SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫ લખીને ગોવધનરામે ગુજરાતની અને ગુજરાતી સાહિત્યની અપ્રતિમ સેવા કરેલી છે અને તે માટે પ્રજા એમની અત્યંત ઋણી છે, અને એમની પચીસમી સંવત્સરી નિમિત્ત જે સમારંભ થયો તે પ્રસંગે પ્રસ્તુત શ્રદ્ધાંજલિ અપને કવિશ્રી ન્હાનાલાલે ખરેખર એક પ્રશસ્ય કાર્ય કર્યું હતું. કૌમુદીકારે સાહિત્ય સેવક ગણની યોજના ઘડી, તેને અમલમાં આણી તેમાંના સાહિત્ય સેવકેએ સાહિત્ય કાર્યની વહેંચણી કરી તેમાં નર્મદ દલપતયુગનો ઇતિહાસ લખવાનું કાર્ય શ્રીયુત વિશ્વનાથ ભદ્દે ઉપાડી લીધું હતું; જેઓએ એમણે યોજેલો પારિભાષિક કેષ અવલોક્ય હશે તેઓ જાણે છે કે અર્વાચીન ગદ્ય સાહિત્યનું એમનું વાંચન વ્યાપક તેમ ઝીણું છે. એમણે એ નર્મદ દલપતયુગનું સાહિત્ય વાંચીને અસંતોષ માન્ય નથી; પણ સમકાલીન માસિકેની પુરાણી ફાઈલ બને તેટલી ઉથલાવી ગયા છે; અને એ અભ્યાસ ને વાચનના પરિણામે એમનું “વીરનર્મદ”નું પુસ્તક એક ઉત્તમ પુસ્તક નિવડયું છે. એવાં બહુ ચેડાં પુસ્તક, વિવેચનાત્મક, ગુજરાતીમાં મળી આવશે. એ પુસ્તક બહાર પડયું તે પૂર્વે લેરન્સ બિન્યનનું અકબર ચરિત્રનું પુસ્તક અમારા વાંચવામાં આવ્યું હતું, અકબર વિષે મહાટા અને વિસ્તૃત ચરિત્રે લખાયાં છે, અને તે સારૂ સાધન સામગ્રી પણ વિપુલ છે, પરંતુ એક કુશળ ચિત્રકાર આવશ્યક વિગતેનો ઉપયોગ કરી એક ઉત્તમ અને લાક્ષણિક તૈલચિત્ર ઉપજાવી કાઢે છે, અને તે જોનારને મૂળપુરુષને તાદશ્ય ખ્યાલ આપે છે, એ પ્રતિનું પુસ્તક હતું; અને એવી સબળ છાપ વીર નર્મદનું ચરિત્ર વાંચતાં અમારા મન પર પડી હતી. કેટલીક મર્યાદાઓને લઈને લેખકને એ વિષયને ટુંકાવવો પડ્યો હત; તે ચિત્ર સંપૂર્ણ મેળવી શક્યા હોત તે એનો આનંદ કંઈક ઓર જામત. પ્રસ્તુત લખાણ વાંચીને કવિ નર્મદ વિષે વધુ અને વધુ જાણવાને આપણી ઈંતેજારી વધે છે; લેખક એ વિષય ફરી હાથમાં લે અને કવિ નર્મદનું ફુલ સાઈઝ તૈલચિત્ર ચિતરે, તો અમને શ્રદ્ધા છે કે, એક જવલંત કૃતિ થઈ પડશે. કાઠિયાવાડના ઈતિહાસમાં નાગરોએ વીરતાભર્યો ભાગ ભજવે છે; અને એમની કલમની જેમ એમની બરછી પણ એટલી મશહુર છે. અમરજી દિવાન, રણછોડજી દિવાન, ત્રિકમદાસ અને એમના વંશજો, રાજા બહાદુર દયાબહાદુર અને રાજા છબીલારામનાં પરાક્રમ, એમની હિંમત, મુસદ્દીગીરી અને સાહસિકતા સુપ્રસિદ્ધ છે; અને આપણે સંતેષ પામવા જેવું એ છે કે એ વીર પુરુષોમાંના કેટલાકનાં ચરિત્ર ગુજરાતીમાં લખાયાં છે, તેમાં
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy