SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ અને ફાગુ સાહિત્ય ૧૫૩ તિણિ દિણ વિનું દિખાઉ સમરસિહી જિણધર્મોવણિ / તસુ ગુણ કરઉં ઉદ્યોઉ જિ અંધારઈ ફટિકમણિ આશા સરણિ અભિય તણી ય જિણિ વહગાવી મરુમંડલિહિં કિઉ કૃતજુગ-અવતારુ કલિજુગ જીત બાહુબલે i૮૧૯ આ નવાઈની વાત છે કે આ એવો સમય હતો જ્યારે આકરા સમયે ક્ષત્રિયો હથિયાર ધારણ કરી શકતા નહોતા અને સાહસિકોનાં સાહસ ગળી જતાં હતાં. આવા સમયે જિનધર્મરૂપી વનમાં સમરસિંહે દિવસ અજવાળ્યો. આ એ સમરસિંહના ગુણ, અંધારામાં સ્ફટિકમણિના જેવા, હું પ્રકાશિત કરું છે. જેણે મરુમંડલમાં અમૃતનાં ઝરણાં વહાવ્યાં, કલિયુગમાં સત્યયુગનો અવતાર કર્યો અને બાહુબલિભરતના નાના ભાઈને ગુણોમાં) હરાવી દીધો. બીજી ભાસમાં પાલણપુર નગરીનું વર્ણન ટૂંકમાં કરી, એ સમયે પાલણપુરમાં થઈ ગયેલા ઉપકેશગચ્છના આચાર્યોની ટૂંકી વંશાવળી આપે છે. એ ગચ્છના રત્નપ્રભસૂરિ, એના લક્ષદેવસૂરિ, જેમનો યશ હંસનો વેશ ધારણ કરી ગંગાના જલમાં કીડા કરી રહ્યો છે. ૨૦ એમના કક્કસૂરિ, એમના સિદ્ધસૂરિ, એમના દેવગુપ્તસૂરિ, અને એમના સિદ્ધસૂરિ.' આ જ સ્થળે ઉપકેશવંશના મૂળ પુરુષ વેસટનો વંશ ગણાવ્યો છે. બીજી ભાસમાં દેસલના ત્રણ પુત્રોના જન્મ વિશે ગોસલસુત દેસલ અણહિલપુર પાટણમાં આવીને વસ્યાનું કહ્યું છે. અહીં સંક્ષેપમાં પાટણનું વર્ણન કરી સહસ્ત્રલિંગનો પણ ઉલ્લેખ કરી લે છે : આવા કીર્તિસ્તંભની જાણે કે ઇંદ્ર માગણી કરી રહ્યો છે. આ નગરમાં પાતસાહ સુલતાનનો પ્રતિનિધિ અલપખાન રાજ્ય કરી રહ્યો છે, જે હિંદુ લોકોનું માન સારી રીતે સાચવતો હતો. આ એ અલપખાનની નોકરીમાં સમરસિંહ હતો. મીર માલિકો એને સમર્થ ગણી સમાનતા હતા. સમરસિંહનો મોટો ભાઈ સહજ દક્ષિણદેશમાં દેવગિરિમાં ધર્મમય વેપારમાં રોકાયેલો હતો; નાનો ભાઈ સાહણ ખંભાત જઈ રહ્યો હતો. ચોથી ભાસમાં, સમરસિંહ ખાનખાના(અલપખાન) પાસે ગયો અને હિંદુઓની યાત્રા ભાંગી પડી છે તેને ચાલતી કરવાનું માગતાં અલપખાને મીઠી નજર કરી તીર્થોદ્ધાર કરવાને ફરમાન કાઢી આપ્યું. પાંચમી ભાસમાં સમરસિંહના પિતા દેસની આ સમાચારથી પ્રસન્નતા કહીને એણે સિદ્ધસૂરિને શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરવાની વિનંતિ કરી એ સાધુની માગણી કરી, મદન પંડિત સરકારી હુકમ લઈ આરાસણ ગયો, જ્યાં મહિપાલદેવ રાણો રાજ્ય કરતો હતો. એના મંત્રી પાતા સાથે નીકળી મદન પંડિત ખેરાળુ અને ભાંડુ સુધી ફરીને જીર્ણોદ્ધાર માટેનો ફાળો એકઠો કરે છે, અને એ ફાળો પાલીતાણા પહોંચે છે. છઠ્ઠી ભાસમાં સંઘ યાત્રા માટે તૈયાર થાય છે. ગુરુ
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy