SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧ ભાસ ૩ : ‘રોળા’નાં ૧૪ અડધિયાં છે. ભાસ ૪ : બેવડા સોરઠાની ૬ કડી છે, જેમાં પ્રત્યેક અર્ધના પહેલા શબ્દ પછી ' એવોજ દરેક ઉત્તરાર્ધ ને છેડે ” ગેયતાવાચક મુકાયેલ છે. ભાસ ૫ : ‘રોળા'ની સાડાસાત કડી છે. ભાસ ૬ : ‘ઝૂલણા'ના ચરણની પ્રથમની ૨૦ માત્રાવાળા ટુકડાની ૭ કડી. ભાસ ૭ : રોળા'ની પ કડી. ભાસ ૮ : ૧૦ ‘દ્વિપદી’. . ભાસ ૯ : શુદ્ધ ‘ઝૂલણા’ છંદની ૯ કડી. ભાસ ૧૦ : દોહરાની ૧૨ કડી, જેમાં પ્રત્યેક એકી ચરણ પછી માદંતડે’ અને બેકી ચરણ પછી ‘સુના સુંવરે અને એ જ બેકી ચરણની પુનરાવૃત્તિ. ગેયતાના સૌદર્યનો આ જાતના આવર્તનથી તરત ખ્યાલ આવે છે. ભાસ ૧૧ : માત્રા ૧૬+૧૬+૧૩ની દોઢીની સાડા ૬ કડી છે. ભાસ ૧૨ : એકી-બેકી કોઈ પણ ચરણમાં પ્રાસ નહિ તેવી ૬ ત્રિપદી અથવા ૩ અર્ધવાળી ૬ કડી.. ભાસ ૧૩ : કબૂલીરાસમાં જે પ્રકારના દોહા ૮ મળે છે તે પ્રકારમાં ઉત્તરાર્ધમાં બેકી ચરણના પહેલા શબ્દનું રૂ સાથે આવર્તન.૧ આમ ગેયતાની દૃષ્ટિએ પ્રથમ વાર જ સૌંદર્ય એની ત્રણ ‘ભાસા'ઓમાં તો ઊડીને આંખે વળગે છે. આ ઐતિહ્યમૂલક રાસનો નાયક સમરસિંહ નામનો ઓસવાળ વણિક છે. ઓસવાળ જ્ઞાતિના વેસટના કુલમાં સલખણ, એનો આજડ, એનો ગોસલ, એના ત્રણ પુત્રો : આસધર દેસલ અને લૂણઉ. આ કુળ પાલણપુરમાં રહેલું. એમાંથી દેસલ અણહિલપુર પાટણ જઈને વસ્યો. એના ત્રણ પુત્રો તે સહજો સાહણ અને અમરસિંહ. આ અમરસિંહ એ સમયની મુસ્લિમ સત્તા નીચે પાટણમાં ઊંચો હોદ્દો ધરાવતો હતો. એ સમયે અલ્લાઉદ્દીનના સરદાર અલપખાનના હાથમાં આ પ્રદેશ હતો. ઈ.૧૩૦૦-૧૩૦૪માં મુસ્લિમ સત્તાએ પાટણ સર કરી પોતાનું સંપૂર્ણ આધિપત્ય સ્થાપી દીધું હતું. સમયના પ્રભાવે ઉત્તમ તીર્થોને ભાંગી નાખવામાં આવ્યાં હતાં.૧ શ્રાવકોની કાકલૂદીથી એ વખતના હાકેમ અલપખાને કેટલીક સરળતા કરી આપી હતી અને એ બળ ઉપર સમરસિંહે શત્રુંજય ઉપરના આદિનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. કવિએ પહેલી ભાસમાં સમરસિંહના પૂર્વજોનો ખ્યાલ આપ્યો છે. એમ કરતાં તીર્થોદ્ધારક પાંડવો, જાહડ અને બાહડ(વાગ્ભટ્ટ)નો નિર્દેશ કરી પછી તરત સમરસિંહનો ઉલ્લેખ કરે છે.૧૧૮ કવિ નોંધે છે કે - ૧૧૭ - હિવપુઃ નવી ય જ વાત જિણિ દિહાડઇ દોહિલએ। ખત્તિય ખગ્ગુ ન લિંતિ સાહસિયહ સાહસુ ગલએ ॥૬॥
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy