SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ અને ફાગુ સાહિત્ય ૨૦૧ જેમ વિશાળ વાવમાં ઓકળી પાડતા ખેલે છે. એ વખતે ગતિમાં હંસને હરાવતી શ્રીકૃષ્ણની રાણીઓ ખેલવા આવે છે.] કવિ અહીં જલક્રીડા નિરૂપે છે. અહીં પછી શ્રીકૃષ્ણની રાણીઓ નેમિને યૌવન વેડફી ન નાખવા જણાવે છે. પછી રાજિમતી સાથે વિવાહ કરવાનું સૂચવાય છે – સગાંસંબંધીઓના ભોજન પછી વ૨-શણગાર કરવામાં આવે છે. અહીં સ્વભાવોક્તિ અલંકારની કડીઓ કવિ જમાવી શકે છે ચંદન દેહ વિલેપનું લેપ ન લાગઇ પિંડિ ||૩૬૫૨૧ [દેહ ઉપર ચંદનનો લેપ કરવામાં આવ્યો, પણ દેહ લિપ્ત થતો નથી એના મનને કશી અસર થતી નથી.] વરઘોડો આગળ વધે છે અને રાજિમતી ગોખ ઉપર ચડીને જુએ છે. એ રાજી થાય છે ત્યાં તો નેમિકુમારની નજર ભોજન માટે બાંધેલાં પશુઓ ઉપર પડે છે. કુમાર મહાવતને પૂછે છે અને એની પાસેથી જાણે છે કે એ લગ્નોત્સવના ભોજન માટે છે, અને વિચારે છે કે, ચમરી જિમ ચલ લખમીય વિષમીય વિષયની વાત... એક જિ અવિહડ ઉપશમ રસ મઝ હિયઇ સમાઇ ॥૪૪॥ ૨૨૨ [ચમરીની જેમ લક્ષ્મી ચલ છે, વિષયની વાત વસમી છે... એક માત્ર ઉપશમ રસ જ મારા હૃદયમાં સમાઈ રહ્યો છે.] અંતે કાવ્ય નિર્વેદમાં પૂર્ણ થાય છે. દ્વિતીય નેમિનાથાગુ'માં પહેલી ભાસ ૨૪ દોહરાઓની છે, બીજી ભાસથી સાતમી સુધીના ૧-૧ દોહરા અને ૩-૩ રોળા છે, સાતમીમાં એક વધુ રોળા છે. પહેલી ભાસના ચોવીસે દોહરા સાંકળી-બંધના છે. એક રીતે પ્રથમ નેમિનાથફાગુ'નો બીજા શબ્દોમાં અનુવાદ જ છે. ચિત્ સાદા અલંકાર આપે છે; જેમ કે રંભ સમાણિય રાણિય સિરસઉ દેવ મુરિ । પરિણય કાજિ મનાવઇ, નાવઈ નેમિ વિચારિ || ૮ ||૨૨૩ [રંભાના જેવી રાણીઓની સાથે રહીને મુરારિદેવ શ્રીકૃષ્ણ પરણવા માટે મનાવે છે. પરંતુ નેમિને એનો વિચાર આવતો નથી.] કવિએ લગભગ ચીલાચાલુ પ્રકારનું વસંત-વર્ણન અહીં આપ્યું છે : સ્વભાવોક્તિ દીપતી લાગે છે. આગળ જતાં રાજિમતીના વર્ણનમાં એમાં
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy