SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ હતાં.' મકાનોના વર્ણનમાં પણ સ્વાભાવિકતા લાવવાનો પ્રયત્ન જોવા મળે જ છે. આયુધશાળામાં નેમિકુમાર શ્રીકૃષ્ણ અને બલદેવથી ચડી જાય છે એ પ્રસંગે કવિ એના પ્રતાપે - રાસ અને ફાગુ સાહિત્ય ૨૦૩ ખલભ સાગરુ એ ડોલð ડુંગરા એ ||૧૩૫૨૮ - એવું સૂચવે છે. આ પછી પ્રસંગવશાત્ કવિ વસંતઋતુનું વર્ણન સાધે છે; એ સમયે શ્રીકૃષ્ણની રાણીઓ નેમિકુમારને સાથે લઈ ગિરનાર ડુંગરમાં આવેલી વાડીમાં ગઈ. કિવ વનક્રીડા રોચક શબ્દાવલીઓમાં મૂર્ત કરે છે. ત્રીજા ખંડમાં હવે રાજિમતી ચિત્રમાં આવે છે, લગ્નના મંડપ રચાય છે, પકવાનો તૈયાર થાય છે, ભિન્ન ભિન્ન પદાર્થોથી વ૨-કન્યાના શણગાર થાય છે. પછી હાથી ઉપર સવાર થયેલા નેમિકુમારનો વરઘોડો નીકળે છે. સર્વત્ર કવિ સ્વાભાવિકતાથી પ્રસંગનું નિરૂપણ કરે છે, ભોજન માટેનાં પશુઓનું દર્શન અને નૈમિકુમારની વ્યથા તેમજ રામિતીની વિરહવ્યથા ‘કરુણ વિપ્રલંભ'ની છાયામાં સંક્ષેપે જ નિરૂપાઈ છે. કવિ કાવ્યાંતને નેમિના દીક્ષામહોત્સવથી જાળવી લે છે અને એ રીતે સુખાંત લાવી આપે છે. ત્યાં રાજિમતી પણ દીક્ષા પામે છે અને અંતે શિવપુરીની વાસી બને છે. આવો બીજો ધ્યાન ખેંચનારો ફાગુ પૃથ્વીચંદ્રચરિત' નામની ગદ્યકથાના કર્તા માણિક્યચંદ્રસૂરિનો નેમીશ્વરચરિતાગુ’ છે.૨૯ માણિક્યચંદ્રસૂરિ યશેખરસૂરિના ગુરુભાઈ હતા અને સંસ્કૃત ભાષાના પણ સમર્થ જ્ઞાતા હતા. કેટલાક સંસ્કૃત કથાગ્રંથો, તેમજ સંખ્યાબંધ ધર્મગ્રંથો ઉપરની સંસ્કૃત ટીકાઓ એમણે રચેલી જાણવામાં આવી છે. ગુજરાતી ગ્રંથો જે બે જાણવામાં આવ્યા છે તેમાંનું ‘પૃથ્વીચંદ્રચરિત’(ઈ.૧૪૨૨) ઉત્તમ પ્રકારનું સાનુપ્રાસ ગદ્ય કથાનક છે, જ્યારે આ નેમીશ્વર ફાગુ' ગણ્ય કોટિની પદ્યરચના છે. આ ફાગુમાં અનુષ્ટુભ શિખરિણી શાર્દૂલવિક્રીડિત આર્યા-આ ચાર છંદોનો સંસ્કૃત ભાષા પૂરતો જ ઉપયોગ કર્યો છે, જ્યારે લોકભાષાનું કથાનક રાસ અદ્વૈઉ અને ફાગુમાં બાંધી આપ્યું છે. ફાગુ એ પ્રમાણે સાંકળીબંધ દોહરા છે, આમ છતાં કોઈ કોઈ પંક્તિઓ સાદા દોહરાની પણ છે; ‘રાસુ’ નીચે મળતી મોટા ભાગની કડીઓ સરૈયાની છે (૪-૫, ૧૧-૧૨, ૧૯-૨૦, ૨૬-૨૭, ૩૬-૩૭, ૪૩-૪૪, ૫૭૫૮, ૬૮-૬૯, ૭૫-૭૬, ૮૨-૮૩. આમાં પ્રાયઃ પ્રત્યેક ચરણમાં વચ્ચેના ૧૬માત્રાના પતિ પાસે આંતરયમક કિંવા સાંકળીબંધ લેવામાં આવેલ છે એ નોંધપાત્ર છે), જ્યારે ‘રાસઉ’ કે ‘રાસુઉ’ મથાળે બે ચરણ ચરણાકુળનાં અને ત્રીજું દોહરાનું સમપદ (૩૧-૩૨, ૬૨-૬૪ માં ત્રીજા ચરણને અંતે ‘જિન જિન', ૮૮-૯૧ સાદું જ ચરણ) આવી રચના છે, અપવાદરૂપે બે કડી (૫૦-૫૧) ઝૂલણાની પ્રથમની વીસ માત્રાવાળા ટુકડાની પાછળ દોહરાનું સમપદ એવા બબ્બે અર્ધની છે. આ પ્રયોગ અત્યાર -
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy