SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય -૧ (ઈ.સ. ૧૪૫૦-૧૬૦૦) ૮૭ વિનયદેવસૂરિએ ૩૮૯ કડીમાં રચેલી સુદર્શનશેઠ ચોપાઈમાં અનેક યાતના અને કસોટીઓમાંથી શુદ્ધ સ્વરૂપે પસાર થનાર સુદર્શન શેઠ પ્રત્યે રાજ્યના પુરોહિતની પત્ની આકર્ષાઈ હતી. પરંતુ તે તેને મેળવવામાં નિષ્ફળ ગઈ એટલે એણે રાણીને ઉશ્કેરી. રાણી પણ સુદર્શનને આકર્ષવામાં નિષ્ફળ ગઈ એટલે એણે સુદર્શન પર ખોટું આળ ચડાવ્યું અને રાજાને ભંભેર્યો. એટલે રાજાએ સુદર્શનને શૂળીએ ચડાવવાનું નક્કી કર્યું. એ સમયે સુદર્શનની સતી જેવી પત્ની મનોરમાએ જિનેશ્વર ભગવાનનું ધ્યાન ધર્યું. એવામાં રાજાને સાચી વાતની ખબર પડી ગઈ અને સુદર્શન શેઠને શૂળીએ ન ચડાવ્યા. પરંતુ આ ઘટનાથી સુદર્શન શેઠને વૈરાગ્ય થયો અને એમણે દીક્ષા લીધી. તેઓ સુદર્શન મુનિ બન્યા. સાધુ અવસ્થામાં પણ એમની ઘણી કસોટી થઈ, પણ તેમાંથી પણ તે પાર પડ્યા. છેવટે કેવળજ્ઞાન પામી તેઓ મોક્ષે સિધાવ્યા. આ પ્રસંગે શીલનો ઉપદેશ આપતાં કવિ લખે છે : સહ્યા પરીસહ અતિ ઘોર, સુદરશણ મહા મુનિ, કાયા કરમ કોર, શીલ પાલી શિવપુર ગયા. એસો શીલ નિધાન, ભવિયણ હિત કરી આદરો, જયો જાઓ નિર્વાણ દેવલોક મેં સાંસો નહી, એ ખટ દરસણમાંહિ શીલ અધિકો વખાણીયો, તપ સંજમ ખેરુ થાય શીલ વિના એક પલકમાં. આ ઉપરાંત આ કવિએ ઈ.સ. ૧૫૪૧માં ચાર પ્રત્યેક બુદ્ધ ચોપાઈ, ઈ.સ. ૧૫૫૬માં નાગિલ-સુમતિ ચોપાઈ, ઈ.સ. ૧૫૭૮માં ભરત-બાહુબલિ રાસ તથા અજાપુત્રરાસની રચના કરી છે. એમની ઈતર કૃતિઓમાં સુધર્મગચ્છ પરીક્ષા, અઢાર પાપસ્થાન પરિહાર ભાષા, નેમિનાથ ધવલ, ઉત્તરાધ્યયન ૩૬ અધ્યયન ગીત, સુપાર્શ્વજિન વિવાહલો, સાધુવંદના, શાંતિનાથ વિવાહલો, વાસુપૂજ્ય સ્વામી ધવલ, જિનરાજનામ સ્તવન, અંતકાલ આરાધના ફલ, પ્રથમ આસ્રવધર કુલક, જિનપ્રતિમા સ્થાપના પ્રબંધ, અષ્ટકર્મવિચાર, સૈદ્ધાત્ત્વિક વિચાર, ઈત્યાદિ સંખ્યાબંધ બીજી કૃતિઓ રચી છે અને સંસ્કૃતમાં પ્રજ્ઞપ્તિસૂત્ર ઉપર ટીકા અને પાખી સૂત્રવૃત્તિની રચના પણ કરેલી છે. ઘેલતવિજય તપગચ્છના સુમતિસાધુની પરંપરામાં પદ્મવિજયના પ્રશિષ્ય શાંતિવિજયના શિષ્ય દોલતવિજયે ખુમાણ રાસની રચના કરી છે. રાસમાં કવિએ રચનાતાલનો નિર્દેશ કર્યો હશે પરંતુ તેની એક માત્ર મળતી પ્રત અપૂર્ણ હોવાથી તે સાલ ચોક્કસપણે
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy