SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સન ૧૯૩૩ ને સાહિત્ય પ્રવાહ ઇતિહાસમાં કદી સાથે રહેલાં જોઈ શકાતાં નથી, તે જીવન, કર્તવ્ય અને વિચારમાં સદાય વિરોધી બની રહે છે, “શાશ્વત અને મૌલિક ઐક્યના જે મંદિરમાં, તે બંને એક જવાલા બની ગયાં હોય એમ મળે છે, તેનું ગર્ભદ્વાર તે માત્ર કલાજ ઉઘાડે છે.” આ વિચાર ખરે હોય કે નહીં પણ એટલું તો નિર્વિવાદ કે કલાભક કૃતિની સરસતા સરજવામાં જ મનુષ્યનું પરમ સાફલ્ય છે. તેથી આવા સ્રષ્ટા, આવા કલાકારો જનતાની પૂજાને પાત્ર થાય છે, અને એમણે પ્રવર્તાવેલો કલાધર્મ, બધા ધર્મથી શ્રેષ્ઠ, સમગ્ર જીવનને અનંતકાલ Dરી રહે છે.”+ એ પુસ્તકના બીજા લેખમાં હિન્દમાં ભક્તિ માર્ગને સંચાર અને ઇતિહાસ લેખકે અવલો છે; એમના પહેલા લેખ જેટલો સફળ આ લેખ થયો નથી; કારણ કે પ્રથમ એ વિષય એટલે જટિલ છે હજાર વર્ષને છે; અને એના નિર્ણયમાં એટલા બધા મતમતાંતરને સમન્વય કરે રહે છે કે તેને પુરતો ન્યાય આપવાનું એ વિષયના નિષ્ણાત માટે પણ સામાન્યતઃ કઠિન થઈ પડે. શ્રીયુત મુનશીનું એ વાચન એક શોખીન (amateur) અભ્યાસી જેવું છે; અને વિશેષમાં પોતે જે કોઈ નિર્ણય બાંધેલા છે તેનું સમર્થન કરવા તેઓ એને ઉપયોગ કરવા આતુરતા ધરાવે છે, એમ અમને લાગે છે. તેઓ ભક્તિ અને માનવ પ્રણયભાવ વચ્ચે સામ્ય જીએ છે, પણ તેમાંથી ઈશ્વરી અંશ જ ઉડી જતો અમને ભાસે છે. તદાકારપણું એમાં આવશ્યક છે; પણ તેથી પર, વ્યક્તિત્વને તદ્દન અલોપ થઈ, મારાપણું–જતું રહેવું, અહંતાનો નાશ થશે અને તેનાપણું-ઇશ્વરને જ અનુભવો, તેમાં એકાકાર થવું એ અમને લાગે છે કે ભક્તિ નું અંતિમ ધ્યેય છે. આ + થોડાંક રસદર્શન, પૃ. ૪૦-૪ર * 2701al: Plotinus taught that the One, being super essential, can only be apprehended in ecstasy, when thought, which still distinguishes itself from its object, is transcer.ded, and knower and known become one. As Tennyson's Ancient Sage' says: " If thou would'st hear the nameless and descend Into the Temple cave of thine own self, There, brooding by the central alter, thou May'st haply learn the nameless hath a voice, ૨૩
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy