SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧ અશ્વરક્ષક અને ગોવાળ થઈને ત્યાં રહે છે. પહેલું કાર્ય ત્યાં કીચકનો વધ, બીજું કાર્ય દક્ષિણગોગ્રહની મુક્તિનું અને ત્રીજું કાર્ય ઉત્તરગોગ્રહની મુક્તિનું સિદ્ધ કરી આપે છે. ત્યાં અભિમન્યુનાં ઉત્તરા સાથે લગ્ન પણ થાય છે. આમ તેરમું વર્ષ પૂરું થાય છે. એ પછી કૃષ્ણ વિષ્ટિ લઈ વનવાસથી પાછા ફરેલા પાંડવોને ઇંદ્રપ્રસ્થ તિલપ્રસ્થ વારણાપુર કોશી અને હસ્તિનાપુર આપવા દુર્યોધનને સમજાવે છે, પણ દુર્યોધન એક ચાસ જેટલી પણ જમીન આપવા નકાર ભણે છે. કૃષ્ણ દુર્યોધનને પાંડવોના બળની અને કરેલા ઉપકારની યાદ આપે છે, પણ દુર્યોધન માનતો નથી, અને યુદ્ધનો પ્રસંગ ઊભો થાય છે. ત્યારે કુંતીને કર્ણને સમજાવવા મોકલે છે, પણ એ પણ માનતો નથી. કૃષ્ણ ત્યારે યુદ્ધમાં અર્જુનના સારથિ થવાનું જાહે૨ કરે છે. ચૌદમી ણિમાં વિદુર વ્રત લઈ વનમાં જાય છે અને કૃષ્ણ દ્વારકા જાય છે. બંને પક્ષે યુદ્ધની ભારે તૈયારી ચાલે છે. બંને પક્ષે સંબંધી યોદ્ધાઓ આવી મળે છે. પાંડવોનો સેનાપતિ ધૃષ્ટદ્યુમ્ન(દ્રૌપદીનો ભાઈ) અને કૌરવના સૈનાપતિ ગાંગેય થાય છે, જરાસંધ પણ કૌરવોની મદદે આવે છે. યુદ્ધ થાય છે અને અનેક યોદ્ધા વિનાશ પામે છે. યુદ્ધને અંતે દુર્યોધન સરોવરમાં છુપાઈ જાય છે ત્યાંથી બહાર કાઢી ભીમ એનો નાશ કરે છે. અશ્વત્થામા કૃપ અને કૃતવર્મા પાંડવોના પુત્રોની હત્યા કરે છે, શિખંડીને પણ મારે છે. કૃષ્ણ બધાને ઉપદેશ આપી શાંત કરે છે. યુદ્ધનો અંત થતાં વિજયી પાંડવો હસ્તિનાપુરમાં આવે છે. પંદરમી વણિમાં – કૃષ્ણ યુધિષ્ઠિરને રાજ્ય ઉપર સ્થાપે છે અને ત્યારે ઉત્સવ થાય છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને મનાવી લેવામાં આવે છે. ગાંગેયની પાસેથી અનેક વાતો સાંભળે છે. ત્યાં પછી નેમિનાથના વ્યાખ્યાનથી પાંડવોને સંસાર ઉપર વૈરાગ્ય ઉપજે છે એટલે પરીક્ષિતનો રાજ્યાભિષેક કરી, પાંચે ગણધર સ્વામી પાસે જઈ વ્રા લે છે. એ સાંભળી બલભદ્ર અને કૃષ્ણના પૂછવાથી ધર્મઘોષ મુનિ પાંડવોના પૂર્વજન્મની વાત કરે છે. ત્યાર બાદ નેમિજિનેશ્વરનું નિર્વાણ સાંભળી પાંચે ભાઈઓ શત્રુંજય તીર્થમાં આવી સિદ્ધિ પામ્યા. ૧૫૯ કવિએ જૈન પરંપરા પ્રમાણે કથાનકને પૂરો વળાંક આપ્યો છે, તેથી મહાભારતનાં સંખ્યાબંધ કથાનકોની ભિન્નતા મળે છે. કવિ પાસે એના કાવ્યપ્રકારની પણ સુદીર્ઘ પરંપરા છે. મહાભારતના યુદ્ધના પ્રસંગમાં એણે વી૨૨સ મૂર્ત કરવાનો પ્રયત્ન કર્યો છે તેમાં ‘ભરતેશ્વરબાહુબલિરાસમાંના યુદ્ધવર્ણનનું અનુકરણ પકડી શકાય છે. બેશક, કવિ પ્રસંગને વિસ્તારવાથી દૂર રહે છે; સાડા ચૌદ ‘રોળા'ની કડીઓમાં યુદ્ધ પૂરું થાય છે. કવિ ચીલાચાલુ પ્રકારથી આગળ નથી વધી શકતો; જેમકે .
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy