SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ અને ફુગુ સાહિત્ય ૧૬૯ યુધિષ્ઠિર વનવાસની અવધિ સુધી શાંત રહેવા કહે છે. દૂતના વચને યુધિષ્ઠિર ગંધમાદન પર્વત ઉપર જાય છે અને અર્જુન ઇંદ્રકીલપર્વત ઉપર વિદ્યા સિદ્ધ કરે છે. ત્યાં એક ડુક્કર આવે છે. અગિયારમી ઇવણિમાં – અર્જુન અને ડુક્કર યુદ્ધ કરે છે, હથિયારો ખૂટી જતાં અર્જુન એના પગ પકડી લે છે ત્યારે ખેચરરૂપધારી પ્રાણી વરદાન માગવા કહે છે. એ કહે છે કે વૈતાઢ્ય પર્વત ઉપર ઇંદ્ર રહે છે. એના નાના ભાઈ વિધુમાલીના તોફાનને કારણે છે કાઢી મૂકતા એ યક્ષપુરમાં જઈ રહે છે. એને મારવા ઇંદ્રનું કહેણ છે. ઇંદ્ર અર્જુનને કવચ-મુકુટ-શસ્ત્રો આપે છે અને ચિત્રાંગદ ધનુર્વેદ આપે છે. અર્જુન ભાઈઓ પાસે આવીને રહે છે ત્યાં આકાશમાંથી એક સુવર્ણકમળ પડે છે. દ્રૌપદીને આવાં કમળ લેવાની ઈચ્છા થતાં ભીમ વનેવન ફરી વળે છે. ભીમને સમય લાગતાં યુધિષ્ઠિર હિડંબાને યાદ કરે છે. હિડંબા આવી બધાને ભીમ પાસે પહોંચાડે છે. પાંડવો ભીમના પુત્ર ઘટોત્કચને રમાડે છે. પછી હિડંબા પાછી પોતાને ઘેર જાય છે. એ પછી દ્રૌપદીના વચને ભીમ સરોવર તરફ જાય છે, પણ એ પાછો વળતો માલૂમ ન પડતાં એક પછી એક ભાઈ એ સરોવર તરફ જાય છે, જે કોઈ પાછા વળતા નથી. આમ થતાં કુંતી અને દ્રૌપદી નવકાર મંત્રનો જાપ કરે છે. ત્યાં તો બીજે દિવસે પાંચે ભાઈઓ જેના હાથમાં સુવર્ણકમળ છે તેવા એક પુરુષ સાથે આવી પહોંચે છે. નાગરાજે પાંડવોને નાગપાશામાં બાંધ્યા હતા તેમાંથી મુક્ત કરી ઇંદ્રની આજ્ઞા પ્રમાણે પોતાનું રાજ્ય, અને દ્રૌપદી માટે હાર અને કમળ સોંપે છે. પાંડવોનું છઠું વર્ષ દ્વૈતવનમાં પસાર થાય છે. ત્યાં એક વાર દુર્યોધનની પત્ની રડતી રડતી મળે છે એ જોઈ યુધિષ્ઠિરના આદેશથી અર્જુન ચિત્રાંગદ પાસેથી દુર્યોધનને છોડાવે છે. બારમી ઠવણિમાં – યુધિષ્ઠિર દુર્યોધનને કુશળ પૂછે છે ત્યારે દુર્યોધન કહે છે કે, “તમારા ચરણમાં મેં પ્રણામ કર્યા એટલે અમે સુખિયા છીએ.” કુશળ પૂછી દુર્યોધન જાય છે. જયદ્રથ ત્યાં રહી જાય છે અને દ્રૌપદીનું હરણ કરી નાસે છે. ભીમ અર્જુન પાછળ જઈ, એના સૈન્યને હરાવી દ્રૌપદીને પાછી લાવે છે. કુંતીના વચનથી પાંડવો જયદ્રથનો ઘાત કરતા નથી. હવે હસ્તિનાપુર જઈ દુર્યોધન પડો વગડાવી પાંડવોને મારી આવનારને ઈનામ દેવાની જાહેરાત કરે છે. પુરોહિતનો પુત્ર કૃત્યા દ્વારા પાંડવોનો વિનાશ કરવા પ્રયત્ન કરે છે, પરંતુ “પંચપરમેષ્ઠી નમસ્કાર'ના જપમાં ધ્યાનસ્થ પાંડવોને કશું થતું નથી. સાત દિવસ પછી આવેલા સમગ્ર સૈન્યને પાંડવો હરાવી કાઢી મૂકે છે. તેરમી ઇવણિમાં – પાંડવો માસખમણાંનાં પારણાં કરવાના હોય છે ત્યાં એક મુનીંદ્ર આવે છે. પાંડવો એને અતિદાન આપે છે. એ જ વખતે દુંદુભિના નાદ સાથે આકાશવાણી થાય છે કે મત્સ્યદેશમાં જઈ આનંદ કરો, તેરમું વર્ષ પસાર કરો. પાંચે પાંડવો અનુક્રમ કંક, બ્રાહ્મણ, બલ્લવ રસોયો, નૃત્યાચાર્ય,
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy