SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ૪ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧ તેમતેમ કર્મનો ભોગ ભોગવાતો જાય છે. મને અહતનું શરણ થાઓ; મારું જીવતર પૂરું થશે.” એમ સતીએ બાપપેલા કીર્તિવર્ધન)ને કહ્યું. રાજાએ મનમાં રોષ કર્યો એ પાંચસો ફટકા દરરોજ મારે છે ત્યારે રાણી કર્મને જ દોષ આપે છે. અનંત દુઃખ ત્યાં જોઈ રહી છે. કર્મનાં ફળ ભોગવે છે. એને અગ્નિના ઢગલા સળગે છે તેવા વાડામાં પૂરીને રાજા એને આકરાં વચન કહે છે. સતી કહે છે: 'તું મારા શરીર ઉપર ખુશ થતો હો તો એના ટુકડાટુકડા કરી નાખ. આ શરીર તારે કબજે છે. પરંતુ) હું શીલની સગાઈ રાખું છું....]. કરેલાં કર્મ ભોગવવાં જ પડે છે એના દૃષ્ટાંતલેખે આ ચરિત્રકથા બાંધવામાં આવી છે. અનુપ્રાસો તરફ કર્તાને વિશેષ આગ્રહ છે. જેમાં એને સફળતા મળી છે. પૌરાણિક વસ્તુને ધ્યાનમાં લઈને રચાયેલા રાસોમાં પૂર્ણિમા ગચ્છના શાલિભદ્રસૂરિનો પંચપંડવ રાસ' અત્યાર સુધીમાં મળેલા રાસોમાં પહેલો જ જાણવામાં આવ્યો છે. કાવ્યાંતે જણાવ્યું છે તે પ્રમાણે પૂર્ણિમાગચ્છના શાલિભદ્રસૂરિએ કોઈ દેવચંદ્રની સૂચનાથી ઈ. ૧૩૫૪માં નાંદોદમાં આ રાસની રચના કરી હતી.૪૯ પંદર ‘ઠવણિઓમાં વિભક્ત થયેલો આ રાસ સ્પષ્ટ રૂપે ગેય કોટિનો છે અને સૂચક પ્રકારનું એણે એમાં વૈવિધ્ય પણ સાધ્યું છે. ઠવણિ ૧ : ૧૬+૧૬+૧૩ માત્રાની (ચણાકુલનાં બે ચરણ અને દોહરાના એકી ચરણના સંમિશ્રણવાળી) દોઢીની રર કડીઓ. ૨૩મી કડી ‘વસ્તુ' છંદની. ઠવણિ ર : એક દ્વિપદી અને એક ચોપાઈ-ચરણાકુલ એવો મિશ્ર પ્રકાર છતાં ૩૭ થી ૪૦, ૪૧ થી ૪૪, ૪૬થી ૪૯ સળંગ ચોપાઈઓ, અને ૫૦મી કડી “વસ્તુ' છંદની. ઠવણિ ૩ : ૫૧ થી ૬૨ “રોળા” છંદની, એના પછી ૬૩-૬૪ “વસ્તુ' છંદ, ઠવણિ ૪ : ૬૫ થી ૮૫ શુદ્ધ દોહરા'. એની પછી ૮૬-૮૭-૮૮ “વસ્તુ' છંદ. ઠવણિ ૫ : ૮૯ થી ૧૦૮ (આપેલા અંક ૧ થી ૨૦) ચોપાઈ-ચરણાકુલ, અને પછી ૧૦૯-૧૧૦ “વસ્તુ છંદ. વણિ ૬ : ગેયતાની દૃષ્ટિએ આમાં કેટલુંક વૈવિધ્ય; જેમકે ૧૧૧-૧૧૪ એ ચાર કડીઓ, ચોપાઈની ૧૫ માત્રા + દોહરાના વિષમચરણની ૧૩ માત્રાના સંમિશ્રણવાળી, ૧૧૫મી કડી દોહરાના સમચરણનાં ૪ ચરણોની ધ્રુવકડી, એના છેલ્લા ચરણનું પછીની હરિગીતની કડીમાં આવર્તન. (સરખાવો “ભરતેશ્વરબાહુબલિરાસ'નું સરસ્વતી ધઉલ.’) ૫૦ ૧૧૭ થી ૧૨૦ એ ૧૧૧-૧૧૪ પ્રકારની કડીઓ. ૧૨૧ મી અંતે “ગાલ વાળી ૧૨ માત્રામાં ચાર ચરણોની ધ્રુવકડી, એના છેલ્લા ચરણના આવર્તનથી ૧૨૨મી હરિગીતની કડી. ૧૨૩ થી ૧૨૬એ ૧૧૧-૧૧૪ ના પ્રકારની. ૧૨૭ થી ૧૩૨ ચોપાઈ-ચરણાકુલ, જેમાં ૧૩રમી કડીમાં છ ચરણ, આના પછી
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy