SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવલી જે એમના બનેવી ( એમની મેાટી મેન લખમીના વર ) થતા હતા, તેમની આગળ છ વરસની ઉંમરે આંક પુરા કરી પ્રથમ દેખાડવા ગયા, ત્યારે બહુ આશ્ચર્ય પામ્યા, અને શાખાસ મયારામ કરી મેલ્યા. જ્યારે સાતમે વર્ષે જનોઈ આપ્યું, તે વખતે છેકરા શા ધંધા કરશે એવું જોવાને રીત પ્રમાણે પાસે ત્યાં કલમ, પેથી, અસ્ત્રો, હળ, ચપુ વગેરે મુકી તેમાંથી મરજી આવે તે ઉચકવાનું કહેવામાં આવે છે, તે પ્રમાણે મયારામે તેમાંથી પોથી ઉચકી, એટલુંજ નહિં પણ ત્યાં બેઠેલાં સ્ત્રી પુરૂષો સમક્ષ તે બ્રાહ્મણી અક્ષર ધર્મ ગુરૂને વાંચી સંભળાવ્યા. એટલી ભણુવામાં ચપળતા હતી. એ વખતથી તેમને વિદ્યાભ્યાસને આરલ થયા. વરસ ત્રણેક સરકારી નિશાળમાં પોતાના બનેવી પાસે ભણ્યા, એટલે મહેતાજીને વધારે કેળવણી આપવા માટે કેળવણી ખાતાની ખેડે મુંબાઈ એલાવ્યા. તે નિશાળ તે આવે ત્યાંસુધી બંધ કીધી. એટલે મયારામને એક ગામડી મહેતાજી ( જેને માર સાંભળી મયારામને કમકમી આવતી) તેની નિશાળે મૂકવા માટે તે મહેતાજીને મયારામની માને બહુ આગ્રહ થવા લાગ્યા. અને તે મુકવાની તૈયારીમાં હતાં, પણ તે ઘરમાં મસ્તી તોફાન કરતા નહીં, તથા તેમની માના કહ્યામાં રહેતા, અને ઘરનું કામકાજ કરતા, તેથી તથા ગામમાં તે બ્રાહ્મણીઆ વિદ્યા શિખતા, તથા સરકારી નિશાળ પાછી જલદી ઉધડશે એવી વદતા ચાલી, તેથી મયારામના કહેવાને અનુસરીને તેમની માએ તેમને ગામઠી નિશાળે મુકયા નહિ. નહિ તે। મયારામના ભાગજ મળ્યા હોત. તે મહેતાજીના નામથીજ ત્રાસ વરતી રહ્યો હતા. અને મયારામ તે કહેતા કે, જીજી મને અધ્યારૂની નિશાળે ન મુકીશ, હું જ્યોતિષનું ભણવા માંડું, તેથી તેમ કરવા માંડયું. તે પહેલાં બ્રાહ્મણીઆ, સધ્યાપૂજા, વૈશ્વદેવ, મહીમન, રૂદ્રી, અધ્યાય, શ્રાધ એટલા ગ્રંથા શીખ્યા હતા. એમની માના મનમાં એમને જોતીષ્ય ( જોષીનું ) શીખવવાનું હતું, તેથી તેમણે બાર વરસની વયમાં, સારૂહાર ગ્રહગોચર, અને જાતિકચદ્રિકા એવા ત્રણ ગ્રંથ નૈતિષ્યનાનું અધ્યયન કર્યું. એ અરસામાં તેમની હુશીઆરી તેમના ગુરૂએના મનમાં એટલી તા આવી કે તેએ, એ પાસે તે દરરાજ ૪ ક્ષેાક સારાદ્વારના શિખે, તે ખીજે દિવસે મયારામ ખેલી જઇ બરાબર અર્થ સાથે કરી બતાવે, તેથી તે આશ્રયં પામતા. એક સારાહારના ગ્રંથ શીખ્યા પછી બીજો ગ્રંથ શીખ્યા, પણ તે એટલા તેા કઠણ હતા કે, શાસ્ત્રીની મદદ વગર શીખવી શકાય ૬૪
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy