SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ . સા. મયારામ શંભુનાથ ચરિત્ર તેમની પાસે લઈ જઈ કહેતાં કે, કાશી આને એકવાર તે ખોળે લે? અને ધવા. ત્યારે તે દુઃખનું દૂધ ધવારે, અને ઘણીખરી વાર તે એમની મેટી બેન લખમી જેમને તે વખતે મંછારામ નામને છોકરે વરસેકને થએલે હત, તે ધવાડતી. એટલું દુઃખ છતાં પણ તેમના પીતા શંભુનાથને સ્વભાવની રીત પ્રમાણે બીલકુલ એમને અનાદાર નહોતો. એ ઘરમાં દુખને રડાપીટને લીધે પિતાના જજમાનાના ગામમાં ઘણાખરા રહેતા, તેથી મયારામને જન્મ સમયે પણ ઘેર નહોતા. તે જ્યારે ઘેર આવ્યા ને છોકરાના જનમની વાત સાંભળી, ત્યારે તેઓ જોતિષ્ય પણ સારું જાણતા હતા તેને લીધે કે અનુમાનથી કે, વાક્ય સીદિથી કહેવા લાગ્યા છે એ છેક મેટે કુળદી તથા પરાક્રમી નિકળશે. દુઃખના દિવસમાં જન્મ થયો તેથી એમના કોઈએ જન્માક્ષર પણ કરાવ્યા નહિ. એ કુળનું આદીનામ ઉપાદ્યા, પણ શંભુનાથ તથા ભાઈદાસ વ્યાકરણ, પુરાણ, તથા કાવ્ય ભણ્યા હતા, તેથી ભટની અટકે ઓળખાય છે. ૩. જન્માક્ષર નહિ તેથી જન્મરાસીનું નામ ન પાડતાં ૧. લી કલમમાં લખેલા એમની માના બાપ મયાભટનું નામ લેણું રાખવા એમનું નામ મયારામ પાડયું. એમના માઠા ભાગે કે ઈશ્વર ઈચ્છાએ, પિતે ત્રણ વર્ષની ઉમરે પહોંચતાં પહેલાં એમના ભેળા પીતાને કાળ થયે. તેથી સઘળો ઘરખટલો એમની માની ઉપર આવી પડે. કેમકે એમના મોટાભાઈ દીનાનાથ, જે હાલ ભૂજદરબાર સગીર રાજા તથા ફટાયા કુંવરના વિદ્યાગુરૂ છે, તેમની ઉમર તે વખતે છ વર્ષની હતી. એટલે પાંચ માણસના વિસ્તારી કુટુંબને આધાર જજમાન વૃત્તિ ઉપર આવી પડે. કેમકે ભાઈદાસ ભટના વારાનું જે કાંઈ થોડું ઘણું સંચીત દ્રવ્ય હતું તે એમના કાકા ત્રીકમભટે ગામ ઇજારે રાખ્યાં હતાં તેમાં તથા ઊઘરાણી ડુબી ગઈ તેમાં ગુમાવી દીધું. પણ એમની માની બુદ્ધિ, ચતુરાઈ, ડહાપણુ, તથા કરકસરથી કુટુંબનું પિષણ જજમાન વૃત્તિ ઉપર ચાલ્યું. એટલું જ નહિ પણ છોકરાઓને જનોઈ વગેરે ખરચ કરતાં પણ સગાઓની ભીડ વખતે મદદ થવાય એટલું દ્રવ્ય સંચય થયું. મયારામને જોઈ સાત વર્ષે આયું, અને નાતની રીત પ્રમાણે પિતાનું મોટું તડ જમાડી બ્રહ્મભોજન કર્યું હતું. રા. સા. મયારામની ઉમર પાંચ વર્ષની થઈ, એટલે તે હોંશે હોંશે. પિતાના વડાભાઈ દીનાનાથની સાથે ગામની સરકારી નિશાળે જવા લાગે છે અને એવી તે છાની રીતે શિખ્યા કે નિશાળના મેહેતાજી નરભેરામ જેશંકર
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy