SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના પ્રાચીન સાહિત્યના ઇતિહાસનું દિગદર્શન આ મૂળ દીવાઓમાં કોઈ પણ અન્ય જ્યોતિના પ્રભાવથી જવાલાઓ પ્રકટી હોવી જોઈએ. તે વિષયે તેમની દન્તકથાઓ ઉપરાંત કાંઈ પુરાવો શેધીએ તે તેમાંથી પણ ફલ જડે એમ છે. (૧ ) મીરાંબાઈ -( જુઓ “એ”). ( ૨ )શ્રીમદ્ભાગવતની અસર–આ શતકના ઉત્તરાર્ધના ભીમ ઉપર થઈ-બુ. કા. ભા. ૪. પૃ. ૪૭; ભાગવત માહાભ્ય. પૃ. ૪૯-૫૧ઃ ભાગવતના અધ્યાયોને સાર, અને પૃ. ૧૫ર માં ફલશ્રુતિનો લોક “પંડિત બોપદેવ દિજ એક, કીધે હરિલીલા વિવેક, તેને આધારે કહીએ થા, સરવર જમલો કુવો યથા” શ્રીમદ્ભાગવત બોપદેવનું કરેલું છે એમ આજ કેટલાક માને છે અને કેટલાક નથી માનતા; પરંતુ બે પદે વર્તમાન ભાગવતપ અથવા અન્યા ભાગવતરુપે કંઈ પણ ગ્રન્થ તે કરેલો જ હતું. અને તે ગ્રન્થને આભા આ કાળે ગુજરાતમાં ક્રુરત હતું. એટલું આથી સિદ્ધ થાય છે. બોપદેવના દેશના રાજાએ ગુજરાત ઉપર વિજય પ્રયાણ ઈ. સ. ૧૨૬૦ માં કર્યું હતું એ આપણે જોયું છે, અને તેણે રચેલી હરિલીલાને આધારે આપણા ભીમ કવિએ પણ ઉક્ત પ્રકારે હરિલીલા રચી છે ને તેમાં ભાગવતના અંશ આવે છે. એ રાજાના કાળથી તે ભીમના કાળ સુધી જે બાપદેવની ભાગવતથા ગુજરાતમાં કીતિમતી હતી તે જુનાગઢના રજપુત રાજ્યમાં અપ્ર-સિદ્ધ નહી હોય અને એ કથાનાં બીજ અને રહસ્ય આપણ નરસિંહ મહેતાના હૃદયની જવાલાપ થયાં હતાં એમ એવા ગ્રન્થમાં સ્પષ્ટ સ્કુરે છે. મીરાને ગમેલું ગીતગોવિંદ અને નરસિંહને ગમેલી રાસલીલાવાળું ભાગવત એ ઉભય ગ્રન્થનું પૃથક્કરણ કરીયે તો દેવકથા અને દેવરહસ્ય * રા. આનંદશંકર ગયા શ્રાવણના “વસંત” માં, (૧) મુંબઈ સમાચારના એક લેખકે આપેલી મીરાંબાઈની જન્મમરણ તિથિઓ ઉપરથી અને (૨) ચેતન્યાનુયાયી છા ગોસાંઈના પ્રસંગથી એવું અનુમાન કરે છે કે મીરાં સેળમા શતકના મધ્યમાં (૧૫૪૦ માં) વિદ્યમાન હતાં, અને એમના હૃદયની વાલા ચૈતન્ય સંપ્રદાયથી પ્રકટી હતી. જે ગોસાંઈના પ્રસંગની કથા મીરાંએ ગાઈ છે તે છવા ગેસઇની જ હતી એમ માનવાનું કારણ મીરાંના કે કોઈ અતિહાસિક લેખમાં નથી. તેમાં ઉકત જીવનમરણ તિથિઓને માટે કાંઈ આધાર નથી, અને હોય તે તે બીજી કોઈ મીરાં સંબધે હોવું જોઈએ. કારણ કર્નલ ટેડ આપણા મીરાંબાઈને મેવાડના કુમ્ભા રાણુની રાણું ગણે છે. અને તેની તારીખે હારા ભાષણ પ્રમાણે છે. આબુ પર્વત ૧૩૯
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy