SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સન ૧૯૩૩ નો સાહિત્ય પ્રવાહ એ વિષયમાં અમને ખૂબ રસ હતું, અને કવીશ્વરનું જીવનચરિત્ર લખાય તે સારૂ બહુ ઉત્સુક હતા; તેથી કવિ નહાનાલાલનું પુસ્તક પ્રસિદ્ધ થતાં પહેલી તકે જ તે મેળવી અમે સાવૅત વાંચી ગયા હતા, અને કહેવાની જરૂર નથી કે તે અમને પ્રિય થઈ પડ્યું હતું. એવું ઉત્તમ પુસ્તક અમે પૂર્વે નંદશંકરનું ચરિત્ર વાંચ્યું હતું. એ બંનેની નિરૂપણ શૈલીમાં કેટલુંક સામ્ય માલુમ પડશે ઃ એકમાં સુરતનો તાદશ્ય વૃત્તાંત આવે છે, ત્યારે બીજામાં આપણે તે સમયના કાઠિયાવાડના સમાજ જીવનથી, પરિચિત થઈએ છીએ. બંને લેખકેની વિશિષ્ટતા એ છે કે મધ્યસ્થ ચિત્રની આસપાસ સામાજિક પરિસ્થિતિની ભૂમિકા ઉભી કરી, એવું ઐતિહાસિક વાતાવરણ ઉપજાવે છે કે આપણે સમકાલિન દશ્યો અવેલેકતા ન હોઇએ એવો આભાસ થાય છે; અને તે દષ્ટિએ, અન્ય ઐતિહાસિક સાધનના અભાવે, એ પુસ્તકોનું મૂલ્ય થોડું નથી. બંને સમર્થ અને પ્રતિભાશાળી લેખકો છે એટલે એમણે દોરેલાં સમાજ ચિત્રો પણ વિવિધ રંગોથી સારી રીતે ચિતરેલા અને સુરેખ છે, અને તેની છાપ મનગમ નિવડે છે. કવીશ્વરનાં ચરિત્રનો હજી એક ભાગ બહાર પડેલો છે; બીજા બે ભાગે લખાઈ રહ્યા છે; તે મળે, આખું ચરિત્ર અવલોકવું વધુ સવડભર્યું થઈ પડશે એમ અમે માનીએ છીએ. એ જ વર્ષમાં કવિશ્રી તરફથી બીજી બે ચોપડીઓ મળી હતી, (૧) “ઓજ અને અગર” અને (૨) “સરસ્વતીચંદ્રનું જગતની કાદંબરીઓમાં સ્થાન.” પહેલું પુસ્તક એમના આરંભકાળનો પ્રયાસ છે, અને એમનો કાવ્યવિકાસ તપાસવા માટે એ ઉપયોગી છે. સરસ્વતીચંદ્રની સમાલોચનાનું પુસ્તક એ નવલકથા પ્રકટ થઈ તે સમયે લખાયેલું હોત તો તે વધુ આક“ક થાત અને તેની કાંઈક વિશેષ અસર થવા પામત. તે પછી જમાનો વહી ગયો છે; એ જીવનસૃષ્ટિજ બદલાઈ ગઈ છે; સામાજિક નવલકથા તરીકે આજે સરસ્વતીચંદ્રની ઝાઝી અસર માલુમ નહિ પડે, એમાંના રાજકીય પ્રશ્નની ચર્ચાએ નવીન સ્વરૂપ ધારણ કરેલું છે; માત્ર એમાંનો તત્વચિંતનો ભાગ એ વિષયના રસિયાને રસપ્રદ થઈ પડે; પરંતુ એક નવલકથા તરીકે એમાં ઉપરોક્ત વિષયોની લાંબી ચર્ચાઓથી, ઉત્તમ કથાઓમાં તેની ગણના કરવામાં કેટલાક વિવેચકે વાંધો ઉઠાવે છે, અને તે ખોટું નથી. ગમે તેમ હો, ગયા જમાનામાં એના જેવું સરસ અને લોકપ્રિય બીજું કોઈ પુસ્તક નહોતું, અને ગુજરાતી સાહિત્ય એથી ઉજજવળ બન્યું હતું તે ૨૯
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy