SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સામયિક પત્ર ગ્રંથ અને ગ્રંથકાર'ના ઉપદુઘાતમાં આ વર્ષે “ગુજરાતી સામયિક પત્રો” એ વિષય ચર્ચવાનું પસંદ કર્યું છે. એ પસંદગી કરવામાં ત્રણ ચાર કારણે મળી આવ્યાં. પત્રકારિત્વ આજકાલ સાહિત્યના પર્યાયરૂપ થઈ પડયું છે. એક સારું વર્તમાન પત્ર આજે જેટલી અને જેવા વિવિધ પ્રકારની વાચનસામગ્રી પૂરી પાડે છે, તે આપણું પુસ્તકમાંથી મળી શકતી નથી. પુસ્તકે કરતાં એક વર્તમાનપત્ર ઝાઝું વંચાય છે અને તેને બહોળો પ્રચાર થાય છે. આધુનિક જીવન એટલું વ્યવસાયી બની ગયું છે અને તે એવું વ્યગ્ર રહે છે કે કોઈ વિષય પર સામાન્ય માહિતી મેળવવા જિજ્ઞાસા ઉદ્દભવે તો પણ તે પાછળ એટલો સમય આપવાને આપણને અવકાશ હોતો નથી. આધુનિક સંસ્કૃતિનું કેન્દ્રસ્થાન વર્તમાનપત્ર છે એમ કહી શકીએ અને તેના વિકાસ અને અભ્યદયમાં પ્રજાને જીવનવિકાસ અને ઉન્નતિ બહુધા અવલંબી રહે છે. કોઈ શસ્ત્ર કરતાં કે કોઈ રાજસત્તા કરતાં તેની શક્તિ, લાગવગ અને કાબુ અભુત છે. સમાજમાં આજે તે અદ્વિતીય સ્થાન ધરાવે છે. તે ઈચ્છે એવા રંગવાળું મનુષ્ય જીવનને રંગી શકે છે; તે ધારે એવા વિચારોને પ્રચાર કરી શકે છે. લોકશિક્ષણનું અને લોકમત કેળવવાનું તે એક સમર્થ અને પ્રચંડ સાધન છે. આપણે અહિં અક્ષરજ્ઞાન હજુ વસ્તીની અલ્પ સંખ્યામાં છે પણ એ પ્રમાણ જેમ વધતું જશે તેમ વાચનને શેખ જરૂર ખીલશે. આજે પણ જનતામાં વાચનને શોખ વધ્યો છે, તે દરરોજ નવા અઠવાડિકે નિકળે જાય છે તે બતાવી આપે છે. આપણા જીવનને આ પ્રમાણે સ્પર્શતું અને સાહિત્યને પિષક એવું એક અંગ અને બળ તેનો યથાવકાશ જરૂર વિચાર અને ચર્ચા થવાં ઘટે છે. પત્રકારિત્વના અંગે અનેક જાતના પ્રકને એક પત્રકારે તેમ આપણું સમાજના નેતાએ વિચારવાનો ઉપસ્થિત થાય છે; આ લેખ લખવાનું શરૂ કર્યું એ અરસામાં જુદા જુદા પત્રોમાં પત્રકારિત્વ પરત્વે ભિન્ન ભિન્ન દૃષ્ટિએ ચર્ચાયેલા મુદ્દાઓ મારા વાંચવામાં આવ્યા તે પ્રથમ રજુ કરીશ. જેઠ માસનું “કુમાર” માસિક તા. ૪ થી સપ્ટેમ્બરના રોજ મળ્યું તેમાં નીચે મુજબ એક નોંધ હતીઃ
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy