SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧ છે, ૧૫૮ જેમાં યોજાયેલી સભામાં નિમંત્રણથી કૃષ્ણ અને દુર્યોધન આવે છે. પાંડવો દાન દે છે અને બિંબની પ્રતિષ્ઠા કરે છે. કૃષ્ણ દુર્યોધન સામું જોઈ હસે છે. દુર્યોધન કપટ કરી રાજા યુધિષ્ઠિરને ઘૂત રમવા નોતરે છે. વિદુર રોકે છે, પણ ન રોકાતાં યુધિષ્ઠિર જાય છે ને બધું હારી જાય છે. દ્રૌપદીનાં બધા આભરણ ઉતારી લેવામાં આવે છે. દુઃશાસન દ્રૌપદીના કેશ પકડી ખેંચી લાવે છે. એ સમયે દુર્યોધન દ્રૌપદીને ખોળામાં બેસવા બોલાવે છે ત્યારે દ્રૌપદી પોતાના ૧૦૮ ચીર કાઢવાને નિમિત્ત કરી શાપ આપે છે. ગાંગેય ધૂતના પરિણામે બાર વર્ષ ખુલ્લા અને તેરમું તદ્દન ગુપ્ત વાસમાં કાઢવાનું કહી વનવાસ મોકલે છે. આઠમી ઇવણિમાં – પાંચે પાંડવો હસ્તિનાપુર જઈ ત્યાં માતપિતાને મૂકે છે. ત્યાં પિતા અને બેઉ માતાને નમન કરી આગળ વધે છે. ગુરુ દ્રોણ અને પિતામહ ભીષ્મને આ ગમતું નથી. માતાપિતા આંસુ સારે છે. વનમાં દ્રૌપદીને બિવડાવતા, દુર્યોધનના કોઈ કમીર નામના, ક્રૂર દાનવનો ભીમે સંહાર કર્યો. ત્યાં આવી પાંચાલીનો ભાઈ પાંડવોને પોતાને ત્યાં લઈ જાય છે. સમાધાન કરવાની વૃત્તિ છે એ રીતે દુર્યોધન પુરોચન નામના પુરોહિતને મોકલી વરણાવતમાં બોલાવી લાક્ષાગૃહમાં ઉતારો આપે છે. અગાઉથી વિદુરે ભોંયરું કરાવી રાખેલું હોઈ એ દ્વારા પાંડવો સરકી જાય છે. એ મહેલમાં એક ડોસી પાંચ દીકરા અને વહુ સાથે આવેલી તે જ લાક્ષાગૃહને લગાડેલી આગમાં સળગી મરે છે. દુર્યોધનને પાંડવો માર્યાનો આનંદ થાય છે. નવમી ઇવણિમાં – સુરંગમાર્ગે પાંડવો આગળ વધે છે. તૃષાને કારણએ બધાં થાકેલાં હોઈ ભીમ એમને ઊંચકી લે છે. બધાં તરસ્યાં હોઈ ભીમ પાણીની શોધમાં આગળ જાય છે ત્યાં હિડંબા મળે છે. માણસોની ગંધ આવતાં એની તપાસે પિતાએ મોકલ્યાનું કહે છે અને હું ભવિષ્યમાં તમને વનવાસમાં ખૂબ ઉપયોગી થઈશ એમ કહી ભીમને પોતાની સાથે લગ્ન કરવા કહે છે. એટલામાં હિડંબ રાક્ષસ આવી હિડંબાને બૂસટ મારે છે. એ જોઈ ભીમ હિડંબ ઉપર ધસી જાય છે, ગદાથી પૂરો કરી નાખે છે. ત્યાંથી હિડંબા કુંતી અને દ્રૌપદીને કાંધ ઉપર બેસાડી વનવાસમાં આગળ વધે છે અને તરસ્યાં એ બેઉને પાણી લાવી આપે છે. દસમી ઇવણિમાં – ભીમનાં હિડંબા સાથે લગ્ન થાય છે. એ પછી હિડંબા કુંતી અને દ્રૌપદી સાથે રહે છે અને જરૂર પડ્યે બોલાવીશ” એમ કહી હિડંબાને પોતાને ઘેર જવા કહે છે. એક વાર દેવશર્માને ત્યાં રોકકળ થતાં ભીમને બકાસુરના ઉપદ્રવની વાત મળે છે અને ત્યાંના રાજાએ બકાસુરને દરરોજ એક માણસ પૂરો પાડવાની શરત પ્રમાણે દેવશર્માના પુત્રને મોકલવાનું જાણતાં, જઈ, ભીમ બકાસુરનો વધ કરે છે. દુર્યોધનને આ વાતની જાણ થતાં વૈતવનમાં ઝૂંપડી બાંધી રહેતાં પાંડવો પાસે પ્રિયંવદ નામનો દૂત મોકલે છે. વિદુર આ વાતની ચેતવણી આપે છે; દ્રૌપદી રોષે ભરાય છે, પરંતુ
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy