SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧ ‘સૂદ ! તારી સાથ થિઉ આંતરૂ અતિ ઊતરઉ; હિત જોસિ જગનાથ, સાહિસક સામલિઆ ધણી! ઊલે અંતરિ એહિ, તડ પહિલૂં પામિઉં નહીં, વાહણ વિહિ-વસિ હોઉ, ન રહઇ નીજામા પખઇ. નીસર સૂદા સાથિ, જીવ! માારી પ્રિય-પખઇ; તે જાણઇ જગનાથ, નાહ-વિછોડયાં માણસાં.’ (કડી ૬૦૦-૬૦૨) જોકે ઉપર્યુક્ત સોરઠા ભીમ કવિએ પરંપરાગત લોકસાહિત્યમાંથી લીધા હોય એ પણ સંભવિત છે. ભીમ કવિની પછી આ કથાનાં વિવિધ રૂપાન્તરો ગુજરાત અને રાજસ્થાનના સાહિત્યમાં વ્યાપક છે. ઈ.૧૪૭૧માં જૈન આચાર્ય રત્નશેખરસૂરિના શિષ્ય હર્ષવર્ધનગણિએ ‘સદયવત્સકથા' સંસ્કૃતમાં રચી છે. જૈન ધર્મનું માહાત્મ્ય દર્શાવતા પ્રસંગો કર્તાએ એમાં ગૂંથ્યા છે તે બાદ કરીએ તો મુખ્ય કથાભાગમાં એ ભીમનું અનુસરણ કરે છે. એ પછી કીર્તિવર્ધન ઈ.૧૬૪૧, નિત્યલાભ ઈ.૧૭૨૬ અને કેટલાક અજ્ઞાતનામા જૈન કવિઓએ ગુજરાતીમાં આ વિશે કાવ્યરચના કરી છે. આ સિવાય પણ આ કથાપ્રસંગ વર્ણવતી અનેક નાની-મોટી અજ્ઞાતકર્તૃક રચનાઓ છે. સદેવંતસાવલિંગાની રસ્તે વેચાતી વાર્તામાં નાયક-નાયિકાના આઠ ભવનો વૃત્તાંત મળે છે તે ઉપર્યુક્ત જૂની શિષ્ટ કૃતિઓમાં નથી, પણ એ કથાપરંપરાનાં મૂળ લોકસાહિત્યમાં ઘણાં જૂનાં હશે એમ સહજ અનુમાન થાય છે. હીરાણંદસૂરિકૃત વિદ્યાવિલાસ પવાડો' ઈ.૧૪૨૯માં રચાયેલી કૃતિ છે. હીરાણંદસૂરિ પીંપલ ગચ્છના જૈન આચાર્ય વીપ્રભસૂરિના શિષ્ય હતા. ઈ.૧૪૨૯માં એમણે ‘વસ્તુપાલરાસ’ પણ રચ્યો છે.૪ દશાર્ણભદ્રરાસ' જંબુસ્વામીનો વિવાહલો' ઈ.૧૪૩૯, ‘કલિકાલ રાસ’ ઈ.૧૪૩૦, ‘કલિકાલબત્રીસી' અને ‘લક્ષ્મી-સરસ્વતીવિવાદ ગીત' એ જાણવામાં આવેલી એમની બીજી રચનાઓ છે.પ એક વણિક શેઠનો મૂર્ખ પુત્ર ગુરુસેવામાં વિનય દાખવવાથી મૂર્ખટ્ટને બદલે વિનયચક્ર કહેવાયો. એને ગુરુકૃપાથી સરસ્વતીનો પ્રસાદ મળતાં વિદ્યાનો વિલાસ કરનાર વિદ્યાવિલાસ કહેવાયો, અને આખરે વિદ્યાના પ્રતાપથી રાજકન્યા પરણી એણે રાજ્ય મેળવ્યું. એ રીતે વિદ્યાવિલાસ રાજાનું નામ દૃષ્ટાન્તયોગ્ય ગણાયું. કેટલાંય જૂનાં કાવ્યોમાં ‘જાણે બીજો વિદ્યાવિલાસ' એવી ઉત્પ્રેક્ષા વિદ્વાન પુરુષ માટે અવારનવાર જોવામાં આવે છે. ‘વિદ્યાવિલાસ પવાડા’નો નાયક એ વિદ્યાવિલાસ છે. દુહા, ચોપાઈ, વસ્તુ અને ગીતોમાં રચાયેલી એ કૃતિનો કથાસાર આ છે : ‘શત્રુંજય ઉપર આદિનાથ, હસ્તિનાપુરમાં શાન્તિનાથ, ઉજ્જયંત ઉ૫૨ નેમિનાથ, -
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy