SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૧ કરનારા કેટલાક પ્રસંગો બન્યા. રાજમાન્ય વેશ્યા કામસેના એને જોઈને મોહિત થઈ ગઈ. એના આગ્રહથી સદયવત્સ કેટલોક સમય એને ઘેર જઈને રહ્યો, નગરમાં ધૂત ખેલીને એણે ઘણું ધન મેળવ્યું. એમાંથી કેટલુક સાવલિંગા માટે આભૂષણો ખરીદવા માટે ટૂંઠાને સોંપ્યું અને બાકીનું કામસેનાને આપ્યું. સાવલિંગા સાથે વચનબદ્ધ હોવાને કારણે સદયવત્સ પાંચમે દિવસે કામસેના પાસેથી નીકળ્યો. એ સમયે રોકાવાનો આગ્રહ કરતાં કામસેનાએ એનું ઉત્તરીય ખેંચ્યું તો એમાંથી રત્નમય કંચક નીકળ્યો. કામસેનાએ એ માગ્યો એટલે સદવત્યે ઉદારતાથી એને આપી દીધો. કામસેના એ કંચુક પહેરીને રાજસભામાં ગઈ. ત્યાં એક શ્રેષ્ઠીએ પોતાનો ચોરાયેલો કંચુક આ જ છે એમ માનીને રાજાને ફરિયાદ કરી. રાજાએ કામસેનાને શૂળીની સજા ફરમાવી. આ સાંભળીને સદયવલ્સે વધસ્થળની ઉપર આવીને કોટવાળને કહ્યું કે, “ચોર હું છું; કામસેનાને છોડી દો,' એમ કહીને કામસેનાને જબરદસ્તીથી છોડાવી દીધી. રાજાની સેનાને પણ સદયવસે હરાવી દીધી. આ તરફ, પાંચ દિન વીતી જવા છતાં સદયવત્સ નહિ આવવાથી સાવલિંગાએ ચિતા પ્રવેશની તૈયારી કરી. આ સાંભળી સદયવત્સ શૂળીસ્થાને પાછા આવવાની પ્રતિજ્ઞા કરી સાવલિંગા પાસે ગયો અને એને બચાવી પાછો શૂળીસ્થાન ઉપર આવ્યો. રાજાએ સદયવલ્સને એનું નામ ઠામ પૂછ્યું, પણ એણે બતાવ્યું નહિ એટલે કામસેનાને પૂછ્યું. કામસેનાએ સદયવલ્સનું નામાંકિત ખગ લાવીને રાજાને બતાવ્યું, પણ ગુપ્ત રહેવા ઈચ્છતા સદયવલ્સે કહ્યું : “આ ખગ મેં સદયવત્સ પાસેથી ધૂતમાં જીત્યું હતું.” પછી રાજાએ એને વશ કરવા માટે ગજઘટા બોલાવી, પણ એણે સિંહનાદ કરીને ભગાડી દીધી. છેવટે રાજાએ પોતાના પરાક્રમી જમાઈને ઓળખ્યો, પરસ્પરનું પુનર્મિલન થયું. અને રાજાએ પોતાના પુત્ર શક્તિસિંહને મોકલીને સાવલિંગાને પોતાને ત્યાં બોલાવી લીધી. પાછા ફરતાં, સદયવત્સ જે નિર્જન નગર જોઈ આવ્યો હતો ત્યાં ગયો અને ત્યાં વીરકોટ નામે નવું નગર એણે વસાવ્યું. ત્યાં આનંદપૂર્વક રહેતાં સદયવત્સને લીલાવતી રાણીથી વનવીર અને સાવલિંગાથી વીરભાનુ એમ બે પુત્ર થયા. થોડા સમય બાદ ભાટ પાસેથી સદયવલ્સે સાંભળ્યું કે પિતાની ઉજ્જયિની નગરીને શત્રુઓએ છ માસથી ઘેરી છે. સૈન્ય સાથે કુમારોને લઈ સદયવત્સ ત્યાં આવ્યો અને શત્રુઓને એણે ભગાડી દીધા. પુત્રો અને પત્નીઓ સહિત એણે આવીને રાજા પ્રભુવત્સને પ્રણામ કર્યા. નગરીમાં આનંદ છવાયો, પંચશબ્દ વાદિત્ર વાગ્યાં. સદયવત્સને માતાએ આશિષ આપી અને પ્રભુવત્સ રાજાએ એના રાજ્યનો ભાર સમર્પો. છેવટે પુણ્યનો મહિમાગાન કરીને ભક્તકવિ કાવ્યની સમાપ્તિ કરે છે. સદયવત્સવીર પ્રબન્ધમાં ભીમ કવિનાં ભાષાવૈભવ, વર્ણનશક્તિ, રસનિરૂપણ
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy