SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવલી એમને જીવનમાં ઘણી અડચણ નડી હતી પણ તે બધી ધીરજ અને ઉત્સાહથી રમતા રમતા દૂર કરતા હોય તેમ બીજાઓ જોઈ શકતા નહોતા. જમીયતરામની બાલ્યાવસ્થા સુરતમાં બંધુઓની દેખરેખ નીચે પસાર થઈ હતી અને તેમને વિદ્યાભ્યાસ પણ ત્યાંજ થયે હતે. મેટ્રીક્યુલેશન પાસ થયા પછી એમને નોકરી કરવાની જરૂર પડી કારણ એમના મોટાભાઈને પગાર જુજ હતું અને આખા કુટુંબને બોજો વહોરવાનો હતો એટલે તેઓ આગળ અભ્યાસ કરવામાં મદદ આપી શકે એવું નહોતું. નોકરી કરતા જાય અને થોડા ઘણા પૈસા બચે તે વડે કલેજમાં જઈ ટર્મ રાખે અને પરીક્ષાઓ આપે અને પાછા નોકરી ઉપર આવે. સદ્દભાગ્યે એમને ઘણા સુશીલ અને સંસ્કારી પત્નિ મળ્યાં હતાં. તે પોતે શિક્ષિત નહોતા છતાં એટલા બધા ઉદાર દિલના, દીર્ઘદ્રષ્ટિ અને હિમતવાળા હતા. કે એમણે અભ્યાસ માટે પિતાના પલ્લાના પૈસા સ્વેચ્છાથી આપી દીધા હતા. આ પ્રમાણે કોલેજનો અભ્યાસ પુરો કરી સને ૧૮૮૬ માં બી. એ. ની પરીક્ષા પસાર કરી. તે પહેલાં જ કેળવણીખાતામાં દાખલ થયા હતા એટલે તે ખાતામાં એમની ઉત્તરોત્તર ચઢતી થવા માંડી. ભરૂચ, વલસાડ, સુરત, અમદાવાદ ઈત્યાદિ સ્થળે હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરી ૧૮૯૩ માં છે. રા. ટ્રેનિંગ કોલેજમાં વાઈસ પ્રિન્સિપાલ નીમાયા. તે વખતે કોલેજના | પ્રિન્સિપાલ માધવલાલભાઈ હતા. તેમનો એમના ઉપર ખાસ પ્રેમ અને વિશ્વાસ હતો. ૧૮૯૯માં તે તેલંગ હાઇસ્કુલમાં હેડમાસ્તર નીમાયા. તે વખતના ઇન્સ્પેકટર બી. જે. જી. કવર્નટન હાઈસ્કુલનું ઇન્સ્પેકશન કરવા આવ્યા તે વખતે એમના કામકાજથી એટલા બધા ખુશ થઈ ગયા કે તેમને ઈન્સ્પેકટીંગ લાઈનમાં લેવાને વિચાર કર્યો અને થોડા વખતમાં એમના જ્યેષ્ઠ બંધુ રા. સા. ગણપતરામ વાનપ્રસ્થ થયા ત્યારે તેમની જગાએ અમદાવાદમાં ડેપ્યુટી એજ્યુઃ ઈન્સ્પેકટર નીમાયા. એમની કામ કરવાની પદ્ધતિ એવી સરળ અને વ્યવહારૂ હતી કે એમના કામથી વીરેક્ટર મી. ચાઈલ્સ અને ઇન્સ્પેક્ટરે કેવર્નટન અને લેરી ઘણા ખુશ થઈ ગયા અને તેથી ૧૯૦૪ માં નવી વાંચનમાળા કરવાને માટે જે કમીટી નીમવામાં આવી તેમાં ગુજરાતી તરફથી એમનાથી સીનીઅર બીજા કેળવણી ખાતાના અમલદારો હતા તેમ છતાં એમની પસંદગી થઈ. વાંચનમાળા લખવાનું કામ ઘણું કપરૂ અને જોખમદાર હતું તે એમણે ગુજરાતના અનેક સાક્ષર, શિક્ષક અને શાળાના સહકારથી સારી રીતે પાર ઉતાર્યું.
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy