SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧ છે. આવી ૬૨ કડીઓની આ રચનામાં ઈંદ્રભૂતિ ગૌતમની તપસ્વી જીવન-ચર્યા વણી લેવામાં આવી છે. પહેલી ભાસમાં – ગૌતમ ગોત્રના આ ઇંદ્રમૂતિના પિતાનું નામ વસુભૂતિ હતું અને આ બ્રાહ્મણને ત્યાં શ્રેણિક રાજાની સત્તા નીચેના મગધ દેશમાં આવેલા ગબ્બર' નામક ગામમાં એમની પત્ની પૃથ્વીમાં ઇંદ્રભૂતિનો જન્મ થયો હતો. વિદ્વતા પ્રાપ્ત કર્યા પછી ઇંદ્રભૂતિ પાસે પાંચસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. બીજી ભાસમાં – એ સમયે વિહાર કરતા કરતા છેલ્લા જિનેશ્વર મહાવીર સ્વામી ખાવાપુરી નામક સ્થાનમાં આવ્યા. ત્યાં અનેક લોકો ઉપદેશ શ્રવણ કરવા આવતા હતા. ઇંદ્રભૂતિ ગૌતમ પણ પોતાના પાંચસો શિષ્યો સાથે ત્યાં આવ્યા. ત્રીજી ભાસમાં – એમને પોતાની વિદ્વતાનો ભારે ગર્વ હતો એટલે મહાવીર સ્વામી સાથે શાસ્ત્રાર્થ કરવા લાગ્યા. મહાવીર સ્વામીએ વેદમંત્રો દ્વારા એમના સંશયોનું નિરાકરણ કરી આપ્યું. આને લીધે ઇંદ્રભૂતિ એટલા પ્રભાવિત થયા કે એ પોતાના પાંચસો શિષ્યો સાથે મહાવીર સ્વામીના શિષ્ય થઈ રહ્યા, એટલું જ નહિ, એમના ભાઈ અગ્નિભૂતિ અને બીજા બાર વેદજ્ઞ બ્રાહ્મણો પણ શિષ્ય બન્યા. ઇંદ્રભૂતિ ગૌતમ બે દિવસના ઉપવાસ અને એક દિવસનું પારણું એ પ્રમાણે વ્રત કર્યે જતા હતા. ચોથી ભાસમાં – પોતાને શાસ્ત્ર કે ધર્મના વિષયમાં સંદેહ ઊપજે તો મહાવીર સ્વામી પાસે નિરાકરણ મેળવી લેતા. એમની તપસ્વિતાને કારણે એમની પાસે શિષ્ય થનારાઓને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ જતી હતી, પરંતુ એમને મહાવીર સ્વામી માટે એટલો અનુરાગ હતો કે પોતે “કેવલી’ ન થયા. એક સમયે મહાવીર સ્વામીના ઉપદેશમાં આવ્યું કે અષ્ટાપદ પર્વત ઉપરનાં ચોવીસ જિનાલયોની યાત્રા કરનાર આ ભવમાં જ મોક્ષ પ્રાપ્ત કરે છે, એટલે ગૌતમ આત્મબળથી એ પર્વત ઉપર જઈ પહોંચ્યા. સૂર્યના કિરણોના આલંબને ચડતા ગૌતમને જોઈ માર્ગમાં તપ કરતા પંદરસો તપસ્વીઓને ભારે આશ્ચર્ય થયું. ત્યાં ગૌતમે ચોવીસ તીર્થકરોનાં જિનાલયોનાં દર્શન કર્યા. ત્યાં વજસ્વામીનો જીવ અને તિર્યક તથા જંક નામના દેવ હતા તેઓને પુંડરીક અને “કંડરીક નામનાં અધ્યયનોનો બોધ કર્યો ને પાછાં વળતાં પેલા પંદરસો તપસ્વીઓને પણ બોધ કર્યો અને પોતાની સાથે લઈ ચાલવા લાગ્યા.એમના વ્રતનું પારણું થતાં જ એ તપસ્વીઓ જ્ઞાન પ્રાપ્ત કરી કેવલી બની ગયા.એ ક વાર ઇંદ્રભૂતિ ગૌતમને ચિંતા થઈ કે મારી પાસે આવનારાઓ જ્ઞાન પ્રાપ્ત કરી કેવલી બની જાય છે અને મારું કશું વળતું નથી. મહાવીર સ્વામીએ એમને દિલાસો આપ્યો. પાંચમી ભાસમાં – જ્યારે એમની ૭૨ વર્ષની ઉંમર થઈ ત્યારે મહાવીર સ્વામી એમને સાથે લઈ પાવાપુરી ગયા. ત્યાં જઈ દેવશર્મા નામક બ્રાહ્મણને ઉપદેશ આપવા માટે ઇંદ્રભૂતિને મોકલ્યા. એ દરમ્યાન જ મહાવીર સ્વામી નિર્વાણ પામી ગયા. જ્યારે આ સમાચાર એમને મળ્યા ત્યારે એમને ભારે દુઃખ
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy