SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ રાવબહાદુર જમીયતરામ ગૌરીશકર શાસ્ત્રો રાવબહાદુર જમીયતામ ગૌરીશકર શાસ્ત્રી જમીઅતરામના જન્મ સને ૧૮૬૦ માં સુરતના ચોર્યાશી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિમાં શાસ્ત્રી ગૌરીશંકર રામશંકરને ત્યાં થયા હતા. તે જમાનામાં ગુજરાતમાં સુરત સંસ્કૃત ભાષાના અભ્યાસ માટે ઘણું નામાંકિત થયું હતું અને તેથી તેને નાની કાશીનું ઉપનામ આપવામાં આવ્યું હતું. એ સમયે સુરતમાં ધર્મ, ન્યાય, વેદાન્ત ઇત્યાદી વિષયાના નિષ્ણાત શાસ્ત્રી, પંડીત પુરાણી વગેરે હતા. તેમાં ગૌરીશંકર અગ્રણી હતા. અને વેદાન્ત વાચસ્પતિ તરીકે જાણીતા થયા હતા. એમના ત્યાં વિદ્યાર્થીઓ રહેતા હતા એટલુંજ નહીં પણ દેશદેશના વિદ્વાના વડાદરા કે કાશી તરફ જતાં સુરત એમના દર્શનાર્થે આવી રહેતા હતા. ગૌરીશંકરને વડાદરા અને ભાવનગર રાજ્યાએ પણ મેલાવ્યા હતા અને સારે। સત્કાર કરી વર્ષાસન બાંધી આપ્યું હતું તેવીજ રીતે સુરત જીલ્લાના કેટલાએક જાગીરદારાએ પણ તેમને જાગીરા આપી તેમની વિદ્વતાની કદર કરી હતી. ગૌરીશંકર માત્ર શુષ્ક વેદાન્તી નહેાતા તેમજ તેમનું જ્ઞાન પુસ્તકીઆજ નહોતું. તેઓ ખરા જ્ઞાની, ત્યાગી હાઈ જીવનમુક્ત દશાને પ્રાપ્ત કરી શક્યા હતા. આવા પવિત્ર પુણ્યશાળી પિતાના સમાગમના લાભ જમીયતરામને બહુ વખત રહ્યો નહીં. તેમના જન્મ પછી એ વ માંજ ગૌરીશકરનું અવસાન થયું પરંતુ એમના જે પુત્ર ગણપતરામના ઉપર ગૌરીશંકરના પવિત્ર જીવનની સચેાટ અસર થઇ હતી અને તેમની દ્વારા એ જીવનના સંસ્કાર જમીઅતરામ ઉપર પણ પડયા. તેમજ તેમના માતુશ્રીના ભેાળા, ભાવિક અને નિર્દોષ સ્વભાવની પણ અસર એમના ઉપર થઇ હતી. જમાઅતરામના માતુશ્રીની ઉમર હાલ લગભગ ૯૫ વર્ષ થઈ છે અને આખા કુટુંઅની ભાગ્યદેવી તરીકે એમના પૌત્ર રા. સા. ભૂપતરામ શાસ્ત્રીના ઘરમાં ખીરાજે છે. એમને સ્વભાવ ઘણા મળતાવડા હતા અને તે જે જે મંડળમાં હોય તેમાં અતિપ્રિય થઈ પડયા હતા. આ વૃત્તિ એમને જીવનમાં ધણી ઉપયાગી થઈ પડી. પિતાના અવસાનથી બાળપણમાં પરાવલંબી રહેવું પડયું હતું તેમજ વિદ્વાન પિતા પુત્રને માટે વિદ્યા પ્રાપ્ત કરવા જેટલું પણ સાધન મુકી ગયા નહોતા એટલે વિદ્યાભ્યાસ પણ જાતકમાણીથી કરવાના હેાવાથી ૬૯
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy