SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧ સિદ્ધસૂરિએ સંઘપતિ સમરસિંહ ઉપર વાસક્ષેપ કર્યો, કલ્પતરુ અમૃતનું સિંચન કરે તેની જેમ. સાતમી ભાસમાં સંઘ યાત્રા કરતોકરતો આગળ વધે છે. ત્યાં સંઘપતિ દેસલની આગેવાની હોવાનું કવિ નોંધે છે. સંઘમાં બીજા પણ શ્રેષ્ઠીઓ છે, જેનાં નામ કવિ ગણાવે છે. સેરીસા, સરખેજ, ધોળકા, ધંધુકા, લોલિયાણા થઈ પિપલાલીમાં નેમિજિનનો ઉત્સવ કર્યો. આઠમી ભાસમાં વિમલગિરિ(શંત્રુજય)નાં દર્શન કરે છે અને પાલીતાણામાં પ્રવેશ કરે છે. ત્યાં મરુદેવીને નમન કરી, જિનબિંબોની પૂજા કરી કપર્દી યક્ષને નમન કરે છે.૧૨૩ નવમી ભાસમાં સંઘ શંત્રુજય પર્વત ઉપર ચડે છે એનું ઝૂલણાની ૯ કડીમાં કવિ સુમધુર વર્ણન કરે છે ઃ ચલઉ ચલઉ સહિયડે સેત્રુજ ચડિય એ, આદિ જિણ-પત્રીઠ અમ્ડિ જોઇસઉં એ માણિકે મોતીએ ચકુ સુર પૂરઇ, રતનમઇ વેહિ સોવન અશોક વૃક્ષ અનુ આમ્ર પલ્લવ-દલિહિં, રિતુપતે રચિયલે તોરણ માલ ||૧||૧૨૪ જવાર । [હે સખીઓ, ચાલો ચાલો; શત્રુંજય ઉપર ચડીએ. આદિનાથની પ્રતિષ્ઠા થાય છે એનાં દર્શન કરીશું. માઘ સુદિ ચૌદસને દિવસે ત્યાં અનેક સંઘો નિર્વિઘ્ને આવી પહોંચ્યા છે. દેવો માણેક અને મોતીથી ચોક પૂરી રહ્યા છે. સોનેરી જ્વારા રત્નમય પાત્રોમાં વવાઈ રહ્યા છે. વસંતઋતુએ અશોકવૃક્ષ અને આંબાનાં પાંદડાંની તોરણમાળા રચી આપી છે.] ૧૨૬ ઈ.૧૩૧૫માં સમરસિંહે આ તીર્થનો ઉદ્ધાર કર્યો.૧૨૫ ત્યાંથી પછી સૌરાષ્ટ્રનાં બીજાં તીર્થધામોમાં સંઘ નીકળ્યો એનું વર્ણન એક સુંદર દેશીની ૧૨ કડીઓમાં કવિએ આપ્યું છે. સૌરાષ્ટ્રમાં આગળ પ્રથમ ચાવંડ (‘ચઉંડ’), ત્યાંથી અમરેલી; ત્યાંથી આગળ વધતાં સંઘ જૂનાગઢ (ગઢ જૂનઇ') પહોંચ્યો. ત્યાંનો મહિપાલદેવ સામો આવ્યો. મહિપાલ અને સમરસિંહ સામસામા ભેટ્યા, જાણે કે ચંદ્ર અને ગોવિંદ ભેટ્યા ન હોય! ત્યાંથી તેજલપુર થઈ વંથળીની ચૈત્યપ્રપાટી પતાવી ઊજિલ= ગિરનારની તળેટીના ગઢમાં આવી પછી પહાડ ઉપર જવા આગળ વધ્યા, જ્યાં પાંચમા હિર દામોદર અને કાલમેઘ ક્ષેત્રપાલની પાસેથી સુવર્ણરેખા નદી વહે છે અને વૃક્ષો ઝૂકી રહ્યાં છે ત્યાંથી પસાર થયા. એમ કરતાં પાજ ચડતાંચડતાં જૈન ઉપરકોટના તીર્થંકરોની પૂજા કરી અંબાજી સુધી પહોંચ્યા. અગિયારમા ભાસમાં, વસંતઋતુનો આનંદ લેતાંલેતાં ઊતરીને આગળ વધતાં દેવપાટણ (સોમનાથ પાટણ) આવ્યા. ઠેરઠેર મુકામ કરે છે ત્યાં ગાનતાન વગેરે થાય છે. માણસે માણસનાં હૈયાં દળાય છે.૧૨૭ અહીં આવી સોમનાથનાં દર્શન કર્યાં; કપર્દી યક્ષના બારણેથી
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy