SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ છ મહિના પૂરા થવા આવતાં મુનિવર રૂપચંદ સંલેખના કરી, આયુષ્યપૂર્ણ કરી સ્વર્ગે સિધાવ્યા. કવિએ આ કથાનકને રસિક બનાવવા વર્ણનો, અલંકારો, સુભાષિતો ઇત્યાદિ ઉપરાંત એમાં કેટલીક આડકથાઓ પણ નિરૂપી છે. આ કથા મૌલિક છે, પરંતુ કેટલાંક કથાઘટકો કવિએ બીજેથી લીધેલાં જણાય છે. કવિએ રાસને અંતે પોતે કહ્યું છેઃ કેતો ચિરત્ર માંહેલો ચરી, કેતો કહ્યો સ્વબુદ્ધે કરી, કેતી વાત સુણી તે કહી, અધિકું ઓછું ખામું સહી. શૃંગા૨૨સનું નિરૂપણ પણ કવિએ ઠીક ઠીક કર્યું છે. તેમ છતાં કવિનો આશય કૃતિને શાંતપર્યવસાયી બનાવવાનો છે એ સ્પષ્ટ છે. કવિ પોતે કહે છે : “પ્રથમ શૃંગાર રસ થાપિયો, છેડો શાંત ૨સે વ્યાપિયો'. કવિ નયસુંદરકૃત ‘રૂપચંદકુંવર રાસ’ આપણા સમગ્ર રાસ-સાહિત્યની એક મહત્ત્વની કૃતિ બની રહે છે. મંગલમાણિક્ય આગમ બિડાલંબ ગચ્છના મુનિરત્નસૂરિની પરંપરાના ભાનુભટ્ટના શિષ્ય કવિ મંગલમાણિક્યે રચેલી બે રાસકૃતિઓ ઉપલબ્ધ છે, જે બંને હજુ અપ્રકાશિત છે. એમણે ઈ.સ. ૧૫૮૨માં ઉજ્જયિની નગરીમાં વિક્રમરાજ અને ખાપ૨ ચોરનો રાસ'ની રચના કરી છે. વિક્રમ વિશે જે જુદી જુદી ગદ્યકથાઓ અને રાસ લખાયેલા છે તેનો અભ્યાસ કરી કવિએ આ વી૨૨સપ્રધાન કૃતિની રચના કરી છે એમ પોતે નિર્દેશ કર્યો છે : વિક્રમ સિંહાસન છઈ બત્રીસ, કથા વૈતાલીણી પંચવીસ, પંચદંડ છત્રની કથા, વિક્રમચરિત્ર લીલાવઈ કથા, પ્રવેસપરકાયની વાત, સીલમતી ખાપરની ખ્યાતિ, વિક્રમપ્રબંધ અછઈ જે ઘણા, કહઈતા પાર નહી ગુણા, ઇતિ ઉમાહુ અંગિતું ધરી ગુરુ કવિ સંત ચરણ અણુસરી, ગદ્યકથા રાસ ઉદ્ધર, રચિઉ પ્રબંધ વી૨૨સ સાર. આ રાસની રચના કર્યા પછી કવિએ એ જ વર્ષે ઉજ્જયિનીમાં ચાતુર્માસ દરમિયાન ‘અંબડ કથાનક ચોપાઈ'ની રચના પણ શરૂ કરી દીધી હતી, જે પછીના વર્ષમાં પૂર્ણ કરી હતી. સાત આદેશ'માં રચાયેલી ભિન્ન ભિન્ન રસ નિરૂપતી આ રાસકૃતિ કવિએ પોતાના મિત્ર લાડજીને સંભળાવવા માટે રચી હતી, એવો પોતે રાસમાં જુદે જુદે સ્થળે નિર્દેશ કર્યો છે.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy