SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન વાન અને દળદાર પુસ્તક-સચિત્ર-પ્રસિદ્ધ કર્યું અને પહેલવહેલું લેખન-સંમેલન ભર્યું. તે પછી તુરતજ, ગુજજર તણોએ, સુરત નજદિક આવેલા ડુમસમાં બીજું લેખક સંમેલન યોજ્યું હતું; એ બધું પરસ્પર સંબંધ જોડાવા, નિકટ પરિચયમાં આવવા અને એક પ્રકારનો ભાઈચારે વધારવા, ઉછરતા લેખકવર્ગમાં જે ઉત્કંઠા અને લાગણું ઉદ્દભવી છે, તેની શુભ આગાહી છે. આવાં સંમેલનના લાભ અનેક છે, એ સમજાવવાની જરૂર જ નથી. " આવું ત્રીજું સંમેલન બાલસાહિત્ય લેખકનું ભાવનગરમાં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના નિમંત્રણથી મળ્યું હતું. આપણે અગાડી જોઈ ગયા છીએ કે હાલમાં બાલસાહિત્ય સારી સંખ્યામાં અને સંતોષ પમાય એવું બહાર પડે છે. પરંતુ ફક્ત તેની સંખ્યા પર, તેમાં થતા ઉમેરા તરફ નજર ન રાખતાં, તેની તૈયારીમાં ઉચ્ચ અને શિષ્ટ ધોરણ સચવાય; તેમાં વિવિધતા અને નવીનતા આવે; તે પાછળ કંઇક ઉદેશ કે ભાવના મૂર્તિમંત રહેલાં હોય, એ ગુણપ્રમાણ સંખ્યા કરતાં મહત્વનું ગણાવું જોઈએ. ઉપરોક્ત સંમેલનનો આશય અમારા સમજવા પ્રમાણે બાળસાહિત્ય વિષે મુખ્ય સિદ્ધાંતની ચર્ચા કરી માર્ગદર્શક અને મદદગાર નિવડે, એવી કોઈ સંકલના, કાર્યક્રમ કે વ્યવસ્થા ઉભી કરવાનો હતો. તે વખતે ચર્ચા અને વિચાર વિનિમયાર્થે શ્રીમતી તારાહેન મોડકે વાંચેલો બાલસાહિત્ય વિષેનો લેખ એ વિષયના અભ્યાસીએ, ખાસ કરીને બાલસાહિત્યના મણકાઓને ઉપયોગ કરનારે વાંચવા જેવો છે. એ પ્રસંગે શ્રીયુત ગિજુભાઈ બધેકાને કેળવણીના ક્ષેત્રમાં એમના સુંદર કાર્ય માટે અને નવું બાલસાહિત્ય રચવામાં આપેલા સંગીન ફાળા માટે રણજીતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યો હતો, એ પણ એક નોંધવા જેવી બીના છે. સારાની સાથે માઠા બનાવોમાં પૂજ્ય વયોવૃદ્ધ પંડિત જયકૃષ્ણ ઈદ્રજીના અવસાનથી આપણે વનસ્પતિશાસ્ત્રને એક પૂરેપૂરો અવસાન નેંધ. નિષ્ણાત, બુદ્ધિશાળી, બહોળે જાણકાર અને અનુભવી અભ્યાસી તથા વિદ્વાન પુરૂષ ખાય છે. એ વિષયમાં જેમનું જ્ઞાન પ્રમાણભૂત લેખાય એવા ગુજરાતીઓમાં તેઓ એકલા જ અને અજોડ હતા; વળી જે પ્રતિષ્ઠા અને માન, २८
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy