SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ રા. સા. મયારામ શંભુનાથ ચરિત્ર નહિ. માટે તે જોશીએ કહ્યું કે આ ગ્રંથ મારાથી નહિ શીખવાડાય. માટે દુલ્હરામ જોશી પાસે જાએ. તેને દાદો શાસ્ત્રી છે તે અર્થે બેસાડી તમને શીખવશે. તેમની પણ મયારામે શાબાશી મેળવી, અને તેને એટલા સંતાષ પમાડયા કે, પાછળથી મયારામને પેાતાની કન્યા આપવા તત્પર થયા, પણ તેમના મોટાભાઇ દીનાનાથનાં લગ્ન થયાં નહોતાં તેથી એ વાત પડતી રહી. સરકારી નિશાળના મહેતાજી મુંબઇથી પાછા તે ગામ ગયા કે સરકારી નિશાળે જવાનું મયારામે શરૂ કર્યું. તેમાં ૧૩ વરસની ઊમરમાં ગુજરાતી સંપૂર્ણ અભ્યાસ વ્યાકરણ, ભૂગાળ, ઇતિહાસ ગણીતમાં વર્ષાંસમિકરણ સુધી કયેર્યાં, અને જોતિષમાં જાતિકચંદ્રિકા ગણીતના આરંભ થયાની તૈયારી હતી, તે દરમ્યાન મયારામની બુદ્ધિ વિશે ગામના વિદ્વાનામાં બહુ વખાણ થતાં, તેથી એક શાસ્ત્રીએ કેટલાક વ્યાકરણના પ્રશ્ન તેમને પુછ્યા તેના ઉત્તર (પોપટીયા) એવા સરસ તેમના ધ્યાનમાં ઉતર્યાં કે તેમણે પેાતાના દોસ્તદાર જે મયારામનેા મેસીઆઈ ભાઈ હતા તેને ભલામણ કરી કે કાશીકુઇને કહી એમને ભટનું (શાસ્ત્રીનું) ભણાવેા. એ બહુ હેાશિઆર નીકળશે, પણ એમની ઉંમર નાની તથા માના પ્રેમ પણ દહાડે દહાડે બહુ થયેા, તેથી પોતાની આંખ આગળથી વિદ્યાભ્યાસ માટે બહાર કાઢવેા, એ એમની નજરમાં દુરસ્ત ન લાગ્યાથી કે જ્યેાતિષની કામ જેટલી વિદ્યા ઘેાડા કાળમાં પ્રાપ્ત થાય અને પેાતાના જજમાન વૃત્તિનું કામ જલદી જલદી કરવા લાગે તે પોતાને માથેના ખેો જાય, એવા હેતુથી જ્યેાતિષનું તથા નિશાળનું ભણવાનું એમની માએ જારી રખાવ્યું. એ પ્રમાણે ચાલતાં ચાલતાં સને ૧૮૪૩ના જાનેવારી માસમાં મુંબઈની એલપીનસન કોલેજ તથા પ્રેફેસર મી. દ્વારકનીસ જે ગુજરાતી સરકારી નિશાળાના ખેા એફ એજ્યુકેશન તરફથી સુપરીન્ટેન્ડેન્ટ હતા, તેએની સ્વારી શ્રી મેાતામાં પરીક્ષા લેવા આવી, તેની સાથે ઈન્સ્પેક્ટર રહેાડલાલ ગીરધરભાઈ પણ હતા, તે નિશાળની પરીક્ષા લેઇ એટલા ખુશી થયા કે મયારામને તથા મેહેતાજીના દીકરા મછારામને તબુએ ખેલાવી ઈનામ આપી તેમને મુંબઈ મેકલવા વાસ્તે મેહેતાજીને પુછ્યું, તેમણે મેાકલ્યાની હા કહી, તેથી તેમનાં નામ લખી લીધાં અને કહ્યું જે તેમને મુંબઈમાં ભણવા મેાકલજો, અમે તેમને પગાર આપી શીખવીશું એવું કહ્યું. અને તેમને ફરી હુકમ લખી તેડાવ્યાથી જુન માસમાં મુંબાઈ ગયા. ત્યાં વરસેક શીખ્યા, અને સન ૧૮૪૪માં ખીજા મેહેતાજીએ સાથે પરીક્ષા આપી, તેમાં નંબર ૧લે આવ્યા. પણ નાની ઉંમરને લીધે ૬૫ હું
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy