SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫ હદયમાં સર્વોત્તમ તરંગે મોકલતાં, દૈવી તત્વજ્ઞાનનાં ઝરણું તેના તરસ્યા હોઠ પર પડતાં. અને પૂજ્ય ભૂતકાળે ઇતિહાસ કે કથામાં જે જે મહત્તા, સુજનતા કે સૌંદર્ય અમર કર્યા હતાં તે એ સમજતો અને જાણતો. શેલીની કાવ્ય રચવાની અદ્દભુત શક્તિ દરેક વસ્તુને અપૂર્વતા અર્પ રહે છે, દરેક વસ્તુને જુદા અને મોહક રૂપમાં, મેહક સંબંધમાં તે નીરખ્યાજ કરે છે. તેના મગજમાં આખી સૃષ્ટિનું ભાવનાત્મક સ્વરૂપ તરવર્યા ર્યા કરે છે. અભુત સરસતાની ભાવના તેની દરેક મનોદશાને પ્રેરી રહી છે. જેવી એની રસવૃત્તિ છે તેવી જ એની સર્જક શક્તિ છે. શબ્દ, વા, ટુંકે, શબ્દચિત્ર, અલંકારો, ભાવે, અને ભાવનાઓ–અપ્રતિમ, ઊંચિત, અને સરસ-એની કૃતિઓમાં, અખંડ ધોધ વહ્યા કરે છે. એ જન્મથી કથનકાર છે. એનો શબ્દ સૃષ્ટિને અપૂર્વતા અર્પે છે. એણે રચેલી સૃષ્ટિ ખરી સૃષ્ટિથી સરસ અને સજીવ, સમગ્ર માનવ જીવનને સમૃદ્ધ અને ભાવનાશીલ કરી રહે છે. માત્ર આવી સૃષ્ટિ સરજવામાં મનુષ્યને પરમાત્માનું દર્શન સંભવે છે એમ કેટલાક તત્વવેત્તાઓ માને છે. એક અગ્રણી જર્મન તત્વવેતા કહે છેઃ “સૃષ્ટિમાં રહેલી, અસ્મિતાને હેતુપૂર્ણ વ્યવસ્થા, અને તે વિનાની વ્યવસ્થાનો વિરોધ નિરંતર ચાલી આવ્યો જણાય છે; અને આખરે કલાત્મક કૃતિના સહેતુક સંવાદમાં વિરામ પામે છે. એમાં બુદ્ધિ આખરે સંપૂર્ણ આત્મદર્શનની પરાકાષ્ઠા અનુભવે છે. સાથે અમર્યાદિત આનંદ પણ રહેલો હોય છે. બધો વિરોધ નાશ પામે છે, ને બધાં રહસ્ય સમજાય છે. દશ્ય અને દૃષ્ટાની અસ્મિતાપૂર્ણ ક્રિયા વચ્ચે અણધારેલો સંયોગ કોઈ અય તત્વ રચી દે છે. એ સંગમાં રહેલું સંપૂર્ણ ને નિશ્ચલ તાદામ્ય દર્શનમય સૃષ્ટિ સરજે છે. આ તાદામ્ય સામાન્ય સૃષ્ટિને અનુભવ કરનારની દૃષ્ટિથી છુપાયેલું છે. છપાવનાર પડદે કલાકારની દૃષ્ટિ આગળથી ખસી જાય છે. અને કૃતિઓ રચવાની એને સ્વયંભૂ પ્રેરણા થાય છે. કલા, એક ને શાશ્વત એવું દર્શન બની જાય છે. પરમ તત્ત્વ, જે કદી દર્શનનો વિષય થતું નથી, અને છતાં જે દર્શનને વિષય થઈ શકે એવી સૃષ્ટિને હેતુ છે તેના અસ્તિત્વની ખાત્રી આ ચમત્કારથી થાય છે, અને તેથી કલા તત્વજ્ઞાનથી ચઢે છે. કલાત્મક કૃતિમાંજ દર્શન એ પરમ તત્વને સ્પર્શે છે. તત્વજ્ઞાની કલાને સર્વોત્તમ લેખે છે. “સહેતુક ક્રિયા” અને “અહેતુક આવિર્ભાવ” પ્રકૃતિ અને
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy