SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ -- -- ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ ૨ આંધળાનું ગાડું (નાટક). ૩ ચાલગાડી (સ્વ. ગિજુભાઈ સાથે) પાઠ્ય પુસ્તક ૪ ચણુબેર (સંપાદિત ગીતસંગ્રહ) ૫ રાયણુ , ૬ ગાંધીજી (શબ્દચિત્રો) ૭ ખેડૂતને શિકારી અને મધ્યમસરની ચાલ (નાટક) ૮ ગ્રામભજન મંડળી (સંપાદિત ગીતસંગ્રહ) ૯ લોકથી (પ્રૌઢનું પાઠ્ય પુસ્તક) શ્રી નરહરિ પરીખની સાથે ૧૦ ભારતસેવક ગોખલે (જીવનચરિત્ર) ૧૧ વિદ્યાપીઠ વાચનમાળા (સંપાદકોમાંના એક તરીકે) પહેલી ચોપડી (પાઠ્ય પુસ્તક) બીજી છે કે ૧૩ છે ૧૪ w ચોથી , ત્રીજી છે - સ્ના શુકલ પ્રિયમતિ શુક્લને નામે આજથી પચીસ-સત્તાવીસ વર્ષ પર લેખનની શરુઆત કરીને માસિકોમાં સુંદર લેખ તથા બે મરાઠી નવલના રોચક અનુવાદો આપનાર આ લેખિકાના જીવનને મોટો ભાગ રાજકારણથી રંગાએલો છતાં અને આજે એ જ મુખ્ય કાર્યક્ષેત્ર રહ્યું હોવા છતાં એમની કલમ તે આ ત્રણ દસકાના ગાળા દરમ્યાન પત્રકારત્વ, દેશભક્તિના ગીતે અને બીજાં કાવ્યો તેમજ પ્રકીર્ણ લખાણમાં સતત ચાલતી જ રહી છે અને “આકાશનાં ફૂલ' નામથી ગયે જ વર્ષે બહાર પડેલા કાવ્યસંગ્રહ દ્વારા એની પ્રતીતિ એણે આપી છે. સંવત ૧૯૫૩ ના શ્રાવણ સુદ પાંચમે-ઈ. સ. ૧૮૯૭ ને એગસ્ટ માસમાં સૂરતમાં વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં વકીલ જેવચરામ કેશવરામ ત્રિવેદીને ત્યાં એમને જન્મ થયો. એમનાં માતાનું નામ તારાગૌરી. પણ એમનું જીવનઘડતર પિતાના જ સહવાસમાં અને એમને જ હાથે એક પુત્રરૂપે થયું, તે એટલે સુધી કે પિતા એમને “પ્રિયમતિ' કે “જન્મા ' ન કહેતાં “કીકુભાઈ' કહેતા અને જીવ્યા ત્યાં સુધી એ જ નામે પુત્રભાવે સંધતા. એમણે એમના જીવનમાં દેશસેવાની ઝંખના અને પ્રજાસેવાની ઉમા નાનપણથી જ પ્રગટાવી હતી.
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy