SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સન ૧૯૩૩ ને સાહિત્ય પ્રવાહ knowledge of power પ્રતિભાશાળી સાહિત્ય અને knowledge of Information જ્ઞાનબોધ સાહિત્ય, જે ઉપર જણાવેલા શ્રીયુત મુનશીના લાક્ષણિક ભેદને લગભગ અનુસરતા છે, અને વાચક એ નમુના પરથી જોઈ શકશે કે એમનું વક્તવ્ય સ્પષ્ટ રીતે સમજાવામાં લેખક કેટલા બધા વિજયી નિવડ્યા છે. શ્રીયુત મુનશી એક બાહોશ એડવોકેટ છે; અને એમની દલીલો એવી મુદ્દાસર અને સચોટ હોય છે કે તેઓ સામા પર ધારી અસર ઉપજાવી શકે છે; કોર્ટના કેસમાં એક પછી એક દલીલ ક્રમસર રજુ કરી, છેવટ ઉપસંહારમાં આખા કેસની સમાલોચના કરી, તેનું તારતમ્ય ખેંચે છે, તેમ પ્રસ્તુત વિષયમાં એમની દલીલ અને ઉપસંહાર નીચેના ઉતારામાં નજરે પડશે. સાહિત્ય લેખનનું ધ્યેય સરસતા ક્રમસર કેમ પ્રાપ્ત થાય છે, તેનું પ્રથક્કરણ સૂક્ષ્મતાથી એમણે નીચે મુજબ કર્યું છે – (૧) એક વસ્તુના સંસ્કાર માણસ પર સચોટ રીતે પડે છે; (૨) એ સંસ્કારમાંથી કલ્પનાચિત્ર પ્રગટે છે; (૩) રસવૃત્તિ એ ચિત્રમાં અપૂર્વતાની ઝાંખી કરવા મથે છે; અને એમ કરવા જતાં એમાં સરસતાનું આરોપણ કરે છે; રસિકતા આ સરસતા જોઈ આનંદ પામે છે; (૫) માણસ આ સરસ કલ્પના ચિત્ર વ્યક્ત કરવા ઈચ્છે છે. એ માણસમાં સર્જક શક્તિ હોય તે એ ચિત્રને એ સચોટ ને સરસ રીતે વ્યક્ત કરે છે -કલાત્મક કૃતિ સરજે છે; (૭) એ કલાત્મક કૃતિની સચોટતા સામા માણસ પર ઊંડી છાપ પાડે છે અને (૮) તેમાં રહેલી સરસતા સામાની રસિકતા પિછી તેને આનંદ પમાડે છે. અને તેનું વધુ સ્પષ્ટીકરણ કરવા સુપ્રસિદ્ધ અંગ્રેજ કવિ શેલીની કેટલીક પંક્તિઓ આપી કલાત્મક કૃતિની સરસતા વિષે જે ધોરણ તેઓ સ્થાપે છે, તેનું વિવરણ નીચેના એમના લખાણમાં મળી આવે છે; દષ્ટાંત રૂપે એ શેલી જેવા કવિની વ્યક્ત કરવાની રીત લઈએ... એનાજ શબ્દોમાં – ગંભીર દર્શન અને ચમકતાં સ્વપ્નાંઓએ તેની કલ્પના પિષી. વિશાલ પૃથ્વીનાં અને સર્વવ્યાપી આકાશનાં દરેક દશ્ય અને નાદે તેના
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy