SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ પંથકાર-ચરિતાવલિ-વિદ્યમાન થકારે ૧૧૫ જુગતરામ ચીમનલાલ દવે નૂતન પદ્ધતિની કેળવણી અને દેશ જ સંસ્કારનાં તળપદાં તનું સુગ્ય મિશ્રણ ધરાવતાં બાળકેળવણી, પ્રૌઢ કેળવણું, અને લોકવાચનનાં ચૌદેક જેટલાં પાઠય તેમજ વાચ્ય પુસ્તકના રચનાર અને સંપાદક હેવા છતાં એમના મુખ્ય વ્યવસાયને કારણે લોકે તે શ્રી. જુગતરામ દવેને મહાત્મા ગાંધીજીની ગ્રામ પ્રવૃત્તિઓના એક રીઢા, મૂક અને ક્ષેત્રબદ્ધ સેવક તરીકે જ વધુ ઓળખે છે. સં. ૧૯૪૭ ના ભાદરવા સુદ ૧૩ ના દિવસે (ઈ. સ. ૧૮૯૧ માં) વઢવાણ શહેરમાં ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિમાં એમને જન્મ થયો. મૂળ લખતરના વતની શ્રી. ચીમનલાલ ગણપતરામ દવે એમના પિતા અને ડાહીબાઈ એમનાં માતુશ્રી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વઢવાણ શહેર, મુંબઈ તથા ધ્રાંગધ્રામાં લીધું. એવામાં મુંબઈમાં સ્વામી આનંદ અને કાકા કાલેલકરના સંસર્ગમાં અને ત્યારપછી ગાંધીજીના સંસર્ગમાં તે આવ્યા અને એમના જીવન માટે પલટ લીધે. કૌટુંબિક કારણે અટવાએલો લગ્નને પ્રશ્ન પડતો મૂકી ધગશપૂર્વક એમણે દેશસેવાની પ્રવૃત્તિઓમાં જ જિંદગી બોળી દીધી. ગાંધીજીના આશ્રમમાં બાળશિક્ષણનું કામ લઈને તે બેસી ગયા. અને પછી તે ગાંધીજીની અનેકવિધ પ્રવૃત્તિઓએ એમનું જીવન વ્યાપી લીધું. ઉપરના મહાનુભાવો ઉપરાંત રવીન્દ્રનાથની ગીતાંજલિ અને ગીતાએ એમના જીવન પર ખૂબ અસર કરી, અને સાહિત્ય તથા કર્મયુગનું સુંદર સંગમસ્થાન એમનું જીવન બની ગયું. ૧૯૨૨-૨૩ માં અસહકારની લડત વેળાએ સ્વામી આનંદ સુદ્ધાં બધા જ જેલમાં ગયા ત્યારે ‘નવજીવન’ ‘યંગ ઈડિયા આદિ પ નવજીવન મુદ્રણાલય અને પ્રકાશનમંદિરનું સંચાલન એમણે ઝીલી લીધું; હરિપુરા મહાસભા વખતે લાખોની મેદનીની ગંદકીની સફાઈ જેવું કપરું કામ એમની મૂગી ધીરજ અને ખડતલ ખાતે સફળતાથી પાર પાડયું, અને આજે રાષ્ટ્રીય શિક્ષણનું પોતાનું મુખ્ય કાર્ય કરતાં કરતાં સાથેસાથ થતું રાનીપરજ વિદ્યાર્થીઓ અને ર્કમાં ગ્રામસેવાનું કાર્ય ફરી સંભાળીને સૂરત જિલ્લાના વેડછી ગામના નાના આશ્રમમાં પાછા ક્ષેત્રબદ્ધ થઈ ગયા છે. ત્યાં રહે રહે પોતાના પ્રિય વિષય “વિદ્યાર્થીઓ અને ગ્રામજનતા” ને અભ્યાસ પણ તે કરે છે, અને જે કાંઈ અવકાશ મળે તે વિદ્યાર્થીઓ અને પ્રૌઢે માટેનું સાહિત્ય સંપાદન કરવામાં ગાળે છે. એમનાં પુસ્તકોની યાદી નીચે મુજબ ૧ કૌશિકાખ્યાન (કાવ્ય)
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy