SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪ “આપણે ત્યાં પોમાં વૈવિધ્ય ખીલતું નથી તેનું કારણ જ એ છે કે વિવિધ પ્રકારના જીવન–અનુભવોવાળા અને ધંધાના માહિતગાર માણસે પિતાની દિશામાં રચ્યાપચ્યા રહેલા હોવાથી માત્ર થોડાં નાણાંની ખાતર તેઓ લખવાની પ્રવૃત્તિ હાથ ધરે તેમ નથી, તેમ જ તેમના ધંધામાં મળતાં લવાજમની બરાબર લેખનથી પ્રાપ્તિ થઈ શકે એમ નથી; એટલે મૌલિક, અનુભવપૂર્ણ લેખે, હકીકતે, વાર્તાઓ વગેરે માટે આપણે તેમની દરકાર અને ઉદારતા ઉપર જ આશા બાંધવાની રહે છે.” ગુજરાતમિત્ર અને ગુજરાત દર્પણમાં એજ મુદ્દાને “સેનાની” નામધારી લેખકે જુદી જ દાષ્ટએ અવલોક્ય છે. તે ભાઈ લખે છે, “લેખકે એ પણ “પૈસા” મળે એ આશાએ લખવું જોઈએ નહીં. પરંતુ તેમણે “સાહિત્યની સેવા” તરીકે જ કાર્ય કરવું રહ્યું. ભલે, પછી એ સેવાના બદલે ન મળે; પરંતુ નાણુની અપેક્ષાએ જ “સેવા” કરવી એ સિદ્ધાંત તે ન જ રાખવું જોઈએ. “સાહિત્ય” એ પણ એક કળા છે અને કળાનાં મૂલ્ય કદી “પૈસા”થી થયાં છે કે હવે થાય?”x ઉપરનાથી જુદા પ્રકારનો પણ પત્રકારિત્વની રીતિનીતિ વિષે મહત્વને પ્રશ્ન તેજ વખતે “જૈન” અઠવાડિકના વિદ્વાન તંત્રીએ “ક્ષમાપના” એ શિર્ષક હેઠળ, તેના તા. ૩ જી સપ્ટેમ્બરના અંકમાં ચલો જોવામાં આવ્યો. તે પેરા આ પ્રમાણે હતો: પત્રકારની જવાબદારી તેમજ જોખમદારી કોઈ પણ શિક્ષક, ઉપદેશક કે માર્ગદર્શક કરતાં જરાય ઉતરતા પ્રકારની નથી. પત્રકાર માત્ર દોષ દષ્ટિવાળા જ હોય એવી ભ્રમણા કેટલાક જાણી જોઈને ફેલાવે છે. સામયિક પત્રો સંભ જ પેદા કરે છે એમ પણ કેટલાક માનતા હશે. પરંતુ એ આખીય વિચારશ્રેણી સત્યથી વેગળી છે. જેમને પિતાને જ કક્કો મનમાનતી રીતે ઘુંટાવ હોય, ગાડરીઆ પ્રવાહને એકજ લાકડીએ હાંક હોય તેને સામયિક પત્રો અને પત્રોના સંચાલકે અકારા લાગે એ સમજાય એવી વાત છે.” આનાથી ઉલટું કેટલાંક ઈગ્રેજી પત્રો અંગત સ્વાર્થ અને લાભ મેળવવાની ખાતર, તેમના પત્રના બહોળા પ્રચાર અર્થે જે હલકી અને અધમ રીતિ અખત્યાર કરે છે તેની એ જ તારીખના ટાઇમ્સ ઓફ ઇન્ડિયા * ગુજરાતમિત્ર અને દર્પણ, તા. ૩ જી સપ્ટેમ્બર.
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy