SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. È વાર્તા, નાટિકા, રેખાચિત્રા, નિબંધ, અવલેાકન અને વિવેચન, ઢાળ્યેા, પ્રતિકાવ્યેા એમ વિવિધ ક્ષેત્રમાં એમણે કલમ ચલાવી છે. એ લખાણા મોટે ભાગે આજે સામયિામાં જ ઢંકાએલાં રહ્યાં છે, પણ એમાં એમની વિચારણાનું તેજ જણાઈ આવે છે. એ ઉપરાંત એમનું લખેલું સ્વ. ચિત્તરંજન દાસનું ચરિત્ર 'દેશબંધુ ' ૧૯૨૫ માં પ્રકટ થયું છે. ૧૧૪ જયન્તી ઘેલાભાઈ દલાલ શ્રી. જયન્તી ઘેલાભાઈ દલાલના જન્મ સં. ૧૯૬૬ ના કાર્તિક સુદ ૫ (તા. ૧૮-૧૧-૧૯૦૯) નારાજ થએલેા. તેમના પિતાનું નામ ઘેલાભાઈ દેાલતરામ દલાલ અને માતાનું નામ માણેક બહેન વાડીલાલ. તે અમદાવાદના વીસા ઓશવાળ જૈન વિષ્ણુક છે. તેમણે હજી લગ્ન કર્યું નથી. તેમણે પ્રાથમિક કેળવણી અમદાવાદમાં, માધ્યમિક કેળવણી સુરત તથા અમદાવાદમાં અને ઊઁચી કેળવણી અમદાવાદની ગુજરાત કૉલેજમાં લીધી હતી. કૉલેજમાં ઈંટરમાં તે અંગ્રેજીની પરીક્ષામાં પહેલે નંબરે આવેલા તેથી જ્યુનીયર ખી. એ. ના અભ્યાસમાં તેમને સરકારી સ્કાલરશિપ મળેલી. ખી. એ. ના સીનિયર્ વર્ગમાં સ્કૉલરશિપ લઈ લેવામાં આવેલી અને રાજકીય અશાંત વાતાવરણને કારણે પાછળથી અભ્યાસ છેાડી દીધા તેમજ બી. એ. ની પરીક્ષા આપી નહિ. ઇતિહાસ, અર્થશાસ્ત્ર અને રાજકારણ એ તેમના પ્રિય વિષયેા છે. રાષ્ટ્રીય ચળવળને અંગે તેમને અનેક વાર તુરંગવાસ કરવા પડયો છે. ‘રેખા ’ માસિક અને ‘ગતિ’ ગ્રંથમાળાના સંચાલનના તે આત્મારૂપ છે. કોલેજ છેડતાંની સાથે એક બાજુએ રાષ્ટ્રીય સેવા અને બીજી બાજુએ સાહિત્યસેવામાં તેમને રસ દીપ્તિમાન બન્યા છે. વર્તમાન રંગભૂમિના વિકાસમાં તેમના વિશેષ રસ છે. તેમના પિતા સ્વ. ઘેલાભાઈ' દેશી નાટક કંપની ’ સંચાલન કરતા અને તેમના જીવન ઉપર પિતાની વિશેષ અસર પડી હાવાથી રંગભૂમિ પ્રત્યેના તેમના રસ એ પિતાના એક વારસા સરખા જ છે. તેમની સાહિત્યસેવાનું પહેલું ફળ બળવાખાર પિતાની તસ્વીર ' (૧૯૩૭–૩૮) હતું, જે Portrait of a Rebel Father ને અનુવાદ છે. ત્યારપછીની તેમની કૃતિઓઃ ‘ઝબૂકિયાં' (૧૯૩૯), ‘ પગદીવાની પછીતેથી ’ (૧૯૪૦), ‘ જવનિકા, (૧૯૪૧), · ધીમુ અને વિભા’ (૧૯૪૩), જ .
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy