SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧ રાજાની શિકારની લતને કારણે ગંગા જતી નથી, પરંતુ પુત્રને સોંપી આપે છે. એક બીજે પ્રસંગે રાજા શિકારમાં જાય છે ત્યાં યમુનાતટે એક રૂપવતી બાળાને જોતાં હોડીવાળાને એની પૂછપરછ કરે છે અને એને પરણવાની માગણી કરે છે, પરંતુ જો પરણાવવામાં આવે તો રાજ્યનો વારસ ગાંગેય હોઈ આ બાળાનાં સંતાનો દુઃખી થાય. રાજા ઘેર જઈને ગાંગેયને વાત કરે છે ત્યારે ગાંગેય પિતાને માટે રાજ્ય ઉપરથી પોતાનો હક્ક ઉઠાવી લે છે. હોડીવાળાને આની જાણ કરવામાં આવતાં લગ્નને મંજૂર રાખે છે. અને આ કન્યા રત્નપુર નગરના રત્નશેખર રાજાની પુત્રી હોવાનું, રાણીએ જન્મતાંવેંત બાળકીને નદીમાં વહાવી મૂક્યાંનું, એ બાળકીને જોતાં હોડીવાળાએ આકાશવાળી સાંભળી કે આ “શંતનુ રાજાની રાણી થશે.” તેથી પોતે ઊંચકી પાળ્યાનું કહ્યું. ત્રીજી ઠવણિ શંતનુને સત્યવતીથી બે પુત્ર થયાનું, એમાંનો એક બાળપણમાં મરણ પામ્યાનું, અને બીજાને કાશીરાજને ત્યાંથી સ્વયંવરમાંથી ત્રણ કન્યાઓ હરી લાવી ગાંગેયે કુમાર વિચિત્રવીર્યને પરણાવ્યાનું, એ ત્રણે પૈકી અંબિકાથી ધૃતરાષ્ટ્ર, અંબાલાથી પાંડુ અને અંબાથી વિદૂર થયાનું કહે છે.૧૫૧ ધૃતરાષ્ટ્ર અંધ હોઈ વિચિત્રવીર્યની પાછળ ગાદી પાંડુને મળી. એકવાર પાંડુએ એક ચિત્રમાં કુંતાદેવીનું રૂપ જોતાં એના તરફ આકર્ષાયો. એ દરમ્યાન જંગલમાં કોઈએ એક વિદ્યાધરને સાધ્યો હતો તેને પાંડુએ છોડાવ્યો ત્યારે એની પાસેથી એક મુદ્રા મળી તેમાંથી શૌરિપુરના સ્વામીને ત્યાં દસ પુત્રો અને એક પુત્રી હોવાનું જાણ્યું. કોઈ પુરુષે જઈ શૌરિપુરમાં કહ્યું કે પાંડુ કુંતાદેવીને વર્યો છે. આ સાંભળી કુંતાદેવીને વિરહજ્વાલા લાગી. કવિ અહીં જણાવે છે કે નવિ જીમઈ નવિ રમઈ રંગિ નવિ સહાય બોલાવી બોલાવી તી પલ્હીય જાઈ અણતેડી આવઈ || ખીજઈ મૂંઝઈ રડઈ બાલ જિમ સમરુ સંતાવUT કમલિણિ-કાણણિ મણ-સમાધિ સા કિમઈ ન પામઈ // ચંદુ ય ચંદણું હોયઈ હારુ અંગાર સમાણઉપર એ જમતી નથી. એ આનંદ લેતી નથી, એ સખીઓને બોલાવતી નથી, કોઈ સખી બોલાવે તો દૂર ચાલી જાય છે અને વળી બોલાવ્યા વિના નજીક આવે છે. સખીઓ સંતાપતી હોય તેમ એ બાળા ખિજાય જાય છે, મૂંઝાઈ જાય છે અને રડ્યા કરે છે. કમલિનીના વનમાં એના મનને શાંતિ કેમેય થતી નથી. ચંદ્ર અને હૈયા ઉપરનો ચંદનહાર એને અંગારા જેવો લાગે છે..] . પેલી મુદ્રાના બળે પાંડુ શૌરિપુરમાં ગયો અને ગુપ્ત રીતે લગ્ન થયાં, જેમાં કુંતાદેવીને પુત્રજન્મ થયો. ખાનગીમાં થયેલો હોઈ આ પુત્રને રાતવેળાએ પેટીમાં ઘાલી ગંગાના પ્રવાહમાં તણાવી મૂક્યો.૧૫૩ બીજી બાજુ ગાંધાર દેશની આઠ પુત્રીઓમાંની મોટી
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy