SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ લૌકિક કથા આદિ ૨૫૯ અને ચોટદાર સંવાદોનો પૂરો ખ્યાલ આ સંક્ષિપ્ત સાર ઉપરથી વાચકને ભાગ્યે આવે. એમાંથી બેત્રણ નમૂના જોઈએ. પ્રભુવત્સના રાજકુલનું દુહાબદ્ધ વર્ણન : બંધી તલીયા તોરણહ, ગૂડીય વન્નરવાલિ; દિસઈ દીવાલી તણા ઉચ્છવ હુઈ અગાલિ. પંચશબ્દ નિનાદ રસિ વાવી વાજંતિ; પડસદે પૂરી ભુવણ ગયÍગણિ ગર્જતિ. વિપ્ન વેઅધુણિ ઉચ્ચર ઇં, કોઈ સુકવિ કઈવાર; રાયંગણિ રાજા તણાં મિલિયા ગ્રૂણહાર. વરમંડપિ મંડિય ગજર, વજ્જઈ નાચિણિ ચંગ. કિહિં કપડ, કિહિ દિઈ કણય, કિહિ કેકાણ કચ્છાહિ ; ધન દેવંતો કિલકિલઈ, પહુવચ્છ મનમાંહિ” (કડી ૭૯-૮૩) વરયાત્રાના વર્ણનમાં ગીત અને છંદની સંસૃષ્ટિનો નમૂનો જુઓ : આસણ તણી અણાવિલ એ, નરવરિઇ તરલ તુરંગ, એ સખી! સાહણપતિ પહુલાણવિલ એ, પલાણિ પતંગ, તીણઈ વરરાઉ ચડાવિક એ. ચડંતિ લેવિ જે જાંતિ, તે તુરંગ આણીઉં, જે સુદ્ધ ખિત્ત સાલુહુરૂ લક્ષણે વખાણિી; પાયાલિ હુંતિ કીઅયઉ, હો મહીય આસખે, સોહતિ સદયવત્સ વીર, તે તુરંગ આસણે. ચિહું દિસિ ઐરિ ચમર ઢલઈ એ-આ-આ, સિર વરિ એ સોહઈ છત્ર, વિપ્ર વય-ધુનિ ઉચ્ચરઈ એ-આ-આ; આગલિ એ નાનાવિધ પાત્ર, બહુ બંદિશ કલરવ કરઈ એ. કરંતિ બંદિશા અણિક, મંગલિક્ક માલય, વિચિત્ત નૃત્તિ પત્ર પાઉ, રાગ રંગ તાલય; ચડી તુરંગિ, ચંગી અંગિ, સાર સુંદરી રસે, તિ ચાલવંતિ, નારિ ધ્યારિ, ચામર ચિહું દિસે. (કડી ૩૧૭-૩૨૦) કાષ્ઠભક્ષણ કરવા તૈયાર થયેલી સાવલિંગાની અંતિમ પ્રાર્થનાનાં ધ્યાન ખેંચે છે :
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy