SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય -૧ (ઈ.સ. ૧૪૫૦-૧૬૦૦) ૯૯ મિત્ર લાડજી સુણિવા કાજી, વાંચી કથા વિડાલંબી રાજી, કહઈ વાચક મંગલમાણિક્ય, અંબડ કથા રસઈ અધિકય, તે ગુરુકૃપા તણો આદેશ, પૂરા સાત હૂઆ આદેશ. સકલચંદ્ર ઉપાધ્યાય ઈ.સ. સોળમા શતકના ઉત્તરાર્ધમાં અને સત્તરમા શતકના પૂર્વાર્ધમાં વિદ્યમાન કવિ સકલચંદ્ર ઉપાધ્યાય પોતાની કૃતિઓમાં સુપ્રસિદ્ધ અકબર પ્રતિબોધક હીરવિજસૂરિને પોતાના ગુરુ તરીકે ઓળખાવે છે, પરંતુ કોઈ વખત પોતાને વિજયદાનસૂરિના શિષ્ય તરીકે પણ ઓળખાવે છે. એટલે વિજયદાનસૂરિ એમના દીક્ષાગુરુ હોવાનો સંભવ છે. કવિ સકલચંદ્ર ઉપાધ્યાયે “મૃગાવતી આખ્યાન', “વાસુપૂજ્ય જિન પુણ્યપ્રકાશ રાસ ઉપરાંત “સાધુવંદના', “સતરભેદી પૂજા', “એકવીસ પ્રકારી પૂજા', “બાર ભાવના', સજઝાય', ‘વીર વર્ધમાન જિનવેલિ', “ગણધરવાદ સ્તવન', “સાધુકલ્પલતા', “મહાવીર હીંચસ્તવન', “ઋષભ સમતા સરલતા સ્તવન', “વીરજિત સ્તવન', “કુમતિદોષ વિજ્ઞાપ્તિકા', “શ્રી સીમંધર સ્તવન’, ‘ગૌતમપૃચ્છા', વરસ્વામી સઝાય', હીરવિજયસૂરિ દેશના સુરવેલિ’, ‘મુનિશિક્ષા સઝાય', “ચતુર્વિશતિ સ્તવન', પાર્શ્વનાથ સ્તવન ઈત્યાદિ ઘણી લઘુ કૃતિઓની રચના કરી છે. કવિની મોટી કૃતિઓમાં ચેટક રાજાની પુત્રી સુપ્રસિદ્ધ સતી મૃગાવતીના ચરિત્ર વિશેની કૃતિ મૃગાવતી આખ્યાન' છે. દુહા, ચોપાઈ, અને ભિન્ન ભિન્ન દેશીઓની ઢાળની ૭૨૫ જેટલી કડીમાં લખાયેલી આ રાસકૃતિ માટે કવિએ પોતે “આખ્યાન' શબ્દ પ્રયોજેલો છે. મૃગાવતી સુરતી આખ્યાન, શીલ રખોપા કીજેજી, સતી સવે નિતુ સુણ્યો ભણ્યો, હીરવિજય ગુરરાજઈજી. કવિની આ કૃતિ સિવાય બીજી કૃતિઓ જોતાં જણાય છે કે કવિએ રાસ કરતાં સ્તવન, સઝાય, પૂજા, ઈત્યાદિ પ્રકારની લઘુ કૃતિઓની રચના વિશેષ કરી છે. કવિ પોતે સંગીતના સારા જાણકાર હતા અને આ પ્રકારની લઘુકૃતિઓમાં સંગીતની જાણકારી વિશેષ જરૂરી હોય છે. કવિની ભાષામાં લયમાધુર્ય અને પ્રાસાદિકતા જોઈ શકાય છે. “એકવીસ પ્રકારી પૂજાને અંતે કળશની પંક્તિઓ જુઓ : ગુણિયો શુણિયો રે, પ્રભુ ચિત અંતરમેં યુણિયો. ત્રણ્ય ભુવનમાં નહીં તુજ તોલે, તે મેં મનમાં ધરિયો રે. વીર વર્ધમાન જિનવેલિ'માં આરંભની આશાઉરી રાગની પંક્તિઓ જુઓ :
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy