૃત કનકાવતી આખ્યાન'. વડતપગચ્છના ધન્યરત્નસૂરિના શિષ્ય સુપ્રસિદ્ધ કવિ નયસુંદરની આ શિષ્યાએ ઈ.સ. ૧૫૮૮માં આ કૃતિની રચના કરેલી છે. વૃધ તપાગચ્છ-મંડન દીનકર, શ્રી ધનરત્નસૂરીરાય, અમરરત્ન સૂરિ પાટપટોધર, ભાનુમેરુ શિષ્ય કહેવાય, ગુણગણધર મંડિત વઈરાગી, નયસુંદર રષિરાય, વાચક માંહિ મુખ્ય ભણી જઈ, તસ સિપ્પણી ગુણ ગાય, કથામાંઈ કહઈ રસાલુ, કનકાવતી સંબંધ, કનકાવતી આખ્યાન રચઉ મઈ, સૂઅણાં સરસ સંબંધ. ૩૬ ૭ જેટલી કડીમાં રચાયેલી આખ્યાન નામની આ રાસકૃતિમાં કવયિત્રીએ સરસ્વતી દેવી અને જિનેશ્વર ભગવાનને નમસ્કાર કરી કનકાવતીના વૃત્તાન્તનું નિરૂપણ કર્યું છે. આ કૃતિ હજુ અપ્રસિદ્ધ છે. રાજપુત્રી કનકાવતીને માથે બાલ્યકાળથી જ કેવાં કેવાં સંકટો આવી પડે છે, એક રાજપુત્ર અજિતસેનનો એને કેવી રીતે મેળાપ થાય છે, બંને કેવી રીતે વિખૂટાં પડે છે અને ફરી પાછાં મળે છે, અને અનેક વર્ષ રાજ ભોગવી દીક્ષા લે છે એ કથાનું અદ્દભુતરસિક આલેખન આ રાસમાં કરવામાં આવ્યું છે. માલદેવ ઈ.સ.ના સોળમા સૈકાના અંતભાગમાં થયેલા આ કવિ વડગચ્છના પુણ્યપ્રભસૂરિના શિષ્ય ભાવદેવસૂરિના શિષ્ય હતા. કવિ ઋષભદાસે પોતાના પુરોગામી વિદ્વાન કવિઓના કરેલા નામોલ્લેખમાં માલદેવનો પણ નિર્દેશ છે. માલદેવે રાસ, ફાગુ. પ્રબંધ ઇત્યાદિ
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy