SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ અને ફુગુ સાહિત્ય ૧૭૧ દલ મિલીયાં કલગલીય સુહડ ગયવર ગલગલીયા, ધર ધ્રુસકીય સલવલીય સેસ ગિરિવર ટલટલીયા | રણવણીયા સવિ સંખ નૂર અંબરુ આકંપાઉં, હય ગયવર ખુરિ ખણીય રેણુ ઉડીક જગુ ઝંપર્ક | પડઇ બંધ ચલવલઇ ચિંધ સીગણિ સુણ સાંધઇ, ગઇવરિ ગઈવરુ સુરગિ તુર) રાઉત રણ રૂંધઈ | ભિડઈ સહડ રડવડઇ સીસ ધડ નડ જિમ નઇ, હસઇ ધુસંઇ ઊસસઈ વીર મેગલ જિ મર્ચાઇ ૧૧૦ [ભેળાં થયેલાં સૈન્ય બુમોટા પાડે છે. યોદ્ધા અને હાથીઓ દોડાદોડ કરે છે. જેના ઉપર ધુબાકા પડી રહ્યા છે તેવી ધરા ધ્રુજી રહી છે. શેષનારાયણ અને પહાડો ખળભળી ઊહ્યા છે. રણમાં ચડેલા બધા યોદ્ધા શંખ અને તૂરી વગાડી આકાશને પોતા તરફ ખેંચી રહ્યા છે. ઘોડા અને હાથીઓ જમીન ખોતરે છે એને કારણે ઊડેલી રજથી જગત ઢંકાઈ જાય છે. બંધન તૂટી જાય છે, ચિહ્ન ખસી જાય છે. શૃંગીના અવાજ સતત ચાલુ છે. હાથીઓ હાથીઓ સાથે, ઘોડા ઘોડા સાથે અને રાજપુત્રો રાજપુત્રો સાથે યુદ્ધમાં એકબીજાને થંભાવી રહ્યા છે. યોદ્ધા એકબીજા સાથે લડી રહ્યા છે, ધડથી માથાં ખરી પડે છે ને એ નાચી રહેતાં લાગે છે. વીર પુરુષો હસે છે, ધસે છે અને ઊંચા શ્વાસ લે છે. હાથી ધમાલ કરી રહ્યા છે.] ધર્મચરિતને મૂર્ત કરી આપતો “ગૌતમ સ્વામીનો રાસ' વિનયપ્રભ ઉપાધ્યાયની ઈ.૧૩૪૬ (સં.૧૪૧૨ કાર્તિક સુદિ એકમ)ની ખંભાતના પાર્શ્વનાથના દેરાસરમાં રહી કરવામાં આવેલી રચના છે. આ ગ્રંથકારની દીક્ષા ઈ.૧૩૨૬ (સં.૧૩૮૨ વૈશાખ સુદિ પાંચમને દિને) ખરતર ગચ્છના આચાર્ય જિનકુશલસૂરિને હાથે થઈ હતી." આ રાસની પૂર્વે એમને ‘ઉપાધ્યાયની પદવી મળી ચૂકી હતી. છ ભાસર્કિવા ઢાલ)માં વિભક્ત આ રાસમાં પહેલી ભાસ ૬ રોળાની, એના પછી વસ્તુ છંદની એક કડી; બીજી ભાસ (૮ થી ૧૫) ની ૮ ચરણાકુલની, એ પછી વસ્તુ છંદની એક કડી; ત્રીજી ભાસ દરેક અર્ધને અંતે ગેયતાપૂરક તોથી (૧૭-૨૬) દસ દોહરાની, એના પછી વસ્તુની એક કડી; ચોથી ભાસ (૨૯-૪૩) બેકી ચરણે કેટલીક કડીઓમાં જ પ્રાસવાળા પંદર ‘સોરઠાની, એ પછી વસ્તુછંદની એક કડી; પાંચમી ભાસ પણ સોરઠા (૪૫-૪૯)ની, પરંતુ આ કડીઓ બળે સોરઠાની એક એમ બેકી ચરણે પ્રાસવાળી, જ્યારે છઠ્ઠી ભાસ બે ચરણાકુલક+દોહરાનું એકી ચરણ, એવી (૫૧૬૨) બળે દોઢીની બાર કડીઓની છે (છેલ્લી ૬૨ મી કડી એક જ દોઢીની છે). પ્રત્યેક ભાસમાંના સ્થાનકનો ટૂંકો ખ્યાલ પ્રત્યેક વસ્તુછંદમાં આપવામાં આવ્યો
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy