SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ ૨, ખંડ - ૧ અને આ જુઓ એકાદશવચનદ્રાંત્રિશિકાની કળશની પંક્તિઓ :સેવા કરયંઈ ભવજલ તરિકંઈ ધરિયંઇ હિડંઈ ગુરુ વયણ. પરમારથ ગ્રહિયં શિવસુખ લહીંછ રહિયંઇ આદર જિનશરણે ઈગ્યાર પદારથ ભાખ્યા સમરથ સાંજલિ ભવિયણ સર્વાહિયે, જે થાઈ ઇકચિત પામઈ સમકિત શ્રી પાસચદ્ર ઈણિ પરિ કહએ. વિનયદેવસૂરિ સોલંકી રાજા પઘરાય અને સીતાદેના પુત્ર બ્રહ્મકુંવરનો જન્મ ઈ.સ. ૧૫૧રમાં માલવાના આચણોઠ ગામમાં થયો હતો. દીક્ષા પછી વિનયદેવસૂરિ થયેલા આ કવિ પોતાની કૃતિઓમાં પોતાનો નામોલ્લેખ “બ્રહ્મ'ના નામથી ઘણીવાર કરે છે. બ્રહ્મકુંવર પોતાના મોટા ભાઈ ધનરાજ સાથે દ્વારકાજીની જાત્રા કરી ગિરનાર ગયા ત્યાં તેમણે અને તેમના મોટાભાઈએ રંગમંડણ ઋષિ પાસે દીક્ષા લીધી. તેઓ બ્રહ્મમુનિ (બ્રહ્મઋષિ) બન્યા. પાર્શચન્દ્રસૂરિના ગુરુના ગુરુ પુણ્યરત્ન પાસે દીક્ષા લેનાર બરદરાજ ઋષિનો જે પાછળથી વિજયદેવસૂરિ થયા) મેળાપ બ્રહ્મ ઋષિને પાટણમાં થયો અને પછી તેઓ તેમની સાથે દક્ષિણમાં ઘણે સ્થળે વાદમાં જીત્યા. આચાર્યપદ મળ્યા પછી તે વિનયદેવસૂરિના નામથી ઓળખાયા. તેઓ એક મહાન આચાર્ય હતા અને એમણે કેટલાક સૈદ્ધાત્તિક મતભેદને કારણે સુધર્મગચ્છના નામથી પોતાનો જુદો ગચ્છ સ્થાપ્યો હતો. તેઓ ઈ.સ. ૧૫૯૦માં બરહાનપુરમાં કાળધર્મ પામ્યા હતા. એમના એક શિષ્ય મનજીઋષિએ ઈ.સ. ૧૫૯૦માં વિનયદેવસૂરિ રાસની રચના કરી છે, જેમાં તેમના જીવન અને કાર્યની સવિગત માહિતી આપી છે. વિનયદેવસૂરિએ રાસ, ચોપાઈ, વિવાહલો, ધવલ, સ્તવન, ઇત્યાદિ પ્રકારની કૃતિઓની રચના કરી છે. એમણે ઈ.સ. ૧૫૩૭માં સુસઢ ચોપાઈની ૨૪૩ કડીમાં રચના કરી છે, જેમાં સુસઢનું કથાનક વર્ણવવામાં આવ્યું છે. આ કથાનક મહાનિશીથ સૂત્રમાં આવે છે. સુસઢ એક બ્રાહ્મણીનો પુત્ર હતો. જન્મસમયે જ માતા ગુમાવતાં તે એક કુંભારને ઘેર ઊછર્યો હતો. એણે યુવાનવયે દીક્ષા લીધી હતી, પરંતુ તેનાથી સંયમનું પાલન થઈ શકતું નહોતું એટલે ગુરુએ એને ગચ્છ બહાર કાઢ્યો હતો. રાસને અંતે કવિ ઉપદેશ આપતાં કહે છે કે રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરતાં કોઈક એક સજા થાય છે, પરંતુ જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરતાં ભવોભવ અનેક દુઃખ ભોગવવાં પડે છે. નરપતિ આણા ભંજતા, લભઈ નિગ્રહ એક, જિન આણાં ભંજલઈ સહઈ, પરભવ દુઃખ અનેક.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy