SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૨, ખંડ - ૧ જાણી શકાતી નથી. આ રાસમાં કવિએ ચિતોડના રાણા ખુમાણ અને તેના વંશજોનો ઇતિહાસ ચારણશાહી પદ્ધતિએ વર્ણવ્યો છે. જૈન સાધુ કવિઓએ ક્યારેક આવી પ્રશસ્તિના પ્રકારની રાસ કૃતિની પણ ર૫ના કરી છે તે આ રાસ પરથી જોઈ શકાય છે. કવિનાં કેટલાંક વર્ણનો જનમનરંજનાર્થે થયેલાં હોય એમ જણાય છે. આરંભમાં કવિ ગણેશને પણ વંદન કરે છે, જે પ્રકારની સ્તુતિ સામાન્યણે જૈન કવિઓની કૃતિઓમાં જવલ્લે જ જોવા મળે છે. શિવ સુત સુંઢાલો સબલ, સેવે સુરેશ, વિઘન વિદારણ વરદીયણ ગવરીપુત્ર ગણેશ. અન્ય કવિઓ ઈ.સ. ૧૪૫૦ થી ૧૫૫૦ સુધીનાં સો વર્ષના આ ગાળામાં બીજા સંખ્યાબંધ કવિઓએ રાસ, ફાગુ, વિવાહલો, પ્રબંધ, સ્તવન, સજઝાય ઈત્યાદિ પ્રકારની કૃતિઓની રચના કરી છે, જેમાંની જવલ્લે જ થોડી કૃતિઓ હજુ પ્રકાશિત થઈ છે. આ કવિઓ અને એમની કૃતિઓમાં નોંધપાત્ર તે આ મુજબ છેઃ (૧) સાધુમેરુકૃત - પુણ્યસાર રાસ (૨) સંઘવિમલ (અથવા શુભશીલકૃત) સુદર્શન શ્રેષ્ઠિનો રાસ (૩) સંઘકલશકૃત સમ્યકત્વ રાસ (૩) અજ્ઞાતકૃત ઋષિદના રાસ (૫) આનંદ મુનિકત ધર્મલક્ષી મહત્તરા ભાસ (૬) શુભશીલગણિત પ્રસેનજિત રાસ (૭) ઉદયધર્મકૃત ઉપદેશ માલા કથાનક (૮) રત્નશખરકૃત રત્નચૂડ રાસ (૯) કલ્યાણસાગરકૃત અગડદા રાસ (૧૦) આણદમેરુકૃત કાલકસૂરિ ભાસ (૧૧) અતિશેખરકૃત ધન્નારાસ, કુરગડુ મહર્ષિ રાસ, મહયણરેહા સતી રાસ, ઈલાપુત્ર ચરિત્ર (૧૨) જિનવર્ધનત ધનારાસ (૧૩) આજ્ઞા સુંદરકત વિદ્યાવિલાસ ચોપાઈ (૧૪) વિનયચંદ્રકૃત જંબૂસ્વામીનો રાસ (૧૫) લક્ષ્મીસાગર કૃત વસ્તુપાલ તેજપાલ રાસ (૧૬) રાજતિલકગણિકૃત શાલિભદ્ર રાસ (૧૭) રત્નસિંહ શિષ્યત જંબૂસ્વામી રાસ (૧૮) મલયચન્દ્રકૃત સિંહાસન બત્રીસી (૧૯) ભક્તિવિજયકૃત ચિત્રસેન પદ્માવતી રાસ (૨૦) પેથોસ્કૃત પાર્શ્વનાથ દશભવ વિવાહલો (૨૧) લક્ષ્મી રત્નસૂરિકૃત સુરપ્રિયકુમાર રાસ, આઠ કર્મ ચોપાઈ (રર) સોમચંદ્રકૃત કામદેવનો રાસ, સુદર્શન રાસ (ર૩) જ્ઞાનસાગરકૃત સિદ્ધચક્ર રાસ (શ્રીપાલ રાસ) (૨૪) મંગલધર્મકૃત મંગલકલશ રાસ, (૨૫) જિનરત્નસૂરિકૃત મંગલકલશ રાસ (૨૬) પુણ્યનંદિકૃત રૂપકમાલા (૨૭) દેવપ્રભગણિકૃત કુમારપાલ રાસ (૨૮) ઉદયધર્મકૃત મલયસુંદરી રાસ, કથાબત્રીસી (૨૯) ખેમરાજકૃત શ્રાવકાચાર ચોપાઈ. ઈખકારી રાજા ચોપાઈ (૩૦) સંવેગસુંદરત સારશિખામણ રાસ (૩૧) હેમવિમલસૂરિકૃત મૃગાપુત્ર ચોપાઈ (૩૨) જયવલ્લભકૃત શ્રાવક બારવ્રત રાસ,
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy