SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫ આર્ય અને દશ્ય જાતિના મિત્ર જ નહિ, પણ વિશ્વના મિત્ર અને ઉદ્ધારક બને છે, એ નવીન દૃષ્ટિબિંદુ વિચારવા જેવું છે. નરસૈભક્ત હરિને ” એ ચરિત્ર ગ્રંથ વિષે અમે બુદ્ધિપ્રકાશમાં વિસ્તારથી વિવેચન કરેલું છે, એટલે એ વિષયને અહિં ફરી નહિં ચર્ચાએ પણ એટલું નેંધીશું કે કર્તાએ ભક્ત કવિ નરસૈ મહેતા વિષે ઉપલબ્ધ સાહિત્ય વાંચીને તેમના મન પર જે સંસ્કાર છાપ પડેલી તેનું પ્રતિબિંબ ઉપરક્ત પુસ્તકમાં ઉતાર્યું છે, પણ તેથી એમ નથી કરતું કે એમાં વર્ણવેલી સર્વ વિગતે સાચી અને ઐતિહાસિક છે. કવિ ન્હાનાલાલનું “દલપતરામ ચરિત્ર,' શ્રીયુત વિશ્વનાથ ભટ્ટનું વીર નર્મદ,” શ્રીયુત માનશંકરભાઈનું રાજાબાહાદુર છબીલારામ, શ્રીયુત બાપાલાલ વૈદ્યકૃત જયકૃષ્ણનું ચરિત્ર, પાર્વતીબાઈ આથવલેનું આત્મવૃત્તાંત, અને સંત કાન્સિસ, શ્રીયુત મહાદેવભાઈ લિખિત, એ પુસ્તકે કોઈને કોઈ દૃષ્ટિએ અમને મહત્વનાં અને મનનીય માલુમ પડ્યાં છે. | સને ૧૯૧૧માં શ્રીયુત -ન્હાનાલાલે ભગવદ્ ગીતાનું સમશ્લોકી ભાષાંતર પ્રસિદ્ધ કર્યું, તે પુસ્તક એમણે કવીશ્વર દલપતરામને અર્પણ કર્યું હતું, એ સુપુત્રે સ્વર્ગસ્થ પિતાને આપેલી અંજલિ અમને ખાસ પસંદ પડી હતી અને તેથી તે બુદ્ધિપ્રકાશ'માં એ વખતે અમે ફરી છાપી હતી. તે સમયે અમને સ્કરેલું કે કવીશ્વરનું જીવનચરિત્ર એ બુદ્ધિશાળી અને તેજસ્વી કલમ બાહદુરના હસ્તે લખાય છે તે એક સુંદર કૃત્તિ થઈ પડે; અને વચમાં અમે મિત્રો પાસેથી સાંભળ્યું હતું કે એવું એક પુસ્તક લખવાને કવિ ન્હાનાલાલનો વિચાર છે, અને તે સારૂ માહિતી પણ સંગ્રહી રહ્યા છે. 1 સોસાયટીએ કવીશ્વરનું ચરિત્ર લખવાનો નિર્ણય કર્યો હતો અને એ વિષયને યોગ્ય ન્યાય આપી શકે એવા એમના સંસર્ગમાં આવેલા એક બે વિદ્વાનોને તે ચરિત્ર લખી આપવાનું સૂચવ્યું હતું, પણ તે માટે હજુ કેટલોક સમય વિત જોઈએ, અને બીજી પણ કેટલીક તૈયારી હોવી જોઈએ, તે કારણ આગળ ધરી, તેઓએ અનીચ્છા દર્શાવી હતી. તે અરસામાં કે તેની આસપાસના વર્ષોમાં કવીશ્વરના એક પ્રિય 'શિષ્ય અને એમના વિશેષ સમાગમમાં આવેલા કાશીશંકર મૂળશંકરે શ્રી સયાજી સાહિત્ય માળામાં કવિ દલપતરામનું ચરિત્ર લખી આપ્યું હતું કવીશ્વરનાં સ્મરણ એમણે તે અગાઉ બુદ્ધિપ્રકાશમાં આપ્યાં હતાં. આમ ૨૮
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy