SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ અને ફાગુ સાહિત્ય ૧૬૫ ૧૩૩થી ૧૩૫ ત્રણ વસ્તુ છંદની કડીઓ. વણિ ૭ : ૧૩૬ થી ૧૪૮ સોરઠાની-સમવિષમ પદોમાં ક્યાંય પ્રાસ નહિ; દરેક અર્ધમાં પહેલા શબ્દ પછી સામાન્ય રીતે ગેયતાવાચક C અને દરેક અર્ધને અંતે પણ એવા . ૧૪૮મી કડીમાં ત્રણ અર્ધ છે. ૧૪૯ મી કડી “વસ્તુ' છંદની. ઠવણિ ૮ : ૧૫૦ થી ૧૭૨ (૨૩ કડીઓ) સોરઠાની, પણ સમ-વિષમ ચરણોમાં ક્યાંય પ્રાસં નહિ. ૧૭૩મી “વસ્તુ” છંદની. ઠવણિ ૯ : ૧૭૪ થી ૧૯૧ (૧૮ કડીઓ) ચોપાઈ-જેકરીની, ૧૯રમી “વસ્તુ છંદની. ઠવણિ ૧૦ : ૧૯૩ થી ૨૦૩ (૨૪ કડીઓ) ચોપાઈ-જેકરીની; ૨૦૪ થી ૨૦૯ (૬ કડીઓ) “વસ્તુ' છંદની. ઠવણિ ૧૧ : ૨૧૦ થી ૨૨૮(૧૯ કડીઓ) ચોપાઈ-જેકરીની; ૨૩૦૨૩૧ વસ્તુ' છંદની. વણિ ૧૨ : ૨૩૨ થી ૨૪૩ (૧૨ કડીઓ) ચોપાઈ-જેકરીની, ૨૪૪ “વસ્તુ છંદની. ઠવણિ ૧૩ : ૨૪૫ થી ૨૫૦ (૬ કડીઓ) ચોપાઈ-જેકરી, ૨૫૧ થી ૨૫૬ વસ્તુ છંદની. ઠવણિ ૧૪ : ૨૫૭થી ૨૬ ૫ (૯ કડીઓ) ચોપાઈ-જેકરીની, ૨૬ ૬થી ૨૭૯, જેમાં છેલ્લી કડી ૬ ચરણોની, રોળા' છંદમાં, ૨૮૦મી વસ્તુ છંદની. ઠવણિ ૧૫ : ૨૮૧ થી ૨૯૪ “સોરઠા'ની જેમાં ૨૯૪મીમાં ત્રણ અર્ધ છે, વળી બે ચરણોમાં પહેલા શબ્દ પછી અને દરેક અર્ધને અંતે પણ ગેયતાવાચક . ભરતેશ્વરબાહુબલિરાસની જેમ આ પણ પ્રમાણમાં દીર્ઘ કૃતિ છે. એમાં આખા મહાભારતના કથાનકનો સંક્ષેપ આપવામાં આવ્યો છે. વણાયેલા પ્રસંગ આટલા છેઃ ‘આરંભની ઠવણિમાં – આદિ જિનેશ્વરના પુત્ર કુરના પુત્ર હસ્તીએ હસ્તિનાપુરની સ્થાપના કરી. આ નગરમાં પાંચમા ચક્રવર્તી હોય તેવા શાંતિ જિનેશ્વર થઈ ગયા. એ કુળમાં શંતનુ રાજા થયા, જે શિકારમાં ગયા ત્યાં દૂર જંગલમાં ગંગાકિનારે એક મહાલયમાં ગંગાને જોઈ એની સાથે લગ્ન કર્યા, જેમાં ગાંગેય (=ભીખ)નો જન્મ થયો. રાજાનો શિકારશોખ ટાળવા ગંગાએ મહેનત ખૂબ કરી. નિષ્ફળતા મળતાં એ પુત્રને લઈ પિતા જહુનુને ત્યાં ચાલી ગઈ. અને ચોવીસ વર્ષ પસાર થઈ ગયાં. બીજી ઇવણિમાં – શંતનુ એક વાર શિકાર કરતો ગંગાતટે આવે છે ત્યાં પોતાને વનનો રખેવાળ કહેતો એક જુવાન રાજાને અટકાવે છે. રાજા ન અટકતાં બંને વચ્ચે યુદ્ધ થાય છે. યુદ્ધ થતું જાણી માતા ગંગા બહાર દોડી આવે છે અને રાજાને જોઈ પુત્ર અને પિતાની ઓળખાણ કરાવે છે. સંતનું ગંગાને પાછી આવવા કહે છે, પણ
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy