SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧ લાડિય લુહુડિય અદ્ધચંદ સમ લડહ બિડાલ / ૨૭| વલ્લઈ વીણા વેણુ-વંસુ સમુ કંઠિ નિનાદો | પીણ- પહર-જુયલુ કરઈ કરિકુંભ વિવાદો || ૨૮ || રાજલદેવિય-ભયજુયલો નલિણનાલ સુકુમાલુ અરુણ સુરેહઈ પાણિતલો, નાઈ અશોક-પ્રવાલ I. ૨૯ ૨૨૪ નાની બાલાનું કપાળ અર્ધચંદ્ર જેવું સુંદર છે, એના કંઠમાં વીણા અને બંસીની જેમ ધ્વનિ ઊઠી રહ્યો છે, એના ભરાવદાર પયોધર હાથીના કુંભસ્થળની સાથે વિવાદ કરે છે. રાજિમતીના બાહુ કમળના નાળ જેવા સુકુમાર છે, હથેળી સુરેખ અને રાતીચોળ છે, જાણે કે અશોક વૃક્ષનો અંકુર ન હોય!] કવિ નેમિકમારના વર્ણનમાં પણ થોડી ઉપમા આપી કાવ્યને હૃદયંગમ બનાવવા પ્રયત્ન કરે છે. અંતે રાજિમતીના નિર્વેદાંત કરુણ વિપ્રલંભને રજૂ કરી કવિ થોડી કરુણતા જમાવે છે. બેશક, ઉચ્ચ પ્રકારની કવિપ્રતિભા પૂર્ણ થઈ શકતી નથી. છંદોના વૈવિધ્યવાળો, વિશેષે શાર્દૂલવિક્રીડિત જેવા વૃત્તને અનેક વાર પ્રયોજતો એક રંગસારગ-નેમિફાગ મળે છે. એ ૩૭-૪૫-૩૭ કડીઓથી ત્રણ ખંડોમાં વહેંચાયેલો છે. આ કાવ્યના કર્તા તપગરછના સોમસુંદરની પરંપરામાં મંદીરત્નના શિષ્ય રત્નમંડનસૂરિ (ઈ.૧૪૬ ૧માં હયાત) હતા. આ કૃતિમાં કવિતાની દષ્ટિએ વૈચિત્ર્ય જરૂર મળે છે. સમુદ્રવિજયનું વર્ણન આપતાં એને “કામદેવનો અવતાર' અને શિવાદેવીનું વર્ણન આપતાં એને “રૂપમાં નવી રતિ કહે છે. ૨૫ શિવાદેવીનાં ચૌદ સ્વપ્નના પદાર્થોને પણ સૂચક રીતે નિરૂપે છે. નેમિનાથનો જન્મ થયો ત્યારે સુરતરુ-કુસુમ-સમૂહઈ વરસઈ અમર અને કઈ રે ખીરસાગર-જલિ કનક-કલસ ભરિ જિનવર-નઈ અભિષેકઈ ||૧૭માં ૨૫ [અનેક દેવો પારિજાતના પુષ્પોની વૃષ્ટિ કરે છે અને ક્ષીરસાગરમાંથી સોનાના કલશો જલથી ભરીભરીને જિનવર નેમિકુમારનો અભિષેક કરે છે.] નેમિકુમારનું યૌવન વર્ણિત કરતાં “સ્વભાવોક્તિ વિસ્તાર છે. આ કાવ્યમાં કવિને દ્વારકાને બદલે મથુરા' ઈષ્ટ છે અને વૃંદાવનમાં યમુનાના જલમાં શ્રીકૃષ્ણ-બલદેવ સાથે કીડા કહેવાઈ છે, જ્યાં ગૂજરિ ગોવાલણીઓની હાજરી બતાવી છે. ત્યાંથી પછી કંસાદિને માર્યા બાદ બીજા ખંડમાં સૌરાષ્ટ્રમાં દ્વારકાપુરી વસાવી નેમિ-પ્રમુખ યાદવોનો ત્યાં વાસ સૂચિત કર્યો છે. દ્વારકામાં રચાયેલાં ઉત્તુંગ તોરણ મણિ મંડપ મનોહર ગિરિ હરાવણહાર રે.... |૩ ૨૨૭ [તોરણ અને મણિમંડપ કૈલાસને પણ હરાવી દે એ પ્રકારના કરવામાં આવ્યાં
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy