SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ (ઓ) નરસિંહ મહેતા (૧૪૧૫–૮૧), મીરાં (૧૪૦૩–૧૪૭૦), પાટણ ભાલણ (૧૪૩૯-૧૫૩૯); સિદ્ધપુરનો મોઢબ્રાહ્મણ ભીમ હયાત હત (૧૪૮૪); એ જાતે ઉદીય હતે. બીજરૂપ કવિઓ-નરસિંહ વગેરે આ શતકના પૂર્વાર્ધમાં નરસિંહ અને મીરાં અને ઉત્તરાર્ધમાં ભાલણ અને ભીમ થઈ ગયાં. પૂર્વાધ-અમદાવાદમાં પ્રથમ સુલતાનીને પાયો નંખાયો અને આખા ગુજરાતનાં તેમના તરફને ક્ષોભ વ્યાપી રહ્યા હતા તે વખતે માત્ર બે સ્થાને, નરસિહના જુનાગઢમાં અને મીરાંબાઈના દ્વારકામાં, જેની ઉજજડ સ્થિતિએ કોઈ રાજાને કે સુલતાનને આઠમા શતક પછી આકર્ષા નથી ત્યાંજ શાંતિ અને ઉદય હતાં. કુમ્ભ ગુજરાત ઉપર ચડાઈ કરતે. હતું પરંતુ તેના બીજા ખુણામાં પડેલી દ્વારાવતીમાં જઈ શકે એમ ન હતું. તે દ્વારાવતીએ મીરાંને શાંતિ અને આશ્રય આપ્યાં હતાં ત્યારે નરસિંહને સ્વદેશે આશ્રય આપ્યો હતો. ગૃહકુટુંબ અને જ્ઞાતિ સાથે ઉભય ભકતએ સંબંધ છેડે હતો અને શ્રીકૃષ્ણ સાથે નો સંબંધ બાંધ્યું હતું. ઉભયની કવિતામાં અકૃત્રિમ શૈલી અને હદયપ્રસાદ છે. કેઈ શક્તિએ દીવાસળી બનીને એમનાં હૃદયમાં નવી જવાલાઓને પ્રકટી અને કીયા તેલથી એ જવાલાઓ તેમનાં મરણ સુધી હલાઈ નહી, અને તેમના ઉત્તરાધિકારીઓને દાયાદ કરતી ગઈ એટલા પ્રકરણની શોધમાં ચમત્કૃતિ હેવી જોઈએ. ગુજરાતના આ આદિ કવિઓમાં આ વાલાએ ગુજરાત બહારના કોઈ પ્રસિદ્ધ નવા ધર્મપ્રવર્તકેમાંથી નથી આવી; કારણ તે સર્વ આ કલિયુગના આયુષ્ય પછી જમ્યા, અથવા ઉદય પામ્યા છે. (જુ ઉપર “એ') તેમજ સર્વ પ્રવર્તકોના ઉપદેશનાં બીજ નરસિંહ અને મીરાંનાં કાવ્યોમાં છે, અને આ બેની કીર્તિ ગુજરાત બહાર કાશ્મીર અને સમુદ્રસુધી પ્રસરી હતી. એ બે વાત ધ્યાનમાં લઈએ છીએ ત્યારે ગુજરાતનાં આ બે રત્નની અમરપ્રભાઓથી આ સર્વ પ્રવર્તકોને ઉપદેશબીજ મળ્યાં છે એવું ભાન થવાને પ્રસંગ છે. કોઈ ના યુગ બેઠે હોય તેમ આખા હિંદુસ્થાનના સર્વ ભાગમાં આ પ્રવર્તકે નવા દીવા પેઠે પ્રકટયા હતા અને (જયદેવ અને મીરાં શીવાયના સર્વ) તે દીવાઓના મૂળ દીવા નરસિંહ અને મીરાં ગુજરાતમાં તેમનાથી આગળ પ્રકટયા હતા. ૧૩૮
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy