SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવલી સમાધાન પમાડનારું લખ્યું. તે સંતેષ પામવા જેવું હતું. તેમાં લખ્યું હતું કે તમે તમારું કામ સારું બનાવ્યું, તેમ મારે જે કરવું તે હું કરી ચુક્ય, પણ મારા હાથમાં તે નહીં તે ન થયું, તેથી નાખુશ થશો નહીં, ને તમારું કામ ઢીલા પડ્યા વગર કર્યા જવું. છેલે સન ૧૮૬૧ માં ખેડાના ડેપ્યુટિની જગાએ રૂ. ૧૦૦)ના પગારે બદલી થઈ, તે વખતે હેપ સાહેબ ગવર્નરના પ્રાઇવેટ સેક્રેટરી હતા, તેમણે ત્યાંથી કાગળ લખ્યો હતો કે હું ખુશી થયે છું. ખેડામાં વર્ષ ૧ ને સુમારે નોકરી કર્યા પછી કટીસ સાહેબે સન ૧૮૬૩ માં અમદાવાદ જીલ્લામાં ડેપ્યુટિ ઇસ્પેકટરની જગ્યાએ રૂ. ૧૨૫) ના પગારે બદલી કરી તે સન ૧૮૭૭ ના અગસ્ટ તા. ૨૪ સુધી રહી તે દરમ્યાન સન ૧૮૬લ્માં રૂ. ૧૫૦) અને સન ૧૮૭૧ માં રૂ. ૧૭૫) પગાર થયે, છેલે અરધુ પેનસિલ લઈ ઘેર બેઠા. તે પછી હાલમાં મુંબાઈમાં શેઠ ગે કળદાસ તેજપાળના ધર્મ ખાતાના સેક્રેટરી રૂ. ૧૦૦) ના પગારે છે. સન ૧૮૬૩ ની સાલમાં એમની સ્ત્રી રૂખમણીને પેટે એક દીકરી થઈ અને સન ૧૮૬૬ માં એક દીકરાને જન્મ આપી ૧૧ મે દીવસે ગુજરી ગઈ. એ દીકરી ધીરજકુંવર તથા દીકરો મુગટરાય હયાત છે. એ સ્ત્રી (રૂક્ષ્મણી) ગુજરી જવા પછી સન ૧૮૬૯ની સાલમાં બડી ધામધુમથી એરપાડમાં મહેતા પ્રાણજીવન આદીતરામની દીકરી મંછાકુંવર વેરે લગ્ન કર્યા. તે આખી નાતમાં દેદીપ્યમાન ગણાયા. રપાડ, મોતામાં લગ્ન કરવાનો વહેવાર નહત, તે આથી તૂટયો, અને લોકોમાં વાહ વાહ થઈ રહી. દીકરી ધીરજકુંવરનાં લગ્ન ફોજદાર મહેતા ભવાનીપ્રસાદના દીકરા ચંદુલાલ (ભારદ્વાજ ગોત્રી) વેરે સન ૧૮૭૧માં, અને સન ૧૮૭૫માં દીકરા મગટરાયનાં ભારદ્વાજ ગોત્રીભટ કાશીરામ પ્રાણશંકરની દીકરી (રૂખમાણી) વેરે ઘણું ધામધુમ તથા શાબાશી સાથે કર્યો. અને જશ સારે મેળવ્યો છે. એમની બીજી સ્ત્રીને સન ૧૮૭૫ની સાલમાં દીકરી અવતરી ગુજરી ગઈ. બીજી દીકરી સન ૧૮૭૬માં અવતરી ગુજરી ગઈ તથા ત્રીજી દીકરી સન ૧૮૭૭માં અવતરી ૧૫ વાસા જીવી ગુજરી ગઈ. એ સન ૧૮૫૭ થી તે સન ૧૮૭૭ સુધી ગુજરાત, ખાનદેશમાં નોકરી કરી તેથી લોકો તથા સરકારની પ્રસનતા એટલી તે મેળવી કે ખેડા જીલ્લાના લકે તથા મહેતાજીઓ તથા અમદાવાદ જીલ્લાના કેટલાક લોકે તથા મહેતાજીએ તથા ખાનદેશ જીલ્લાના કેટલાક લોકો તથા મહેતાજીએ પોતાના મા બાપ ગુજરે તેમ તેમને છોડતી વેળા ડુસકે ડુસકા મેલીને રોયા. એટલા તે ભાયાળુ, મળતાવડા, ને પર ઉપકારી છે. * “મયારામ વિજોગમાંથી ઉદધૃત.
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy